Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આધાર કાર્ડના 4 અલગ-અલગ પ્રકાર છે, જાણો તમામની ખાસ વિશેષતાઓ...

આધાર કાર્ડ આજના સમયનું  એક મહત્વનું દસ્તાવેજ બની ગયું  છે. આજે કોઈ પણ કામ આધાર વગર કરવું મુશ્કેલ  બની જતું હોય છે. આધારકાર્ડએ બાકીના બધા દસ્તવેજોથી અલગ જ છે.તેમાં નાગરિકની બાયોમેટિક માહિતી નોંધવામાં  આવે છે.આધાર કાર્ડનો ઉપયોગ આપણે બાળકોની  શાળા, કોલેજમાં પ્રવેશ, બેંક ખાતું ખોલાવવા, મુસાફરી દરમિયાન, હોટેલ બુકિંગ, મિલકત ખરીદવા, બજારમાં રોકાણ કરવા માટે થાય છે. આધાર કાર્ડમાં દરેક નાગà
આધાર કાર્ડના 4 અલગ અલગ પ્રકાર છે  જાણો તમામની ખાસ વિશેષતાઓ
આધાર કાર્ડ આજના સમયનું  એક મહત્વનું દસ્તાવેજ બની ગયું  છે. આજે કોઈ પણ કામ આધાર વગર કરવું મુશ્કેલ  બની જતું હોય છે. આધારકાર્ડએ બાકીના બધા દસ્તવેજોથી અલગ જ છે.તેમાં નાગરિકની બાયોમેટિક માહિતી નોંધવામાં  આવે છે.
આધાર કાર્ડનો ઉપયોગ આપણે બાળકોની  શાળા, કોલેજમાં પ્રવેશ, બેંક ખાતું ખોલાવવા, મુસાફરી દરમિયાન, હોટેલ બુકિંગ, મિલકત ખરીદવા, બજારમાં રોકાણ કરવા માટે થાય છે. આધાર કાર્ડમાં દરેક નાગરિકની જરૂરી માહિતી જેમ કે તેનું નામ, ફોટો, જન્મ તારીખ, સરનામું વગેરે પણ નોંધવામાં આવે છે. 
આધાર કાર્ડ 
આ કાગળ આધારિત લેમિનેટેડ  કાર્ડ  છે. તેમાં જાહેર કરવાની તારીખ અને પ્રિન્ટની તારીખ સાથે સુરક્ષિત QR કોડ પણ છે. આધાર કાર્ડ આપણને પોસ્ટ દ્વારા મફતમાં  મોકલવામાં આવે છે. પરંતુ જો તે ખોવાઈ જાય તો તમારે નવા આધાર  કાર્ડ માટે 50 રૂપિયા ચૂકવવા પડશે.નોંધણી પછી નવું આધાર કાર્ડ જનરેટ કરવામાં  90 દિવસ જેટલો સમય લાગે છે.
ઈ-આધાર
ઈ-આધાર એ આધારની જ એક સુરક્ષિત ઈલેક્ટ્રોનિક નકલ છે.  તેમાં  ડીજીટલ સહી કરવામાં આવે છે. તમે UIDAIની વેબસાઈટ પર જઈને ઈ-આધાર ડાઉનલોડ કરી શકો છો. આ કાર્ડની વિશેષતા એ છે કે તમે તમારા ડાઉનલોડ કરેલ ઈ-આધારમાં તમારો નંબર છુપાવી શકો છો.
mAadhaar 
mAadhaarએ UIDAI દ્વારા વિકસિત એક અધિકૃત મોબાઇલ એપ્લિકેશન છે. કોઈપણ તેને ઇન્સ્ટોલ કરી શકે છે. આ એપ Google Play Store અને iOS પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. તેમાં તમે ઓફલાઇન ચકાસણી માટે આધાર સુરક્ષિત QR કોડ પણ છે. 
આધાર PVC કાર્ડ
આધાર PVC કાર્ડ એ UIDAI દ્વારા રજૂ કરવામાં આવેલ આધારનું સૌથી નવું સ્વરૂપ છે. તેને ગમે ત્યાં સરળતાથી લઈ જઈ શકાય છે. PVC આધારિત આધાર કાર્ડમાં  ડીજીટલ સહી કરેલ આધાર સુરક્ષિત QR કોડ હોય છે. તેમાં ફોટો અને વસ્તીને લગતી માહિતી જેવી ઘણી સુવિધાઓ તમે મેળવી શકો છો. તે uidai.gov.in અથવા Resident.uidai.gov.in દ્વારા પણ ઓનલાઈન લઈ શકાય છે. આ માટે તમારે 50 રૂપિયા ચૂકવવા પડશે. આધાર PVC કાર્ડ સ્પીડ પોસ્ટ દ્વારા ઘરે પહોંચાડવામાં આવે છે.
Advertisement
Tags :
Advertisement

.