Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UP : મેરઠમાં એક સમારોહમાં BJP અને AIMIM ના કાઉન્સિલરો આમને-સામને, જાણો શું હતો સમગ્ર મામલો

ઉત્તર પ્રદેશના મેરઠમાં કાઉન્સિલરોના શપથ ગ્રહણ સમારોહમાં હોબાળો મચી ગયો છે. મામલો વંદે માતરમ ગીતથી શરૂ થયો. ભારતીય જનતા પાર્ટી (BJP) અને AIMIM ના કાઉન્સિલરો વચ્ચેનો હંગામો એટલો વધી ગયો કે તે મારામારી સુધી પહોંચી ગયો. જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓએ...
up   મેરઠમાં એક સમારોહમાં bjp અને aimim ના કાઉન્સિલરો આમને સામને  જાણો શું હતો સમગ્ર મામલો

ઉત્તર પ્રદેશના મેરઠમાં કાઉન્સિલરોના શપથ ગ્રહણ સમારોહમાં હોબાળો મચી ગયો છે. મામલો વંદે માતરમ ગીતથી શરૂ થયો. ભારતીય જનતા પાર્ટી (BJP) અને AIMIM ના કાઉન્સિલરો વચ્ચેનો હંગામો એટલો વધી ગયો કે તે મારામારી સુધી પહોંચી ગયો.

Advertisement

જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પરિસ્થિતિને સંભાળી અને કાઉન્સિલરોને સ્થળની બહાર કાઢ્યા. ભારતીય જનતા પાર્ટી (BJP)ના કોર્પોરેટરોએ આરોપ લગાવ્યો છે કે જ્યારે સમારંભમાં વંદે માતરમ ગાવામાં આવી રહ્યું હતું ત્યારે ઓવૈસીના કોર્પોરેટરો તેમની સીટ પરથી ઉભા થયા ન હતા. AIMIMના કાઉન્સિલરોના આ કૃત્યથી ભાજપના સભ્યો ગુસ્સે થયા હતા.

Advertisement

ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટી (CCS)ના નવા ઓડિટોરિયમમાં નવા ચૂંટાયેલા કાઉન્સિલરો અને મેયરનો શપથ ગ્રહણ સમારોહ ચાલી રહ્યો હતો. શપથ ગ્રહણ દરમિયાન બીજેપી કાઉન્સિલરોએ વંદે માતરમ ગાવાનું શરૂ કર્યું, પરંતુ આ દરમિયાન AIMIM કાઉન્સિલરોએ તેનો વિરોધ કર્યો અને પોતાની જગ્યાએ બેસી રહ્યા.

Advertisement

ઓવૈસીના કાઉન્સિલરોની આ કાર્યવાહી પર ભાજપના સભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી, મામલો ધીમે ધીમે વધવા લાગ્યો હતો અને મામલો તુ-તુ, મેં-મૈં સુધી પહોંચી ગયો હતો. બંને પક્ષના સભ્યો વચ્ચે તણાવ વધી ગયો અને સ્થિતિ મારામારી સુધી પહોંચી ગઈ. આ પછી, શપથ ગ્રહણ સભામાં મામલો બેકાબૂ બન્યો, પછી વહીવટીતંત્રને બચાવમાં આવવું પડ્યું.

આ પણ વાંચો : નવા સંસદ ભવનના ઉદ્ધાટનને લઇ કરેલી અરજી SC એ ફગાવી, કહ્યું, આવી અરજી કેમ લાવો છો?

Tags :
Advertisement

.