સૂર્યા અને કોહલીની જોવા મળી વિરાટ ઇનિંગ, નેધરલેન્ડને આપ્યો 180 રનનો ટાર્ગેટ
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)માં આજે સિડનીમાં ભારત અને નેધરલેન્ડ (IND vs NED) વચ્ચે મેચ રમાઈ રહી છે. ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા ટીમ ઈન્ડિયાએ 2 વિકેટે 179 રન બનાવ્યા છે. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 62 રન બનાવ્યા છે. આ સાથે જ કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે પણ અડધી સદી ફટકારી છે. જણાવી દઈએ કે ભારત-નેધરલેન્ડની ટીમો 11 વર્ષ બાદ આમને-સામને છે.સતત બીજી મેચમાં રાહુલનું બેટ રહ્યું શાંતT20 વર
Advertisement
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)માં આજે સિડનીમાં ભારત અને નેધરલેન્ડ (IND vs NED) વચ્ચે મેચ રમાઈ રહી છે. ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા ટીમ ઈન્ડિયાએ 2 વિકેટે 179 રન બનાવ્યા છે. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 62 રન બનાવ્યા છે. આ સાથે જ કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે પણ અડધી સદી ફટકારી છે. જણાવી દઈએ કે ભારત-નેધરલેન્ડની ટીમો 11 વર્ષ બાદ આમને-સામને છે.
સતત બીજી મેચમાં રાહુલનું બેટ રહ્યું શાંત
T20 વર્લ્ડ કપ 2022માં પોતાની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ નેધરલેન્ડ સામે જીતવા માટે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે અણનમ અડધી સદી ફટકારી હતી. ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હોતી. વાઇસ કેપ્ટન કેએલ રાહુલ ત્રીજી ઓવરમાં માત્ર 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સતત બીજી મેચમાં રાહુલનું બેટ શાંત રહ્યું છે. નેધરલેન્ડના બોલરોએ પ્રથમ 6 ઓવરમાં જ પોતાની પકડ મજબૂત કરી લીધી હતી.
સૂર્યકુમાર અને વિરાટે કરી 95 રનની ભાગીદારી
પાવરપ્લેમાં ભારત 1 વિકેટના નુકસાને 32 રન જ બનાવી શક્યું હતું. ભારતે 9મી ઓવરમાં 50 રન પૂરા કર્યા હતા. 10 ઓવર સુધી ટીમ ઈન્ડિયાનો સ્કોર 1 વિકેટના નુકસાને 67 રન હતો. આ દરમિયાન રોહિત અને કોહલી વચ્ચેની અડધી સદીની ભાગીદારી પણ પૂરી થઈ હતી. વેગ પકડતા રોહિત શર્માએ પણ 35 બોલમાં પોતાની 29મી અડધી સદી ફટકારી હતી, પરંતુ તે 53 રન બનાવીને ક્લાસેનનો શિકાર બન્યો હતો. આ પછી કોહલીને સપોર્ટ કરવા આવેલા સૂર્યકુમાર યાદવે 95 રનની ભાગીદારી કરીને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી હતી.
Advertisement
વિરાટ અને સૂર્યકુમાર અણનમ રહ્યા
વિરાટ કોહલીએ 37 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ ઇનિંગના આધારે તે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ક્રિસ ગેલને પછાડીને બીજા સ્થાને પહોંચી ગયો છે. ઈનિંગના છેલ્લા બોલ પર સૂર્યકુમાર યાદવે સિક્સર ફટકારી હતી અને 25 બોલમાં 51 રન બનાવ્યા હતા. કોહલી 62 રને અણનમ રહ્યો હતો.
Advertisement
નેધરલેન્ડ્સ (પ્લેઇંગ ઇલેવન):
વિક્રમજીત સિંઘ, મેક્સ ઓ'ડાઉડ, બાસ ડી લીડ, કોલિન એકરમેન, ટોમ કૂપર, સ્કોટ એડવર્ડ્સ, ટિમ પ્રિંગલ, લોગન વાન બીક, શારિઝ અહેમદ, ફ્રેડ ક્લાસેન, પોલ વાન મીકરેન
ભારત (પ્લેઇંગ ઇલેવન):
કેએલ રાહુલ, રોહિત શર્મા (c), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (wt), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ