Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Politics: દિલ્હીની ગાદીનો કાંટાળો તાજ કોને ? આ નામોની સૌથી વધુ ચર્ચા

દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ હશે તે અંગેનું સસ્પેન્સ હજુ યથાવત સીએમ પદ માટે આતિશી સૌથી આગળ દિલ્હી કેબિનેટમાં બે નવા મંત્રીઓનો સમાવેશ થઈ શકે બપોરે 12.00 વાગ્યા સુધીમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કેજરીવાલ સાંજે 4.30 કલાકે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને...
politics  દિલ્હીની ગાદીનો કાંટાળો તાજ કોને   આ નામોની સૌથી વધુ ચર્ચા
  • દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ હશે તે અંગેનું સસ્પેન્સ હજુ યથાવત
  • સીએમ પદ માટે આતિશી સૌથી આગળ
  • દિલ્હી કેબિનેટમાં બે નવા મંત્રીઓનો સમાવેશ થઈ શકે
  • બપોરે 12.00 વાગ્યા સુધીમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત
  • કેજરીવાલ સાંજે 4.30 કલાકે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મળી રાજીનામુ આપે તેવી સંભાવના

Delhi Politics :દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ હશે તે અંગેનું સસ્પેન્સ હજુ યથાવત છે અને નવા મુખ્યમંત્રી મુદ્દે રાજકારણ (Delhi Politics)પણ ગરમાયું છે. દરમિયાન એવા સમાચાર છે કે દિલ્હી કેબિનેટમાં બે કેબિનેટ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવી શકે છે. સીએમ પદ માટે આતિશી સૌથી આગળ દેખાઈ રહી છે, જ્યારે દિલ્હી કેબિનેટમાં બે નવા મંત્રીઓનો સમાવેશ થઈ શકે છે. નવી કેબિનેટમાં દલિત ધારાસભ્યને પણ સ્થાન મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા મુખ્યમંત્રીની રેસમાં સુનીતા કેજરીવાલનું નામ ક્યાંય નથી.

Advertisement

કેજરીવાલ આજે રાજીનામું આપશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મંગળવારે રાજીનામું આપે તેવી સંભાવનાને જોતા આમ આદમી પાર્ટી ધારાસભ્ય દળની આજે સવારે 11.30 કલાકે બેઠક મળશે, જેમાં નવા મુખ્યમંત્રીના નામ પર ચર્ચા કરવામાં આવશે. કેજરીવાલ સાંજે 4.30 કલાકે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મળશે અને આ દરમિયાન તેઓ રાજીનામું આપે તેવી શક્યતા છે. એક્સાઇઝ પોલિસી કેસમાં તિહાર જેલમાંથી જામીન પર મુક્ત થયા પછી, AAPના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે રવિવારે કહ્યું હતું કે તેઓ 48 કલાકની અંદર રાજીનામું આપશે અને દિલ્હીમાં વહેલી ચૂંટણીની માંગ કરશે.

આ પણ વાંચો----Delhi : Arvind Kejriwal નું રાજીનામું પીઆર સ્ટંટ... BJP એ કર્યો પલટવાર

Advertisement

બપોરે 12.00 વાગ્યા સુધીમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત

દિલ્હીના નવા મુખ્યમંત્રીની જાહેરાતને લઈને એક નવું અપડેટ સામે આવી રહ્યું છે. સવારે 11.30 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક બાદ બપોરે 12.00 વાગ્યા સુધીમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.

Advertisement

જ્યાં સુધી ઈમાનદારીનું પ્રમાણપત્ર નહીં મળે ત્યાં સુધી મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેસું

તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી લોકો તેમને ઈમાનદારીનું પ્રમાણપત્ર નહીં આપે ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રી પદ પર નહીં બેસે. કેજરીવાલે કહ્યું હતું કે તેઓ થોડા દિવસોમાં AAP ધારાસભ્યોની બેઠક કરશે અને પાર્ટીમાંથી કોઈ નેતા મુખ્યમંત્રી બનશે. AAPએ સોમવારે ઘણી બેઠકો યોજી હતી. કેજરીવાલે તેમના સત્તાવાર નિવાસસ્થાને રાજકીય બાબતોની સમિતિ (PAC), પક્ષની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થાના સભ્યો સાથે એક પછી એક બેઠકો યોજી અને આગામી મુખ્ય પ્રધાન અંગે તેમનો અભિપ્રાય માંગ્યો હતો. તેમણે ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા અને રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢા સહિતના વરિષ્ઠ નેતાઓને મુખ્ય પ્રધાન પદ માટે પક્ષની પસંદગી વિશે મળ્યા હતા.

આતિશી-ગોપાલ રાય સહિત અનેક દાવેદારો

પાર્ટીના આંતરિક સૂત્રોએ જણાવ્યું કે દિલ્હીના મંત્રીઓ આતિશી, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત અને સૌરભ ભારદ્વાજના નામ મુખ્યમંત્રી પદના સંભવિત દાવેદાર તરીકે ચર્ચામાં છે. વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલને પણ દાવેદાર માનવામાં આવે છે. તેમણે કહ્યું કે દિલ્હી વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર રાખી બિરલાન અને કોંડલીના ધારાસભ્ય કુલદીપ કુમાર પણ સંભવિત દાવેદાર છે. આ ઉપરાંત, લઘુમતી સમુદાયના સભ્યને પણ મુખ્ય પ્રધાન બનાવવામાં આવી શકે છે કારણ કે 2020ના દિલ્હી રમખાણો પછી પક્ષને સમુદાયમાં તેના સમર્થનમાં ઘટાડો જોવા મળ્યો છે, તેમ AAP સૂત્રોએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આવા સંજોગોમાં દિલ્હીના મંત્રી ઈમરાન હુસૈન ચૂંટાય તેવી પણ શક્યતા છે.

આ પણ વાંચો----Arvind Kejriwal આગામી 2 દિવસમાં CM પદ પરથી રાજીનામું આપશે, જાણો કોણ બનશે Delhi CM?

Tags :
Advertisement

.