Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

.....તો 1લી નવેમ્બરથી તમારે નહીં આવે OTP, ટ્રાઇ અને ટેલિકોમ કંપનીઓ વચ્ચે થઇ રહ્યું છે આયોજન

ઓન લાઇન સેફ્ટી માટે ટેલિકોમ કંપનીઓએ કોઈપણ મેસેજને બ્લોક કરવો પડશે તમામ વ્યવહાર અને સેવા સંદેશાઓનો ટ્રેસેબિલિટી રેકોર્ડ રહે તેવો પ્રયાસ ઇન્ટરનેશનલ સ્પૂફ કોલ પ્રિવેન્શન સિસ્ટમની જાહેરાત OTP : ટ્રાઈના નિયમો મુજબ, ટેલિકોમ કંપનીઓએ કોઈપણ મેસેજને બ્લોક કરવો પડશે...
     તો 1લી નવેમ્બરથી તમારે નહીં આવે otp  ટ્રાઇ અને ટેલિકોમ કંપનીઓ વચ્ચે થઇ રહ્યું છે આયોજન
Advertisement
  • ઓન લાઇન સેફ્ટી માટે ટેલિકોમ કંપનીઓએ કોઈપણ મેસેજને બ્લોક કરવો પડશે
  • તમામ વ્યવહાર અને સેવા સંદેશાઓનો ટ્રેસેબિલિટી રેકોર્ડ રહે તેવો પ્રયાસ
  • ઇન્ટરનેશનલ સ્પૂફ કોલ પ્રિવેન્શન સિસ્ટમની જાહેરાત

OTP : ટ્રાઈના નિયમો મુજબ, ટેલિકોમ કંપનીઓએ કોઈપણ મેસેજને બ્લોક કરવો પડશે જેમાં અનિયમિત સેન્ડિંગ ચેઈન હોય, જેના કારણે OTP અને અન્ય મહત્વપૂર્ણ ચેતવણીઓમાં વિક્ષેપ આવી શકે છે.

તમામ વ્યવહાર અને સેવા સંદેશાઓનો ટ્રેસેબિલિટી રેકોર્ડ રહે

સરકારથી લઈને ટેલિકોમ કંપનીઓ અને સામાન્ય માણસ દરરોજ થઈ રહેલા કૌભાંડોથી પરેશાન છે. જેને ખતમ કરવા માટે દરરોજ આયોજન કરવામાં આવી રહ્યું છે પરંતુ કોઈ ઉકેલ દેખાતો નથી. તાજેતરમાં જ ભારતીય ટેલિકોમ કંપનીઓ Jio, Vodafone Idea અને Airtel એ TRAI દ્વારા OTP ના નવા નિયમો અંગે તેમની ચિંતા વ્યક્ત કરી છે, જેમાં OTP ને બ્લોક કરવાની જોગવાઈ છે. આ નવો નિયમ 1 નવેમ્બરથી અમલમાં આવશે અને આ અંતર્ગત ટેલિકોમ કંપનીઓએ એ સુનિશ્ચિત કરવું પડશે કે ઈ-કોમર્સ પ્લેટફોર્મ, બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા મોકલવામાં આવતા તમામ વ્યવહાર અને સેવા સંદેશાઓનો ટ્રેસેબિલિટી રેકોર્ડ રહે.

Advertisement

હવે નવેમ્બરની સમયમર્યાદા નજીક

ટ્રાઈએ શરૂઆતમાં ટેલિકોમ ઓપરેટર્સને ઓગસ્ટ 2023માં બેન્કો અને નાણાકીય સંસ્થાઓ તરફથી મોકલેલા સંદેશાઓને ટ્રેક કરવા માટે નિર્દેશ આપ્યો હતો, પરંતુ હવે નવેમ્બરની સમયમર્યાદા નજીક આવી રહી છે અને ટેલિકોમ કંપનીઓ તેનું પાલન કરવા માટે તૈયાર છે, જોકે ઘણી અગ્રણી સંસ્થાઓ (PEs) અને ટેલિમાર્કેટર્સ હજુ પણ ફેરફાર માટે તૈયાર નથી.

Advertisement

આ પણ વાંચો----Reliance નો મોટો નિર્ણય, Jio સિનેમા થઈ શકે છે બંધ?

PE એ વધારાના 2 મહિનાનો સમય માંગ્યો

પાલનમાં વિલંબને કારણે, PE એ તેમની સિસ્ટમ અપડેટ કરવા અને મેસેજિંગમાં વિક્ષેપ ટાળવા માટે વધારાના 2 મહિનાનો સમય માંગ્યો છે. આ વિસ્તરણ સાથે, સમગ્ર દેશમાં ગ્રાહકોને OTP અને ટ્રાન્ઝેક્શન સંદેશામાં મોટા પાયે વિક્ષેપની ઝંઝટમાંથી બચાવી શકાય છે.

ઇન્ટરનેશનલ સ્પૂફ કોલ પ્રિવેન્શન સિસ્ટમની જાહેરાત

આ સિવાય કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તાજેતરમાં નવી સિસ્ટમ, ઇન્ટરનેશનલ સ્પૂફ કોલ પ્રિવેન્શન સિસ્ટમની જાહેરાત કરી છે. આ સિસ્ટમ ભારતીય ગ્રાહકોને છેતરપિંડીભર્યા કોલથી બચાવવા માટે બનાવવામાં આવી છે જેમાં વિદેશી નંબરોને ભારતીય નંબરો (+91) તરીકે દર્શાવામાં આવે છે. સાયબર ગુનેગારો આ છટકબારીનો ફાયદો ઉઠાવી સરકારી અધિકારી તરીકે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે.

આ પણ વાંચો----સરકારનાં આ નિર્ણયથી એરટેલ, BSNL, Jio અને Vi નાં કરોડો યુઝર્સ ખુશ!

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Ahmedabad: શાહપુરમાં ધોળા દિવસે ક્રાઈમની ઘટના, બે શખ્સોએ દુકાનદાર પર હુમલો કરી લૂંટ ચલાવી

featured-img
મનોરંજન

Actor Threaten:'પરિણામ ખતરનાક આવશે...!' રાજપાલ યાદવ, રેમો ડિસોઝા અને સુગંધા મિશ્રાને મળી ધમકી

featured-img
Top News

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડનો મોટો નિર્ણય, સમસ્યાના સમાધાન માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો

featured-img
સ્પોર્ટ્સ

IND vs ENG T20: પ્રથમ T20 મેચમાં ભારતની શાનદાર જીત, અભિષેકની ધમાકેદાર ફિફ્ટી

featured-img
Top News

Dwarka: દ્વારકાધીશ મંદિર પાસેના 100 મીટરના વિસ્તારમાં ગેરકાયદેસર દુકાનો તોડી પાડવામાં આવી

featured-img
રાષ્ટ્રીય

ગર્લ્સ હોસ્ટેલમાં ત્રણ દિવસ રોકાયા આસિસ્ટન્ટ ડાયરેક્ટર, પછી થઇ ગયો મોટો કાંડ

×

Live Tv

Trending News

.

×