Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સંવેદનશીલ સરકારને કારણે નસવાડી તાલુકાના વસીમ મેમણને નવું જીવન મળ્યું

છોટાઉદેપુર(Chotaudepur) જિલ્લાના નસવાડી તાલુકાના વસીમ મેમણને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની મદદથી નવું જીવન દાન મળ્યું છે. સામાન્ય રીતે માતાની કૂખે બાળકનો એક વાર જન્મ થાય છે પરંતુ નસવાડીના વસીમ મેમણને સરકારની સહાય એ બીજો જન્મ આપ્યો છે.છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વતની વસીમ મેમણ સામાન્ય આવક સાથે પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે.જ્યારે તેઓ 18 વર્ષના હતા દરમિયાન વોલીબોલ રમતા જમીન પà
સંવેદનશીલ સરકારને કારણે નસવાડી તાલુકાના વસીમ મેમણને નવું જીવન મળ્યું
છોટાઉદેપુર(Chotaudepur) જિલ્લાના નસવાડી તાલુકાના વસીમ મેમણને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની મદદથી નવું જીવન દાન મળ્યું છે. સામાન્ય રીતે માતાની કૂખે બાળકનો એક વાર જન્મ થાય છે પરંતુ નસવાડીના વસીમ મેમણને સરકારની સહાય એ બીજો જન્મ આપ્યો છે.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વતની વસીમ મેમણ સામાન્ય આવક સાથે પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે.જ્યારે તેઓ 18 વર્ષના હતા દરમિયાન વોલીબોલ રમતા જમીન પર પટકાયા હતા, હર્દયમાં પત્થર વાગવાના કારણે તેમની તબિયત અચાનક લથડી હતી. તબીબી પ્રશિક્ષણમાં તેમના હૃદયમાં ગંભીર પ્રકારની ઇજા પોહચી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આર્થિક રીતે નબળા પરિવારે તબીબોની સલાહ મુજબ દવાઓ લઈને કામ ચલાવ્યું હતું.પરંતુ જેમજેમ વસીમ ભાઈની ઉંમર વધતી ગઈ તેમ તેમ હૃદયની બીમારી એ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું,35 વર્ષની ઉંમરે ફરી એકવાર તબિયત લથડતાં તબીબોની સલાહ લીધી દરમિયાન રદય ફક્ત 15ટકા કામ કરતું હોવાનું સામે આવતા આ ગરીબ પરિવારના પગ તરેથી જમીન સરકી ગઈ. ગંભીર બીમારીથી પીડાતા વસીમ ભાઈ પાસે હૃદય બદલાવ્યા (Heart Transplant) સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો બચ્યો જેની સારવાર નો ખર્સ 25 લાખ રૂપિયા થતો હતો. તેવામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દેવદૂત બનીને સામે આવ્યાને મોતના મુખમાં ધકેલાઈ ગયેલા વસીમ ભાઈને નવું જીવન મળ્યું.
વસીમ ભાઈના પરિવારને જ્યારે તબીબે 25 લાખનો ખર્ચ કહ્યો ત્યારે આ મધ્યમ વર્ગીય પરિવારે પોતે આર્થિક રીતે સદ્ધર ન હોવાનું જણાવ્યું હતું.  ત્યારે સુરતની મહાવીર હોસ્પિટલનાં તબીબે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે મદદ માંગવાની સલાહ આપી હતી.જેથી જ તેમના ભાઈ અલ્તાફ મેમણ એ છોટાઉદેપુર જિલ્લાના સાંસદ ગીતા બેન રાઠવા અને ધારાસભ્ય અભેસિંહ તડવીનો સંપર્ક કર્યો હતો.આ બંને જનપ્રતિનિધિઓ દ્વારા ત્વરિત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર માં રજૂઆત કરવામાં આવી અને ગણતરી ના દિવસો માં જ વસીમ ભાઈ મેમણની સારવાર શક્ય બની.
ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં વસીમ ભાઈ એ જણાવ્યું હતું કે જો સરકારે મદદ ન કરી હોત તો આજે તેઓ જીવિત ન હોત સરકારની સાથે સાથે તેમના સમાજે પણ ખૂબ મદદ કરી છે.હાલ તેમના શરીરમાં જે રદય કાર્યરત છે તે પુનાના એક 28 વર્ષીય બ્રેન ડેડ યુવકનું છે.જેથી તેઓ તેમના પણ આભારી છે.આજે તેઓ જીવિત છે તેનો તમામ શ્રેય કેન્દ્ર અને રાજ્ય સરકારને જાય છે.જો સરકારે યોગ્ય સમયે સહાય ન કરી હોત તો આજે એક માતાએ પોતાનો વ્હાલસોયા દીકરાને ગુમાવી દીધો હોત.વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર મારા માટે દેવદૂત બનીને આવી છે ત્યારે આવનાર સમય માં મારા જેવા અનેક જરૂરિયાતમંદ નાગરિકો ને મદદ કરવા સરકાર નિમિત્ત બને તેવી શુભેચ્છા છે.
Advertisement
Tags :
Advertisement

.