Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દર્શકોને આજે જોવા મળશે કિંગ્સ સામે રોયલ્સનો મુકાબલો, જાણો મેચમાં કોનું પલડું છે ભારે

IPLની 15મી સીઝનની 52મી મેચ ડબલ હેડર મેચ હશે. આ ડબલ હેડર મેચ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચ 7 મેના રોજ એટલે કે આજે બપોરે 3.30 વાગ્યે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થશે. રાજસ્થાન રોયલ્સે 10માંથી 6 મેચ જીતી છે અને 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર ત્રીજા સ્થાને છે. બીજી તરફ પંજાબ કિંગ્સે 10માંથી 5 મેચ જીતી છે અને પાંચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પંજાબ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં
દર્શકોને આજે જોવા મળશે કિંગ્સ સામે રોયલ્સનો મુકાબલો  જાણો મેચમાં કોનું પલડું છે ભારે
IPLની 15મી સીઝનની 52મી મેચ ડબલ હેડર મેચ હશે. આ ડબલ હેડર મેચ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચ 7 મેના રોજ એટલે કે આજે બપોરે 3.30 વાગ્યે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થશે. 
રાજસ્થાન રોયલ્સે 10માંથી 6 મેચ જીતી છે અને 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર ત્રીજા સ્થાને છે. બીજી તરફ પંજાબ કિંગ્સે 10માંથી 5 મેચ જીતી છે અને પાંચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પંજાબ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાને છે. બંને ટીમો પ્લેઓફ જીતવા માટે બેતાબ રહેશે. રોયલ્સ ટીમ એક સમયે ગુજરાત ટાઇટન્સને ટોચના સ્થાન માટે સખત સ્પર્ધા આપી રહી હતી પરંતુ તાજેતરમાં તેમનું પ્રદર્શન ખરાબ જોવા મળ્યું છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સામે હાર્યા બાદ હવે તે પંજાબ સામે ટકરાશે. બીજી તરફ પંજાબે પોઈન્ટ ટેબલમાં ટોપર રહેલા ગુજરાત પર આઠ વિકેટથી વિજય મેળવ્યો છે. મયંક અગ્રવાલની આગેવાની હેઠળની ટીમ તેમની પ્લેઓફની આશા જીવંત રાખવા માટે તેમનું વિજેતા અભિયાન ચાલુ રાખવા માંગે છે. રાજસ્થાન હાલમાં પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે છે અને તેનું મુખ્ય શ્રેય જોસ બટલરને જાય છે, જેણે વર્તમાન ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 588 રન બનાવ્યા છે.
મહત્વનું છે કે, રાજસ્થાન રોયલ્સ સામે પંજાબ કિંગ્સ પ્લેઇંગ-11માં મોટો ફેરફાર જોવા મળી શકે છે. જોકે, તેની અપેક્ષા ઓછી છે પરંતુ આ ખેલાડીએ પોતાના પ્રદર્શનથી ટીમ મેનેજમેન્ટને ચોંકાવી દીધા છે. IPLની મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સનો હિસ્સો બનેલા જોની બેયરસ્ટોએ અત્યાર સુધી રમાયેલી પાંચ મેચમાં ટીમને નિરાશ કરી છે. તે તેના બેટથી સંઘર્ષ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં પંજાબ કિંગ્સ શાહરૂખ ખાનને પ્લેઇંગ-11માં તેની જગ્યાએ સ્થાન આપી શકે છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન

પંજાબ કિંગ્સ - 
મયંક અગ્રવાલ, શિખર ધવન, જોની બેયરસ્ટો, ભાનુકા રાજપક્ષે, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, ઋષિ ધવન, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ, સંદીપ શર્મા
રાજસ્થાન રોયલ્સ - 
જોસ બટલર, દેવદત્ત પડિકલ, સંજુ સેમસન, કરુણ નાયર, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પ્રણંદ કૃષ્ણ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ સેન
Advertisement
Tags :
Advertisement

.