Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Twitterના CEO પરાગ અગ્રવાલ આઉટ, જાણો એલોન મસ્કે શું કહ્યું

ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક (Elon Musk) ટ્વિટર (Twitter)ના નવા માલિક બન્યા છે.અહેવાલ મુજબ, ટ્વિટરના સીઇઓ (CEO) પરાગ અગ્રવાલ (Parag Agarwal) અને સીએફઓ નેડ સેગલને એલોન મસ્કના માલિક બન્યા બાદ તુરત જ કંપનીમાંથી ટર્મિનેટ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, તેમને કંપનીના હેડક્વાર્ટરની બહાર પણ મોકલી દેવાયા હતા.એલોન મસ્કે ટ્વિટરનો સોદો પૂર્ણ કર્યોએલોન મસ્કે આ વર્ષે 13 એપ્રિલે ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી. તેમણે શેર àª
twitterના ceo પરાગ અગ્રવાલ આઉટ  જાણો એલોન મસ્કે શું કહ્યું
ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક (Elon Musk) ટ્વિટર (Twitter)ના નવા માલિક બન્યા છે.અહેવાલ મુજબ, ટ્વિટરના સીઇઓ (CEO) પરાગ અગ્રવાલ (Parag Agarwal) અને સીએફઓ નેડ સેગલને એલોન મસ્કના માલિક બન્યા બાદ તુરત જ કંપનીમાંથી ટર્મિનેટ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, તેમને કંપનીના હેડક્વાર્ટરની બહાર પણ મોકલી દેવાયા હતા.

એલોન મસ્કે ટ્વિટરનો સોદો પૂર્ણ કર્યો
એલોન મસ્કે આ વર્ષે 13 એપ્રિલે ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી. તેમણે શેર દીઠ $54.2ના દરે $44 બિલિયનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખરીદવાની ઓફર કરી હતી. પરંતુ પછી સ્પામ અને નકલી એકાઉન્ટના કારણે તેમણે તે ડીલ હોલ્ડ પર મૂકી દીધી.  8 જુલાઈના રોજ, મસ્કે ડીલ તોડવાનું નક્કી કર્યું. જેની સામે ટ્વિટરે કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ ત્યારપછી ઓક્ટોબરની શરૂઆતમાં, મસ્કે પોતાનું વલણ બદલ્યું અને ફરીથી સોદો પૂર્ણ કરવા સંમત થયા. દરમિયાન, ડેલવેર કોર્ટે 28 ઓક્ટોબર સુધીમાં સોદો પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. એલોન મસ્કે એક દિવસ પહેલા જ ટ્વિટરની ઓફિસ પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા.
પરાગ અગ્રવાલ સહિત 3 અધિકારી ટર્મિનેટ
અહેવાલો મુજબ મસ્કે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ, સીએફઓ નેડ સેગલ અને લીગલ અફેર-પોલીસી હેડ વિજયા ગડ્ડેને બહારનો રસ્તો બતાવ્યો. મસ્કે તેમના પર આરોપ લગાવ્યો કે તેમણે તેને અને ટ્વિટરના રોકાણકારોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી એકાઉન્ટ્સની સંખ્યા વિશે ગેરમાર્ગે દોર્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે એલોન મસ્કની ટ્વિટર સાથે ડીલ પૂર્ણ થઈ ત્યારે અગ્રવાલ અને સેગલ ઓફિસમાં હાજર હતા. આ પછી તેમને ઓફિસની બહાર મોકલી દેવાયા હતા. જોકે, આ અંગે ટ્વિટર, એલોન મસ્ક કે કોઈ અધિકારી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

75% કર્મચારીઓ નોકરી કરી શકે છે
હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે ટ્વિટરમાં એલોન મસ્કની એન્ટ્રી બાદ કંપનીના કર્મચારીઓની નોકરી જઈ શકે છે. જો કે ત્યારબાદ એલોન મસ્કે તેનો ઇન્કાર કર્યો હતો.

એલોન મસ્ક કેમ ખરીદ્યું ટ્વિટર, પોતે જ સમજાવ્યું કારણ
એલોન મસ્કે ટ્વિટર ખરીદવા પાછળનું કારણ જણાવ્યું. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા તેમણે લખ્યું, “મેં ટ્વિટર કેમ ખરીદ્યું તે અંગે ઘણી અટકળો કરવામાં આવી હતી, પરંતુ તેમાંથી મોટા ભાગના ખોટા સાબિત થયા છે. મસ્કે જાહેર કર્યું કે તેમણે ટ્વિટર ખરીદ્યું છે જેથી આપણી ભાવિ સંસ્કૃતિમાં એક સામાન્ય ડિજિટલ જગ્યા હોય જ્યાં વિવિધ વિચારધારાઓ અને માન્યતાઓના લોકો કોઈપણ પ્રકારની હિંસા વિના તંદુરસ્ત ચર્ચા કરી શકે.
એલોન મસ્કે લખ્યું કે ટ્વિટર સાથેની ડીલ પૈસા કમાવવા માટે નથી થઈ. મેં આ સોદો માનવતા માટે કર્યો છે, જે મને ગમે છે. હું આ અત્યંત વિનમ્રતા સાથે કરી રહ્યો છું કારણ કે આવા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં નિષ્ફળતા શક્ય છે, તે ધ્યાનમાં લેવું જોઈએ.
ટ્વિટર ઓફિસ સિંક સાથે પહોંચ્યા
એલોન મસ્ક એક દિવસ પહેલા જ સાન ફ્રાન્સિસ્કો સ્થિત ટ્વિટરના હેડક્વાર્ટર પહોંચી ગયા હતા. તેમણે હેડક્વાર્ટરનો એક વિડિયો પણ ટ્વીટ કર્યો જેમાં કૅપ્શન છે 'Twitter HQમાં પ્રવેશ- ટેક ધેટ સિંક ઇન!' વીડિયોમાં એલોન મસ્કના હાથમાં એક સિંક પણ દેખાઈ રહ્યો હતો. હેડક્વાર્ટર પહોંચ્યાના થોડા સમય પછી, તેમણે પોતાના ટ્વિટર બાયોને અપડેટ કર્યું. તેમણે પોતાના બાયોમાં 'ચીફ ટ્વિટ' લખ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.