Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વૈશાલી બલસારાની હત્યા તેની જ મહિલા મિત્રએ કરાવી હતી, જાણો સમગ્ર મામલો

વલસાડના ચકચારી વૈશાલી બલસારા હત્યા કેસનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. ગાયિકા વૈશાલી બલસારાની હત્યા તેની જ મહિલા મિત્ર બબીતાએ કરાવી હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. પૈસાની લેતી દેતીમાં વૈશાલીની મહિલા મિત્ર બબિતાએ આ હત્યા કરાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. થોડા દિવસ અગાઉ વલસાડની જાણીતી સિંગર વૈશાલી બલસારાનો મૃતદેહ પાર નદી કિનારે બંધ કારમાંથી મળી આવ્યો હતો
વૈશાલી બલસારાની હત્યા તેની જ મહિલા મિત્રએ કરાવી હતી  જાણો સમગ્ર મામલો
વલસાડના ચકચારી વૈશાલી બલસારા હત્યા કેસનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. ગાયિકા વૈશાલી બલસારાની હત્યા તેની જ મહિલા મિત્ર બબીતાએ કરાવી હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. પૈસાની લેતી દેતીમાં વૈશાલીની મહિલા મિત્ર બબિતાએ આ હત્યા કરાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. 
થોડા દિવસ અગાઉ વલસાડની જાણીતી સિંગર વૈશાલી બલસારાનો મૃતદેહ પાર નદી કિનારે બંધ કારમાંથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા વલસાડ જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી. કારમાં તપાસ કરતા એક યુવતીનો મૃતદેહ ગાડીની પાછળની સીટ પર મળી આવ્યો હતો.
દરમિયાન વલસાડ પોલીસે સમગ્ર મામલાની તપાસ કરીને શનિવારે હત્યા કેસના માસ્ટર માઇન્ડનો ખુલાસો કર્યો છે. પોલીસે કહ્યું કે વૈશાલીની મહિલા મિત્ર બબીતાએ વૈશાલીની હત્યા કરાવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે વૈશાલી પાસેથી લીધેલા 25 લાખ રૂપિયા પરત ન આપવા પડે તે માટે  બબિતાએ વૈશાલીની હત્યા કરાવી હતી. 
બબિતાએ અન્ય રાજ્યના પ્રોફેશનલ કિલરોને વૈશાલીની હત્યા કરવા માટે સોપારી આપી હતી. વૈશાલી પાસેથી લીધેલા 25 લાખમાંથી જ 8 લાખ કિલરોને આપીને હત્યા  કરાવી હતી. પોલીસે શનિવારે વૈશાલીની હત્યા કેસની માસ્ટરમાઈન્ડ તેની મિત્ર બબીતાની ધરપકડ કરી હતી. 
પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક વૈશાલી અને મુખ્ય આરોપી બબીતા કૌશિકની દુકાનો બાજુમાં જ હતી. આથી બંને વચ્ચે એક વર્ષથી મિત્રતા બંધાઈ હતી. મિત્રતા દરમિયાન બબીતા એ અવારનવાર વૈશાલી પાસેથી રૂપિયા 25 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. જોકે વાયદા પ્રમાણે સમયસર બબીતા એ પૈસા પરત ન કર્યા હોવાથી વૈશાલી દ્વારા અવારનવાર તેને આપેલા 25 લાખ રૂપિયા ની ઉઘરાણીમાં કરવામાં આવી રહી હતી. જો કે આરોપી બબીતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તે 25 લાખ રૂપિયા પરત કરી શકે તેમ ન હતી. આથી તેણે આ રૂપિયા પરત ના આપવા પડે તે માટે  મિત્ર વૈશાલીનો જ કાંટો કાઢી નાખવાનું પ્લાન કર્યું અને યુક્તિપૂર્વક બનાવના દિવસે બબીતા એ વૈશાલીને પૈસા લેવા માટે વલસાડના વશીયાર નજીક આવેલા ડાયમંડ ફેક્ટરી પાસે સાંજના સમયે બોલાવી હતી. જ્યાં અગાઉથી જ બબીતા એ તેની સાથે રહેલા બે અજાણ વ્યક્તિઓ તેના નજીકના સ્વજન હોવાનું કહી વૈશાલીની કારમાં બેસાડ્યા હતા. ત્યારબાદ બબીતાની સાથે રહેલા શખ્સોએ વૈશાલીને કારમાં જ ક્લોરોફોર્મ સુંઘાડી બેહોશ કરી દીધી હતી અને ત્યારબાદ તેની ગળું દબાવીને હત્યા કરી હતી.
પોલીસની તપાસમાં ચોકાવનારો ખુલાસો થયો છે કે બબીતાએ વૈશાલીની હત્યા માટે બહારના રાજ્યના એક પ્રોફેશનલ કિલર ગેંગનો સંપર્ક કર્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્ર બનેલા કોન્ટ્રાક્ટ કિલરોને બબીતાએ વૈશાલીની હત્યા માટે 8 લાખ રૂપિયાની સોપારી આપી હતી. શરૂઆતમાં દસ લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. પરંતુ આખરે 8 લાખ રૂપિયામાં ડીલ થઈ હતી. જોકે બબીતા એ વૈશાલીએ ઉછીના આપેલા 25 લાખમાંથી આઠ લાખ રૂપિયા હત્યારાઓને  આપી અને વૈશાલીને તેના જ પૈસાથી હત્યા કરાવી તેનો કાંટો કઢાવી નાખ્યો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે સોપારી આપનારી બબીતા અત્યારે ગર્ભવતી છે અને તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલા કોન્ટ્રાક્ટ કિલરો દ્વારા  હત્યા કરાવી હતી. પોલીસ તપાસ ચાલી રહી હતી ત્યારે બબિતાએ પોલીસને ગેરમાર્ગે દોરવા અનેક પ્રયાસ કર્યા હતા. 
પોલીસ માટે વૈશાલી હત્યા કેસની તપાસ મોટો કોયડો બની ગયો હતો. છતાં પોલીસે રાત દિવસ એક કરીને ઝીણવટભરી તપાસ કરી હતી. પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા વલસાડ શહેર અને આસપાસના વિસ્તારના તમામ સીસીટીવી ખંગાળ્યા હતા અને તેના દ્વારા ટેક્નિકલ સર્વેલન્સની મદદથી ઉંડી તપાસ કરીને હત્યા કેસનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. 
ઉલ્લેખનિય છે કે વૈશાલીનું ગળુ દબાવીને હત્યા થઈ હોવાનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો હતો. વૈશાલી બલસારાના પતિ હિતેશ બલસારા પણ સિંગર છે અને પતિ પત્ની બંને સ્ટેજ શો કરતા હતા. પતિ હિતેશ બલસારા એ શનિવાર રાત્રે બે વાગ્યે પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોતાની પત્ની મોડીરાત સુધી ઘરે ન આવ્યા હોવાની ફરિયાદ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
Advertisement
Tags :
Advertisement

.