Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

TMC સાંસદ મહુઆ મોઇત્રાએ પ્નાઇવસીનો મુદ્દો ઉઠાવ્યો, ડીકેથલોન ઇન્ડિયાને ફરિયાદ કરી

આજકાલ મોલ અને બ્રાન્ડના સ્ટોરમાં ગ્રાહકો પાસેથી તેમની પર્સનલ ડિટેલ જેવી કે  મોબાઈલ નંબર, મેઇલ આઇ.ડી માંગવામાં આવે છે. રિટેલ સ્ટોર્સ કહે છે કે આનાથી તેમના માટે ગ્રાહકો વચ્ચે કંપનીના ડિસ્કાઉન્ટ અને ઑફર્સ વિશે જાણ કરવાનું સરળ બને છે, જ્યારે ઘણા ગ્રાહકો ફરિયાદ કરે છે કે આમ કરવાથી તેમની પ્રાઇવસી જોખમાય છે.કૃષ્ણનગરની લોકસભા સીટ પરના ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ પણ આ જ મુદ્દે અવાજ ઉઠાવà«
tmc સાંસદ મહુઆ મોઇત્રાએ પ્નાઇવસીનો મુદ્દો ઉઠાવ્યો  ડીકેથલોન ઇન્ડિયાને ફરિયાદ કરી
આજકાલ મોલ અને બ્રાન્ડના સ્ટોરમાં ગ્રાહકો પાસેથી તેમની પર્સનલ ડિટેલ જેવી કે  મોબાઈલ નંબર, મેઇલ આઇ.ડી માંગવામાં આવે છે. રિટેલ સ્ટોર્સ કહે છે કે આનાથી તેમના માટે ગ્રાહકો વચ્ચે કંપનીના ડિસ્કાઉન્ટ અને ઑફર્સ વિશે જાણ કરવાનું સરળ બને છે, જ્યારે ઘણા ગ્રાહકો ફરિયાદ કરે છે કે આમ કરવાથી તેમની પ્રાઇવસી જોખમાય છે.
કૃષ્ણનગરની લોકસભા સીટ પરના ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ પણ આ જ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે. ગુરુવારે તેમણે સ્પોર્ટિંગ બ્રાન્ડ ડીકેથલોન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમની ટ્વિટર પોસ્ટમાં મહુઆએ દિલ્હી-એનસીઆરના અંસલ પ્લાઝામાં ડીકેથલોન સ્ટોરમાં શોપિંગનો અનુભવ શેર કર્યો હતો.ત્યારથી અન્ય લોકો પણ તેમાં જોડાયા છે. 
Advertisement

શું છે સમગ્ર મામલો?
મહુઆ મોઇત્રાએ તેના પિતા માટે ડીકેથલોનમાંથી ટ્રાઉઝર ખરીદ્યું હતું. જ્યારે તે બિલિંગ કાઉન્ટર પર પહોંચ્યાં ત્યારે તેમને તેમનો ફોન નંબર અને ઈમેલ આઈડી આપવાનું કહેવામાં આવ્યું. આ વાતથી મહુઆને ગુસ્સો આવ્યો અને તેમણે ફોન નંબર આપવાની ના પાડી દીધી. 

તેમણે સ્ટોરની બહારથી આ ઘટના વિશે ટ્વીટ કર્યું, “અંસલ પ્લાઝામાં 1499 રૂપિયા રોકડા ચૂકવીને મારા પિતા માટે ટ્રાઉઝર ખરીદવા માંગુ છું પરંતુ મેનેજર મને શોપિંગ માટે મારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપવાનો આગ્રહ રાખે છે. મહુઆએ વધુમાં કહ્યું કે તમે આ રીતે પ્રાઈવસી અને કન્ઝ્યુમર લોનું ઉલ્લંઘન કરી રહ્યા છો.
Advertisement

પોસ્ટ વાયરલ
આ પછી તેમની પોસ્ટ વાયરલ થઈ હતી. મહુઆ મોઇત્રાને સુપ્રીમ કોર્ટના વકીલ તરફથી એક સંદેશ મળ્યો, જેનો સ્ક્રીનશોટ તેમણે તેમની ટાઇમલાઇન પર પોસ્ટ કર્યો. તેમણે કહ્યું હતું કે નંબર આપવાની જરૂર નથી. તેમને તમારી સિસ્ટમ ગોઠવવા માટે કહો. ડેકાથલોન સામે મહુઆ મોઇત્રાની ફરિયાદના જવાબમાં, સોશિયલ મીડિયા યુઝર્સે પણ ટ્વીટ્સ  કરી પોતાની વાત કહી  રહ્યાં છે. 
Tags :
Advertisement

.