વાયરલ ક્લિપ: રણબીર કપૂરનો શ્રદ્ધા કપૂર સાથે હટકે ડાન્સ
લવ રંજન દ્વારા દિગ્દર્શિત અપકમિંગ અનટાઈટલ ફિલ્મ સતત ચર્ચામાં રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે અને તે પહેલીવાર બનશે જ્યારે રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સિલ્વર સ્ક્રીન પર એક સાથે જોવા મળશે. આ દિવસોમાં આ કપલ દિલ્હીમાં ફિલ્મનું શેડ્યૂલ પૂરું કરી રહ્યું છે અને તેમના ડાન્સ પરફોર્મન્સની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. રણબીર અને શ્રદ્ધાની આ ફિલ્મ આવતા વરà
Advertisement
લવ રંજન દ્વારા દિગ્દર્શિત અપકમિંગ અનટાઈટલ ફિલ્મ સતત ચર્ચામાં રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે અને તે પહેલીવાર બનશે જ્યારે રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સિલ્વર સ્ક્રીન પર એક સાથે જોવા મળશે. આ દિવસોમાં આ કપલ દિલ્હીમાં ફિલ્મનું શેડ્યૂલ પૂરું કરી રહ્યું છે અને તેમના ડાન્સ પરફોર્મન્સની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. રણબીર અને શ્રદ્ધાની આ ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
રણબીર-શ્રદ્ધાએ જોરદાર સેટ પર ડાન્સ કર્યો
વાયરલ થઈ રહેલા વીડિયો વિશે વાત કરીએ તો એવું લાગે છે કે લવ રંજન આ ગીતને ખૂબ જ એપિક લેવલ પર શૂટ કરવા જઈ રહ્યો છે. કારણ કે વીડિયોમાં રણબીર કપૂર વાદળી રંગનો કુર્તો પહેરીને ઊલટા પગે ચાલતો જોવા મળી રહ્યો છે અને શ્રદ્ધા કપૂર પીળા રંગના સુંદર સૂટમાં જોવાં મળી રહી છે. રણબીર તેના મિત્રો પર પડે છે અને પછી કેમેરા પાછળનું લોકેશન બતાવે છે જ્યાં ઘણા લોકો રંગબેરંગી કપડામાં નીચે ઊભેલા જોવા મળે છે.
શૂટિંગનો વીડિયો જોઈને ચાહકો ઉત્સાહિત
આખું ગીત એક મોટા સેટ પર શૂટ કરવામાં આવ્યું છે. આ વિડિયો શેર કરતાં ફેને પેજ પર લખ્યું- શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂર તેમની આગામી અનટાઈટલ ફિલ્મ માટે ગીતનું શૂટિંગ કરી રહ્યાં છે. રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરના ગીતના શૂટિંગનો આ વીડિયો પર ઘણા ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે અને ક્લિપ જોઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.
બોની કપૂર અભિનય ક્ષેત્રે ડેબ્યુ કરશે
તમને જણાવી દઈએ કે લવ રંજનની આ અપકમિંગ ફિલ્મ એક ફેમિલી ડ્રામા હશે જેમાં લવ હંમેશની જેમ કોમેડી અને રોમાન્સનો તડકો ઉમેરશે. આ ફિલ્મમાં બોની કપૂર પણ જોવા મળશે અને આ તેમની એક્ટિંગ ડેબ્યૂ હશે. અહેવાલો છે કે આ ફિલ્મમાં બોની કપૂર રણબીર કપૂરના પિતાની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા રણબીર કપૂરની માતાનો રોલ કરી રહી છે.
Advertisement