Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પતિ-પત્ની વચ્ચે વારંવાર થતા ઝગડા માટે જવાબદાર છે વાસ્તુ દોષ, આ રીતે મળશે છૂટકારો

વાસ્તુ શાસ્ત્ર અનુસાર  ઘણા એવા  નિયમો  અને  ટિપ્સ  છે જે તમારા દામ્પત્ય જીવનને સુખી બનાવવામાં મદદરૂપ થાય છે.વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોનું કહેવું છે કે ઘરમાં વાસ્તુ દોષ હોવાના કારણે પતિ-પત્ની વચ્ચે બોલાચાલીથી લઈને છૂટાછેડા સુધીની સ્થિતિ ઉભી થઈ જતી  હોય છે. ત્યારે આવી સ્થિતિમાં આપણે જાણીએ કે વિવાહિત જીવનમાં કલેશ દૂર કરવા માટે વાસ્તુ અનુસાર કયા ઉપાય કરવા જોઈએ.જો પતિ-પત્ની વચ્ચે સત
પતિ પત્ની વચ્ચે વારંવાર થતા ઝગડા માટે જવાબદાર છે વાસ્તુ દોષ  આ રીતે મળશે છૂટકારો

વાસ્તુ શાસ્ત્ર અનુસાર  ઘણા એવા  નિયમો  અને  ટિપ્સ  છે જે તમારા દામ્પત્ય જીવનને સુખી બનાવવામાં મદદરૂપ થાય છે.વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોનું કહેવું છે કે ઘરમાં વાસ્તુ દોષ હોવાના કારણે પતિ-પત્ની વચ્ચે બોલાચાલીથી લઈને છૂટાછેડા સુધીની સ્થિતિ ઉભી થઈ જતી  હોય છે. ત્યારે આવી સ્થિતિમાં આપણે જાણીએ કે વિવાહિત જીવનમાં કલેશ દૂર કરવા માટે વાસ્તુ અનુસાર કયા ઉપાય કરવા જોઈએ.

જો પતિ-પત્ની વચ્ચે સતત લડાઈ-ઝગડા વધી રહ્યા છે તો ઘરમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિની સામે દરરોજ ઘીના દીવા પ્રગટાવો. ત્યારબાદ શિવ ચાલીસાના પાઠ કરો.

દામ્પત્ય જીવનને મધુર રાખવા માટે બેડરૂમમાં રાધા-કૃષ્ણની મૂર્તિ લગાવો. તેમજ રૂમના વાસ્તુ દોષોને દૂર કરવા માટે દરવાજા પર ઘી સાથે સિંદૂર મિક્સ કરીને લગાવો.

પતિ-પત્નીના સંબંધને મજબૂત કરવા શુક્લ પક્ષમાં કોઈપણ શુક્રવારે કન્યાને ભોજન કરાવો.આમ કરવાથી પતિ-પત્ની વચ્ચેના પરસ્પર વિવાદ દૂર થાય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર પતિ-પત્નીમાંથી કોઈએ પણ સૂતી વખતે રૂમના દરવાજા તરફ પગ ન રાખવા જોઈએ.ખાસ કરીને પગ દક્ષિણ દિશા તરફ બિલકુલ ન હોવા જોઈએ.

ગુરુવારે સાંજે પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવો. આમ કરવાથી સંબંધોમાં પ્રેમ અને સુખ અને શાંતિ આવે છે.

Advertisement
Tags :
Advertisement

.