Valsad : ઘર આંગણે રમતી હતી 3 વર્ષની માસૂમ, શ્વાને આવી અચાનક કર્યું એવું કે..!
- Valsad માં રખડતા શ્વાનનો જીવલેણ હુમલો
- ગ્રીન પાર્ક સોસાયટીમાં 3 વર્ષની બાળકી પર હુમલો
- મોઢાનાં ભાગે બચકા ભરતા બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત
ગુજરાતમાં રખડતાં ઢોર બાદ હવે રખડતાં શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે. અમદાવાદ (Ahmedabad), મહિસાગર, વિરમગામ (Viramgam) સહિતનાં વિસ્તારોમાં શ્વાન દ્વારા લોકોને બચકા ભર્યાંનાં એક પછી એક બનાવ સામે આવ્યા છે. ત્યારે હવે વલસાડમાં (Valsad) રખડતા શ્વાને 3 વર્ષની માસૂમ બાળકી પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના બની છે, જેનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
આ પણ વાંચો - Ahmedabad : બાપુનગરમાં સભા બાદ શહેરનાં જાણીતા ડોક્ટર્સ સાથે કેન્દ્રીયમંત્રી જે.પી.નડ્ડાની મુલાકાત
મોઢાના ભાગે બચકા ભરતા બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત
માહિતી અનુસાર, વલસાડમાં (Valsad) આવેલી ગ્રીન પાર્ક સોસાયટીમાં અલીસ્બા ખાન નામની 3 વર્ષની માસૂમ બાળકી ઘરની બહાર રમતી હતી. ત્યારે ત્યાં આવેલા એક રખડતાં શ્વાને બાળકી પર અચાનક જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં શ્વાને અલીસ્બા ખાનને મોઢાનાં ભાગે બચકા ભર્યા હતા, જેના કારણે માસૂમને ગંભીર ઇજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં પરિવાર બાળકીને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ આવ્યો હતો. બાળકીનું મોઢું લોહીથી લથબથ હતું. હાલ, બાળકી સારવાર હેઠળ છે.
વલસાડમાં રખડતા શ્વાનનો જીવલેણ હુમલો
ગ્રીન પાર્ક સોસાયટીમાં ત્રણ વર્ષની બાળકી પર હુમલો
અલીસ્બા ખાન નામની બાળકીને શ્વાને ભર્યા બચકા
મોઢાના ભાગે બચકા ભરતા બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત #Gujarat #Valsad #Dog #CCTV #ViralNews #GujaratFirst pic.twitter.com/IwBjfssUxq— Gujarat First (@GujaratFirst) January 19, 2025
આ પણ વાંચો - CM Bhupendra Patel નો મહત્ત્વનો નિર્ણય! કાલુપુર, સાળંગપુર રેલવે ઓવરબ્રિજ, રાધનપુર બ્રિજ માટે રૂ.272.75 કરોડ મંજૂર
અમદાવાદમાં 1 મહિનામાં 2 હજાર લોકોને શ્વાને બચકા ભર્યાં!
3 વર્ષની માસૂમ બાળકીને શ્વાન દ્વારા હુમલાની આ સમગ્ર ઘટના ઘર પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. જણાવી દઈએ કે, અમદાવાદ (Ahmedabad) જેવી મેટ્રો સીટીમાં પણ છેલ્લા એક જ મહિનામાં 2000 લોકોને કૂતરાએ બચકા ભર્યાં હોવાનું સામે આવ્યું છે. માત્ર, અમદાવાદ સિવિલમાં જ છેલ્લા 1 મહિનામાં કૂતરાં કરડવાનાં 1000 થી પણ વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે, મહિસાગરનાં (Mahisagar) ખાનપુરમાં બે દિવસમાં 10 થી 15 લોકોને શ્વાને બચકા ભર્યા હતા. વિરમગામની વાત કરીએ તો છેલ્લા 15 દિવસ દરમિયાન 150 થી વધુ લોકોને શ્વાને બચકા ભર્યા છે. શ્વાનનાં આતંક પર અંકુશ લગાવવા લોકોની ઊગ્ર માગ ઊઠી છે.
આ પણ વાંચો - Mahakumbh 2025: વડાપ્રધાનના ભત્રીજા સચિન મોદીને લાગ્યો મહાકુંભનો રંગ, પ્રયાગરાજમાં લલકાર્યા કબીરના ભજન