Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોરબી દુર્ઘટના પર સાકેત ગોખલેની એક ટ્વીટ પડી ભારે, થઈ ધરપકડ, જાણો શું કહે છે કાયદો

ગુજરાત પોલીસે જયપુરથી કરી ધરપકડPMશ્રીની મોરબી મુલાકાતમાં 30 કરોડ ખર્ચાયા હોવાનો દાવો કર્યો હતોઅમદાવાદ સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ છેટ્વીટર પર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અને મોરબી દુર્ઘટનાને લઈને TMCના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેએ (Saket Gokhale) ટ્વીટ કર્યું હતું કે, મોરબી દુર્ઘટના બાદ PM મોદીની મોરબી મુલાકાતમાં રૂ. 30 કરોડનો ખર્ચો થયો હોવાનો દાવો કર્યો હતો. તેમનું આ ટ્વીટ હવે ભાà
મોરબી દુર્ઘટના પર સાકેત ગોખલેની એક ટ્વીટ પડી ભારે  થઈ ધરપકડ  જાણો શું કહે છે કાયદો
  • ગુજરાત પોલીસે જયપુરથી કરી ધરપકડ
  • PMશ્રીની મોરબી મુલાકાતમાં 30 કરોડ ખર્ચાયા હોવાનો દાવો કર્યો હતો
  • અમદાવાદ સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ છે
ટ્વીટર પર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અને મોરબી દુર્ઘટનાને લઈને TMCના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેએ (Saket Gokhale) ટ્વીટ કર્યું હતું કે, મોરબી દુર્ઘટના બાદ PM મોદીની મોરબી મુલાકાતમાં રૂ. 30 કરોડનો ખર્ચો થયો હોવાનો દાવો કર્યો હતો. તેમનું આ ટ્વીટ હવે ભારે પડ્યું છે. TMCના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની ગુજરાત પોલીસે જયપુરથી ધરપકડ કરી લીધી છે.
સાકેટ ગોખલે (Saket Gokhale) મોરબી દુર્ઘટના (Morbi Tragedy) બાદ ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે એક રિપોર્ટ શેર કરીને વડાપ્રધાન મોદીની મોરબી મુલાકત પર રૂ. 30 કરોડ ખર્ચાયા હોવાનો દાવો કર્યો હતો. આ મામલે અમદાવાદ સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલે TMCના રાજ્યસભાના સાંસદ ડેરેક ઓબ્રાયને (Derek O'Brien) આને બદલાની રાજનીતિ ગણાવી છે પણ કાયદો શું કહે છે? કાયદાની પરિભાષામાં આ એક મોટો ગુનો છે. જો કોઈ સામાન્ય નાગરિક માટે પણ આ પ્રકારનું ટ્વીટ કરવામાં આવે છે તો તે ગુનાની શ્રેણીમાં આવે છે પણ જ્યારે વડાપ્રધાનશ્રીની વાત હોય તો ગંભીર બાબત ગણવામાં આવે છે.
શું કહે છે કાયદો?
સોશિયલ મીડિયા પર અનેકવાર લોકો એવી પોસ્ટ કરે છે જેનાથી કોઈને પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે તે પછી કોઈ સામાન્ય વ્યક્તિ હોય કે કોઈ ખાસ મોટું વ્યક્તિત્વ. કોઈ વિશે ભ્રામક, અફવા ફેલાવવી ગુનો છે. માનહાનિનો કેસ નોંધાઈ શકે છે અને વાત PMની હોય તો વડાપ્રધાનશ્રી (PM) પોતે તો કોઈના પર કેસ કરતા નથી પણ રાષ્ટ્રીય સેવક હોવાથી આવી પોસ્ટ કરનારા સામે ગુનો નોંધાઈ શકે છે. પોલીસ અધિકારી પોતે આ બાબત ધ્યાને લઈ સંબંધિત વ્યક્તિની ધરપકડ કરી શકે છે. તેના માટે અલગ-અલગ કલમો પણ છે. જે હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
આઈટી એક્ટ
સોશિયલ મીડિયા (Social Media) પર માનહાનિ કે અફવા ફેલાવવાના ગુનામાં આરોપી પર આઈટી એક્ટની કલમ 67 લગાવવામાં આવે છે. જે હેઠળ જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર કોઈ પણ વ્યક્તિ વાંધાજનક પોસ્ટ કરે અને તેનાથી નફરત કે અફવા ફેલાય, કોઈની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તો તેને આઈટી એક્ટનો (IT Act) દોષિત માનવામાં આવે છે.
માનહાનિ
કોઈ વ્યક્તિ વિરૂદ્ધ જાણીજોઈને આવી વાતોનો પ્રસાર કરવો જેનાથી તેના માન સમ્માનને ઠેસ પહોંચે તો તે કલમ 499 પ્રમાણે ગુનો માનવામાં આવશે. આ સિવાય એવી અનેક બાબતો જેનાથી અન્ય વ્યક્તિની સામાજીક પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે તો માનહાનિ હેઠળ કાર્યવાહી થાય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.