આવો માર વિદ્યાર્થીઓના શરીર પર જ નહીં, માનસિકતા પર પણ લાંબા સમય સુધી છાપ છોડે છે
શિક્ષક વિદ્યાર્થીને જ્ઞાન આપે અને જો તે ભૂલ કરે તો ટકોર કરે અને કદાચ થોડી સજા પણ કરે પરંતુ કેટલાક એવા શિક્ષકો હોય છે જે જાણે વિદ્યાર્થી કોઈ મોટો રીઢો ગુનેગાર હોય તેવું વર્તન કરતા હોય છે. ત્યારે કામરેજમાં આવા જ એક નિર્દયી શિક્ષકે વિદ્યાર્થીને માર્યો છે ઢોરમાર. સમગ્ર ઘટનાનો વીડિયો જોઈ તમે પણ કહેશો, આવા તો હોતા હશે શિક્ષક?સુરતના કામરેજ તાલુકાના ખોલવડ ગામમાં દેવર્શી IIM સ્કૂલમાં ધોરણ
શિક્ષક વિદ્યાર્થીને જ્ઞાન આપે અને જો તે ભૂલ કરે તો ટકોર કરે અને કદાચ થોડી સજા પણ કરે પરંતુ કેટલાક એવા શિક્ષકો હોય છે જે જાણે વિદ્યાર્થી કોઈ મોટો રીઢો ગુનેગાર હોય તેવું વર્તન કરતા હોય છે. ત્યારે કામરેજમાં આવા જ એક નિર્દયી શિક્ષકે વિદ્યાર્થીને માર્યો છે ઢોરમાર. સમગ્ર ઘટનાનો વીડિયો જોઈ તમે પણ કહેશો, આવા તો હોતા હશે શિક્ષક?
સુરતના કામરેજ તાલુકાના ખોલવડ ગામમાં દેવર્શી IIM સ્કૂલમાં ધોરણ-7ના વિદ્યાર્થીને ઢોર મારવાની ઘટના બની છે. સમગ્ર ઘટનાના CCTV ફુટેજ સામે આવ્યા છે. વિદ્યાર્થી જાણે કોઈ મોટો ગુનેગાર હોય તેમ શિક્ષક વિદ્યાર્થીને હાથમાં છડી લઈને ઢોર માર મારી રહ્યો છે. સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. શિક્ષાના ધામમાં બાળકને આ રીતે માર મારવાની ઘટનાથી વાલીઓ પણ હેબતાઈ ગયા છે. તે વાયરલ થયેલા વીડિયોમાં શિક્ષક વિદ્યાર્થીને બેરહેમીપૂર્વક માર મારતા નજરે પડ્યા. ત્યારે અહીં કેટલાક સવાલ ઉભા થાય છે.
- કુમળા વિદ્યાર્થીઓને કેમ મારવામાં આવે છે ઢોરમાર?
- શિક્ષણમાં સજાના નામે ઢોરમાર કેમ?
- વિદ્યાર્થીઓને માર મારતા દયા ન આવી?
- કેમ આટલા નિર્દયી બની રહ્યા છે શિક્ષકો?
- શાળા સંચાલકો આવા શિક્ષકોનો કેમ કરે છે બચાવ?
અહીં તો સંચાલકો લાજવાના બદલે ગાજતા જોવા મળ્યા હતા. અહીં શિક્ષકે વિદ્યાર્થીને એ હદે માર્યા કે તેમના શરીર પર ચાબખા પડી ગયા. હાલ વાલી શાળા પાસે યોગ્ય ન્યાયની માગણી કરી રહ્યા છે. આવો માર વિદ્યાર્થીઓના શરીર પર જ નહીં પરંતુ તેમના માનસિકતા પર પણ લાંબા સમય સુધી છાપ છોડી દેતા હોય છે.
Advertisement