Tirupati Tample : તિરુપતિ લાડુ વિવાદમાં કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, ઘી સપ્લાયર કંપનીને પૂછ્યા આ સવાલ
- તિરુપતિ લાડુ વિવાદ બાદ રાજકારણમાં ગરમાવો
- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક મોટું પગલું ભર્યું
- ઘી સપ્લાય કરતી કંપનીને નોટિસ ફટકારવામાં આવી
તિરુપતિ વેંકટેશ્વર મંદિર (Tirupati Tample)ના પ્રસાદમાં પશુઓની ચરબીની ભેળસેળના આરોપો બાદ રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક મોટું પગલું ભર્યું છે. ઘી સપ્લાય કરતી કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે મંત્રાલયને 4 કંપનીઓના સેમ્પલ મળ્યા હતા. જેમાંથી એક કંપનીના સેમ્પલ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થયા હતા. જેના કારણે ભેળસેળનો મામલો સામે આવ્યો હતો.
તિરુપતિ મંદિર (Tirupati Tample)ના લાડુમાં ચરબી મળી હોવાના દાવા બાદ આ મામલો વધુ વેગ પકડી રહ્યો છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના પૂર્વ અધ્યક્ષ વાયવી સુબ્બા રેડ્ડીએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે મામલાની તપાસ માટે ન્યાયાધીશની અધ્યક્ષતામાં સ્વતંત્ર સમિતિની રચના કરવાની માંગ કરી છે. જેથી લાડુ બનાવવા માટે ઘીમાં નીચી સામગ્રી અને પશુ ચરબીના આરોપોની તપાસ થઈ શકે.
Tirupati Laddu controversy | The Central Health Ministry issued a show cause notice to a ghee-supplying company. The ministry received samples from 4 companies, out of which one company's samples failed the quality test, revealing adulteration.
— ANI (@ANI) September 23, 2024
આ પણ વાંચો : ભારતમાં MPOX Clade 1 નો પ્રથમ કેસ નોંધાયો, UAE થી આવ્યો હતો Kerala...
તે જ સમયે, આંધ્રપ્રદેશની ચંદ્રબાબુ નાયડુ સરકારે પણ આ મામલાની તપાસ માટે SIT ની રચના કરી છે. જેથી કરીને આંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર (Tirupati Tample)ના લાડુમાં ભેળસેળ જેવી બાબતો ફરી સામે ન આવે. નાયડુનું કહેવું છે કે SIT ટૂંક સમયમાં પોતાનો રિપોર્ટ સોંપશે. જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો : Jharkhand : કેન્દ્રીય મંત્રીની કાર કીચડના ખાડામાં ફસાઈ, 'મામા' બહાર આવ્યા અને પછી... Video
પૂર્વ CM જગને PM મોદીને પત્ર લખ્યો હતો...
CM ચંદ્રબાબુ નાયડુ અને પૂર્વ CM જગન મોહન રેડ્ડી વચ્ચે તિરુપતિ લાડુ વિવાદ પર વિવાદ ચાલી રહ્યો છે. જે બાદ હવે YSRCP ચીફ જગન મોહન રેડ્ડીએ પણ PM મોદીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે નાયડુ પર તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની પવિત્રતાને કલંકિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. જગને PM મોદીને દેશ સમક્ષ સત્ય જાહેર કરવાની અપીલ પણ કરી છે.
આ પણ વાંચો : Chhattisgarh : રાજનાંદગાંવમાં વીજળી પડતા સ્કૂલના બાળકો સહિત 8 લોકોના મોત