વારાણસીમાં કહ્યું - મહેલોમાં રહેતા નેતાઓ એક ગરીબ માતાની પીડા નહીં સમજે

ઉત્તરપ્રદેશમાં
વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે પીએમ
મોદીએ પણ ચૂંટણી પ્રસાર કોઈ જ કસર બાકી નથી છોડી. ઉત્તરપ્રદેશમાં સતત જનસભાઓ યોજી
રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના વારાણસીમાં સંબોધન કર્યું હતું.
પીએમ મોદી જનસભામાં સંબોધન કરતા કહ્યું કે, પૂર્વાંચલમાં
વિકાસમાં વિશ્વાસ છે. કેટલાક પરિવારવાદીઓએ તોફાનો જ કરાવ્યા, વિકાસ કર્યો નહીં. યુપી વિધાનસભા ચૂંટણીના સાતમા તબક્કામાં વારાણસીમાં
મતદાન થશે. સાતમા તબક્કાનો ચૂંટણી પ્રચાર આજે 5 વાગ્યાથી બંધ થઈ જશે. પીએમ મોદીએ
કહ્યું કે ઉત્તર પ્રદેશે કદાચ દાયકાઓ સુધી આવી ચૂંટણી નહીં જોઈ હોય. આવી ચૂંટણી
જ્યારે સરકાર તેના કામ પર, તેની પ્રામાણિક છબી પર, ભેદભાવ અને ભેદભાવ વગરના વિકાસ અને સુધારેલા કાયદો અને વ્યવસ્થાના
આધારે લોકોના આશીર્વાદ માંગતી હોય.
When some challenges crop up before the nation, these dynasts look for their political interest in it. If India's security forces & people fight a crisis, they do everything to make situation more critical. We saw this during pandemic &today during #Ukraine crisis: PM in Varanasi pic.twitter.com/zum8ms5RxO
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 5, 2022
" title="" target="">
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત 80
કરોડથી વધુ ગરીબ, દલિત, પછાત, આદિવાસી પરિવારોને બે વર્ષ માટે મફત રાશન આપી રહ્યું છે. આ કામ જોઈને
આખી દુનિયા ચોંકી ગઈ છે. હું ખુશ છું કે મારો ગરીબ ખુશ છે, મારી ગરીબ માતા મને આશીર્વાદ આપે છે. અમે સ્વચ્છ ભારત મિશન શરૂ
કર્યું, 10 કરોડથી વધુ શૌચાલય બનાવ્યાં. જેના
કારણે ગામના ગરીબ, દલિત, પછાત પરિવારોની બહેનોને સૌથી વધુ ફાયદો થયો હતો. આ મહેલોમાં રહેતા
લોકો નથી જાણતા. તેમને ખબર નથી કે જો ઘરમાં શૌચાલય ન હોય તો એક ગરીબ માતાને કેટલી
પીડા થાય છે.