Typhoon Ampil : જાપાનમાં કુદરતી આફતનો કહેર, તોફાન સાથે ભૂકંપની પણ ચેતવણી
- જાપાનમાં સાયક્લોન એમ્પિલ અને ભૂકંપ, જનજીવન પર ગંભીર અસર
- જાપાનમાં કુદરતી આફતોનો કહેર, રાહત અને બચાવ કાર્યો ઝડપથી શરૂ
- જાપાનમાં તોફાન અને ભૂકંપ, સરકારે લોકોને લોકોને ઘરની અંદર રહેવા અપીલ કરી
Typhoon Ampil : જાપાન હાલમાં સાયક્લોન એમ્પિલના પ્રચંડ પ્રકોપનો સામનો કરી રહ્યું છે. આ શક્તિશાળી તોફાન જાપાન (Japan) ના મુખ્ય ટાપુ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે અને તેની અસરો દેશના વિવિધ ભાગોમાં જોવા મળી રહી છે. વાવાઝોડાને કારણે એર ટ્રાફિકને અસર થઈ છે. તોફાનના કારણે સરકારે ભૂસ્ખલન અને પૂરની ચેતવણી પણ જારી કરી છે.
તોફાનની વિનાશક શક્તિ
હવામાન વિભાગે લોકોને ઘરની અંદર રહેવા અને જોખમોથી સાવચેત રહેવાની સલાહ આપી છે. કંપનીઓએ કર્મચારીઓને વહેલા ઘરે પરત ફરવા કહ્યું છે. સાયક્લોન એમ્પિલ 216 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે આવી રહ્યું છે, જેના કારણે વ્યાપક નુકસાન થવાની શક્યતા છે. મળી રહેલી માહિતી અનુસાર, તોફાન ટોક્યો જેવા મહત્વના શહેરોની નજીક પહોંચી ગયું છે અને તેની અસરો દેશના વિવિધ ભાગોમાં જોવા મળી રહી છે. તોફાનને કારણે સેંકડો ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, હાઈ-સ્પીડ ટ્રેન સેવાઓ બંધ કરવામાં આવી છે અને અનેક વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાયો છે. તોફાનની વિનાશક શક્તિને ધ્યાનમાં રાખીને લગભગ 10,000 ઘરોને ખાલી કરવાની સલાહ આપવામાં આવી છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવા માટે કહેવામાં આવ્યું છે.
Japan: Thousands ordered to evacuate as Typhoon Ampil approaches coast near Tokyo
Read @ANI Story | https://t.co/S1XZVui8aU#Japan #Typhoon pic.twitter.com/Mh80ZeBRyE
— ANI Digital (@ani_digital) August 16, 2024
પ્રકૃતિનો ક્રોધ શમશે કે નહીં?
જાપાનમાં સરકારે તોફાનના કારણે ભૂસ્ખલન અને પૂરની ચેતવણી જારી કરી છે અને લોકોને ઘરની અંદર રહેવા અને જોખમોથી સાવચેત રહેવાની સલાહ આપી છે. આ તોફાનની સાથે જાપાનમાં થોડા સમય પહેલા જ ભૂકંપની ઘટના પણ બની હતી. રિક્ટર સ્કેલ પર 6.9ની તીવ્રતાનો આ ભૂકંપ દક્ષિણ જાપાનમાં આવ્યો હતો અને તેના કારણે સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી હતી. આ ભૂકંપે તોફાનના કારણે પહેલેથી જ વિક્ષિપ્ત બનેલી પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, સાયક્લોન એમ્પિલ અને ભૂકંપની આ ઘટનાઓએ જાપાનને ગંભીર સંકટમાં મૂકી દીધું છે. સરકાર અને રાહત કાર્યકર્તાઓ આ વિપત્તિનો સામનો કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, જાપાનની સરકાર આ મુસિબતથી કેવી રીતે પોતાના નાગરિકોને મદદ કરી શકે છે.
આ પણ વાંચો: Earthquake : સવાર સવારમાં લોકો જીવ બચાવવા ભાગ્યા, ભારે દહેશત