Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

TESLA in INDIA : TESLA ની ભારતમાં એન્ટ્રીને લઈને આવ્યા મોટા સમાચાર

TESLA in INDIA : વિશ્વની જાણીતી અને મોટી કાર બ્રાન્ડ ગણાતી ટેસ્લા હવે ભારતમાં આવવાની તૈયારી કરી રહ્યું છે, ભારત સરકાર અને ટેસ્લા વચ્ચે અંતિમ તબક્કાની વાતચીત ચાલી રહી છે, જે લગભગ જલ્દી જ પૂર્ણ થશે. લાંબા સમયથી ભારતીય માર્કેટમાં...
tesla in india   tesla ની ભારતમાં એન્ટ્રીને લઈને આવ્યા મોટા સમાચાર
Advertisement

TESLA in INDIA : વિશ્વની જાણીતી અને મોટી કાર બ્રાન્ડ ગણાતી ટેસ્લા હવે ભારતમાં આવવાની તૈયારી કરી રહ્યું છે, ભારત સરકાર અને ટેસ્લા વચ્ચે અંતિમ તબક્કાની વાતચીત ચાલી રહી છે, જે લગભગ જલ્દી જ પૂર્ણ થશે. લાંબા સમયથી ભારતીય માર્કેટમાં એન્ટ્રી માટે ટેસ્લા પ્રયાસ કરી રહી છે ત્યારે હને હકારાત્મક સંકેત મળ્યા છે. મળતી  માહિતી  અનુસાર, એલોન મસ્કની ટેસ્લા ભારતમાં 30 અરબ રૂપિયાનું રોકાણ કરવાની તૈયારી કરી રહી છે.

Advertisement

TESLA in INDIA : જેમ જેમ ભારત નવી ઈલેક્ટ્રિક વ્હીકલ નીતિનો મુસદ્દો તૈયાર કરવાની નજીક પહોંચી રહી છે તેમ ટેસ્લા ભારતમાં પ્રવેશવા અને આગામી પાંચ વર્ષમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લગભગ 30 અરબ રૂપિયાનું રોકાણ કરવા માટે વાટાઘાટો કરી રહી છે.30 બિલિયન ડૉલરનું આ રોકાણ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવવા, સંબંધિત ઉદ્યોગ કંપનીઓ ખોલવાથી લઈને માર્કેટિંગ અને અન્ય વસ્તુઓ પર ખર્ચ કરાશે. કંપનીના સત્તાવાર બિઝનેસ પ્લાન સાથે નજીકથી જોડાયેલા લોકોએ આ વાતનો ખુલાસો કર્યો છે.

Advertisement

TESLA in INDIA : આ રોકાણમાં વ્યાપક વિકાસશીલ વિશ્વ માટે ભારતીય પ્લાન્ટમાંથી નવી નાની કારના ઉત્પાદન માટે 3બિલિયન ડોલરનું પ્રત્યક્ષ અને તાત્કાલિક રોકાણ સામેલ છે, આ ઉત્પાદન સાહસને ટેકો આપવા માટે અન્ય ભાગીદારો તરફથી 10 બિલિયન ડોલરની પ્રતિબદ્ધતા સાથે અને બેટરી ઉદ્યોગ ઇકોસિસ્ટમ માટે અન્ય 15 બિલિયન ડોલરનું રોકાણ થઈ શકે છે.

કેન્દ્ર સરકારની EV નીતિની રાહ જોવાઈ રહી છે
કેન્દ્રની મોદી સરકાર EV નીતિને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે. આ પોલિસી ટેસ્લાને ભારતમાં લાવવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવશે. રિપોર્ટ અનુસાર, જો નવી પોલિસીમાં વિદેશમાં બનેલી EV પરની આયાત ડ્યૂટી ઘટાડવામાં આવશે તો ટેસ્લા ભારતમાં આવવાની પોતાની યોજનાઓને વેગ આપશે.

ટેસ્લા તેના ઉત્પાદિત ઉત્પાદનોને પહેલા ભારતમાં લોન્ચ કરવા માંગે છે
મળતી માહિતી અનુસાર, ટેસ્લા તેના ઉત્પાદિત ઉત્પાદનોને પહેલા ભારતમાં લોન્ચ કરવા માંગે છે. તે જ સમયે, તે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ કામ કરવાનું શરૂ કરશે. તે મેડ ઈન ઈન્ડિયા કાર પણ બનાવવા માંગે છે. આ માટે ફેક્ટરી બનાવવામાં લગભગ 3 વર્ષ લાગશે. કંપની ભારતમાંથી EV કારની નિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.

ઈલોન મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસક છે
મળતી માહિતી અનુસાર ટેસ્લાના માલિક ઈલોન મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફેન છે. તે પીએમ દ્વારા દેશને આગળ લઈ જવાના પ્રયાસોની પ્રશંસા કરે છે. એલોન મસ્ક અને પીએમ મોદી ગયા વર્ષે જૂનમાં ન્યૂયોર્કમાં મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે પીએમ મોદીએ તેમને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે. આ અંગે તેઓ ગંભીરતાથી વિચાર પણ કરી રહ્યા છે.જોકે, ભારત સરકાર દેશમાં EVsને પ્રોત્સાહન આપી રહી છે. પરંતુ, કંપનીના કહેવા પ્રમાણે તે કોઈ છૂટ આપવા તૈયાર નથી.

આ  પણ  વાંચો  - Citigroup : બેંક સિટીગ્રુપ કરશે કર્મચારીઓ છટણી,20 હજાર લોકો થશે બેકાર

Tags :
Advertisement

.

×