Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુનકનું PM બનવું બ્રિટિશ હિન્દુઓ માટે 'ઓબામા મુમેન્ટ', હિન્દુ મંદિરના નેતાનું નિવેદન

ભારતીય મૂળના ઋષિ સુનકના બ્રિટનના પ્રધાનમંત્રી બનવાની ઘટનાને બ્રિટનના એક હિંદુ મંદિરના નેતા દ્વારા 'ઓબામા મુમેન્ટ' તરીકે ઓળખવામાં આવી છે.  તેમણે કહ્યું કે ઓબામાના અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાની ઘટના અને ઋષિ સુનકના બ્રિટનના પ્રધાનમંત્રી બનવાની ઘટના બિલકુલ સરખી છે..તેમણે કહ્યું કે તે સમયે અમેરિકાના અશ્વેતોને જેટલો આનંદ હતો તેટલોજ આનંદ આજે બ્રિટનના હિન્દુઓને છે. આ વાત યુકેના એ હિà
સુનકનું pm બનવું બ્રિટિશ હિન્દુઓ માટે  ઓબામા મુમેન્ટ   હિન્દુ મંદિરના નેતાનું નિવેદન
ભારતીય મૂળના ઋષિ સુનકના બ્રિટનના પ્રધાનમંત્રી બનવાની ઘટનાને બ્રિટનના એક હિંદુ મંદિરના નેતા દ્વારા 'ઓબામા મુમેન્ટ' તરીકે ઓળખવામાં આવી છે.  તેમણે કહ્યું કે ઓબામાના અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાની ઘટના અને ઋષિ સુનકના બ્રિટનના પ્રધાનમંત્રી બનવાની ઘટના બિલકુલ સરખી છે..તેમણે કહ્યું કે તે સમયે અમેરિકાના અશ્વેતોને જેટલો આનંદ હતો તેટલોજ આનંદ આજે બ્રિટનના હિન્દુઓને છે. 
આ વાત યુકેના એ હિંદુ મંદિરના નેતા દ્વારા કહેવામાં આવી જેને સુનકના દાદા દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર એટલે વેદિક સોસાયટી હિન્દુ મંદિર'જે લંડનથી 110 કિમી દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે. તેનું નિર્માણ 1971માં ઋષિ સુનકના દાદા રામદાસ સુનકે કરાવ્યું હતું. ધ ઈન્ડિપેન્ડન્ટ અખબારના અહેવાલ મુજબ સુનકના પિતા યશવીર 1980ના દાયકામાં સાઉધમ્પ્ટનમાં આ મંદિરના ટ્રસ્ટી હતા.
સુનક અવાર-નવાર આ મંદિરે જાય છે
ઋષિ સુનક અવાર-નવાર  હેમ્પશાયર શહેરમાં સ્થિત આ મંદિરની મુલાકાત લે છે. છેલ્લી વખત તેઓ જુલાઈમાં અહીં આવ્યા હતા અને ભક્તોને ભોજન કરાવ્યું હતું. તેમનો પરિવાર દર વર્ષે અહીં ભોજન સમારંભનું આયોજન કરે છે 
શા માટે આ 'ઓબામા મુમેન્ટ' ?
 
અહેવાલમાં જણાવાયું છે કે સંજય ચંદ્રાનાએ બ્રિટનના પ્રથમ બ્રિટિશ એશિયન વડા પ્રધાન તરીકે સુનકની વરણીની ઉજવણી કરી હતી. સુનક દેશના પહેલા હિન્દુ વડાપ્રધાન છે. ચંદ્રાનાએ કહ્યું કે આ ગર્વની ક્ષણ છે. મંદિર અત્યારે ગુંજી રહ્યું છે અને ઘણા લોકો સુનક સાથેની તેમની તસવીરો બતાવી રહ્યા છે. તેમણે કહ્યું કે બ્રિટનના હિન્દુઓ માટે આ 'બરાક ઓબામા મુમેન્ટ'છે. ઓબામા જ્યારે અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારે અશ્વેતો જે લાગણી અનુભવતા હતા તેવી લાગણી આજે બ્રિટનમાં રહેતા ભારતીયો અનુભવી રહ્યા છે. 
ઓબામા 2009માં પ્રમુખ તરીકે ચૂંટાયા હતા
ઉલ્લેખનીય છે કે બરાક ઓબામા પ્રથમ આફ્રિકન અમેરિકન રાષ્ટ્રપતિ હતા.તેઓ 2009માં અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.ચંદ્રાનાએ કહ્યું કે સુનકની વડા પ્રધાન તરીકે નિમણૂકનો અર્થ એ છે કે સમગ્ર બ્રિટન એક થઈ ગયું છે.તે દેશને એક કરશે,કારણ કે તે ધાર્મિક રીતે હિંદુ ધર્મનું પાલન કરે છે અને આપણા મૂળ મૂલ્યોમાંનું એક છે કે આખું વિશ્વ આપણું કુટુંબ છે. અમે એકતામાં માનીએ છીએ. સુનક માટે સૌથી મોટો પડકાર દેશની આર્થિક સ્થિતિ અને રાજકીય અનિશ્ચિતતા છે. 
Advertisement
Tags :
Advertisement

.