Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તોફાની વાવાઝોડાએ US ના દક્ષિણ વિસ્તારોમાં તબાહી મચાવી, 21 લોકોના મોત

અમેરિકામાં તોફાની વાવાઝોડા આવવા કોઇ નવાઈની વાત નથી. પણ હા, આ તોફાની વાવાઝોડા જ્યારે આવે છે મોટી તબાહી મચાવી જાય છે. તાજેતરમાં પણ કઇંક આવું જ બન્યું છે. અમેરિકાના દક્ષિણ વિસ્તારોમાં વિનાશક તોફાનો અને ટોર્નેડોએ ભારે તબાહી મચાવી છે. અમેરિકાના...
તોફાની વાવાઝોડાએ us ના દક્ષિણ વિસ્તારોમાં તબાહી મચાવી  21 લોકોના મોત
અમેરિકામાં તોફાની વાવાઝોડા આવવા કોઇ નવાઈની વાત નથી. પણ હા, આ તોફાની વાવાઝોડા જ્યારે આવે છે મોટી તબાહી મચાવી જાય છે. તાજેતરમાં પણ કઇંક આવું જ બન્યું છે. અમેરિકાના દક્ષિણ વિસ્તારોમાં વિનાશક તોફાનો અને ટોર્નેડોએ ભારે તબાહી મચાવી છે. અમેરિકાના સાઉથ અને મિડવેસ્ટમાં ટોર્નેડોના કારણે અત્યાર સુધીમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા છે. વળી ડઝનેક લોકો ઈજાગ્રસ્ત હોવાનું કહેવાય છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વિનાશક તોફાનના કારણે 21 લોકોના મોત
અમેરિકામાં આવેલા આ તોફાની વાવાઝોડાના કારણે દેશના 7 રાજ્યોમાં ડઝનબંધ મકાનોને નુકસાન પહોંચ્યું છે. વળી ઘણા વ્યવસાયોને અસર થઇ છે. આ વાવાઝોડામાં કેટલી શક્તિ હતી તબાહી મચાવવા માટે તેનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે, જ્યાથી પણ આ વિનાશક તોફાનો અને ટોર્નેડો પસાર થયું ત્યાના વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. આ વિનાશક તોફાનના કારણે અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા 21 લોકોમાંથી 7 લોકો ટેનેસી કાઉન્ટીના છે, જ્યારે 4 લોકો વેઈન, અરકાનસાસના છે, 3 લોકો સલીવમ, ઇન્ડિયાનાના છે. વળી ડઝનેક લોકો ઈજાગ્રસ્ત હોવાનું કહેવાય છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ પીડિતોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
રાજ્યભરમાં 60 થી વધુ ટોર્નેડો આવ્યા હોવાનું અનુમાન
નેશનલ વેધર સર્વિસના સ્ટોર્મ પ્રિડિક્શન સેન્ટર અનુસાર, શુક્રવાર અને શનિવારે રાજ્યભરમાં 60 થી વધુ ટોર્નેડો આવ્યા હોવાનું ધ વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં જણાવાયું છે. ન્યૂઝ એજન્સી અનુસાર, યુએસ રાજ્યના અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે બપોરે લિટલ રોક અને અરકાનસાસના અન્ય સ્થળોએ "મોટા અને વિનાશક ટોર્નેડો" ત્રાટક્યા હતા. જેમાં ઘણા ઘરો ધરાશાયી થયા હતા અને તેના કારણે ઘણા લોકોના મોત થયા હતા, તેમજ ઘણા ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. શહેરમાં શાળાઓ અને ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા હતા. અનેક જગ્યાએ ભારે તારાજી જોવા મળી હતી.
કટોકટીની સ્થિતિ જાહેર
અરકાનસાસમાં બહુવિધ ટોર્નેડોના અહેવાલોને પગલે રાજ્યપાલે શુક્રવારે બપોરે કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. જ્યારે અધિકારીઓએ જણાવ્યું હતું કે નોર્થ લિટલ રોકમાં એક વ્યક્તિ અને વેઈનમાં બે વ્યક્તિનું મોત થયું હતું. ખરાબ હવામાનના જવાબમાં મિઝોરીમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સે અહેવાલ આપ્યો હતો કે બેલ્વિડેરેમાં એક થિયેટરમાં છત તૂટી પડતાં શુક્રવારે રાત્રે ઉત્તરી ઈલિનોઈસમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય 28 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં 260 લોકો અંદર હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Advertisement

.