Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બેંગલુરુમાં પિતાએ પોતાના દીકરાને રસ્તા વચ્ચે જીવતો સળગાવ્યો, કારણ જાણીને ગુસ્સો આવશે, જુઓ વિડીયો

કર્ણાટક રાજ્યની રાજધાની બેંગલુરુમાંથી એક હ્રદય કંપાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક પિતાએ પોતાના જ દીકરાને રસ્તા વચ્ચે આગ લગાવી દીધી હતી. આગમાં ગંભીર રીત ઘાયલ થયેલા દીકરાનું સારવારમાં મોત થયું છે. આ ઘટના પહેલી એપ્રિલની છે, જે અત્યારે સામે આવી છે. આ ઘટનાના કારણે સમગ્ર બેંગલોર શહેરમાં અરેરાટી વ્યાપી ગઇ છેઘટનાની વાત કરીએ તો એક પિતાએ પોતાના 25 વર્ષના યુવાન દીકરાને રસ્તા વચ્ચે જ આગ ચાàª
બેંગલુરુમાં પિતાએ પોતાના દીકરાને રસ્તા વચ્ચે જીવતો સળગાવ્યો  કારણ જાણીને ગુસ્સો આવશે  જુઓ વિડીયો
કર્ણાટક રાજ્યની રાજધાની બેંગલુરુમાંથી એક હ્રદય કંપાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક પિતાએ પોતાના જ દીકરાને રસ્તા વચ્ચે આગ લગાવી દીધી હતી. આગમાં ગંભીર રીત ઘાયલ થયેલા દીકરાનું સારવારમાં મોત થયું છે. આ ઘટના પહેલી એપ્રિલની છે, જે અત્યારે સામે આવી છે. આ ઘટનાના કારણે સમગ્ર બેંગલોર શહેરમાં અરેરાટી વ્યાપી ગઇ છે
ઘટનાની વાત કરીએ તો એક પિતાએ પોતાના 25 વર્ષના યુવાન દીકરાને રસ્તા વચ્ચે જ આગ ચાંપી હતી. ગુસ્સે થયેલા પિતાએ પહેલા પોતાના દીકરા પર કેમિકલનો છંટકાવ કર્યો, ત્યારબાદ આગ લગાવી દીધી. આરોપી પિતાનું નામ સુરેન્દ્ર છે જે કપડાના વ્યવસાય સાથએ જોડાયેલો છે. તો મૃતક દીકરાનું નામ અર્પિત હતું. આગના કારણે ગંભીર રીતે ઘાયલ થયેલા અર્પિતને બેંગલોરની વિક્ટોરિયા મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન ગુરુવારે સવારે તેનું મોત થયું છે.
Advertisement

જે નાનકડી વાતને લઇને આરોપીએ તેના જ દીકરાને આગ લગાવી છે તે જાણીને તમામ લોકોને આશ્ચર્ય થઇ રહ્યું છે કે આવી નાની વાત માટે કોઇ પિતા આવું કઇ રીતે કરી શકે? મૃતક અર્પિત ખર્ચાનો હિસાબ પોતાના પિતાને ના આપી શક્યો. જેના કારણે ગુસ્સે થયેલા પિતાએ તેને સળગાવી દેવા આગ લગાવી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. જે વિડીયો અત્યારે વાયરલ થઇ રહ્યો છે. 
પિતા પુત્ર પાસેથી દોઢ કરોડનો હિસાબ માંગી રહ્યા હતા, પરંતુ તે આપી ના શક્યો. ત્યારબાદ પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી થઈ. સુરેન્દ્રને ગુસ્સો આવ્યો અને તેણે પુત્રના શરીર પર થીનર(કેમિકલ) નાખ્યું. ત્યારબાદ અર્પિત રોડ તરફ ભાગ્યો. પિતા સુરેન્દ્ર પણ પુત્રની પાછળ ગયા અને માચીસ વડે અર્પિતના શરીર પર આગ લગાવી. આગ લાગ્યા બાદ અર્પિત રસ્તા પર જ મદદ માટે આમથી તેમ દોડવા લાગ્યો હતો. અર્પિત લગભગ 60 ટકા દાઝી ગયો હતો. પડોશીઓએ તેને તાત્કાલિક નજીકની વિક્ટોરિયા હોસ્પિટલમાં દાખલ કર્યો પરંતુ ગંભીર રીતે દાઝી જવાને કારણે તે ના બચી શક્યો.
Tags :
Advertisement

.