વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલે યુવતીને કહ્યું, મારે તને કિસ કરી તારું ફિગર જોવું છે..
વડોદરામાં આવેલી વિશ્વવિખ્યાત એમ એસ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થી નેતાએ વડોદરાની સંસ્કારી નગરની છબીને ધબ્બો લગાડ્યો છે. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા રાતોરાત બની બેઠેલા વિદ્યાર્થી નેતાઓના કારણે યુનિવર્સિટીની ગરિમાને લાંછન લાગ્યું છે. યુનિવર્સિટીના એક વિદ્યાર્થી નેતાની વોટસએપ ચેટ વાયરલ થઇ છે જેમાં આ વિદ્યાર્થી નેતાએ એક યુવતીને કહ્યું છે કે મારે તને કિસ કરી તારું ફિગર જોવું છે....àª
વડોદરામાં આવેલી વિશ્વવિખ્યાત એમ એસ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થી નેતાએ વડોદરાની સંસ્કારી નગરની છબીને ધબ્બો લગાડ્યો છે. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા રાતોરાત બની બેઠેલા વિદ્યાર્થી નેતાઓના કારણે યુનિવર્સિટીની ગરિમાને લાંછન લાગ્યું છે. યુનિવર્સિટીના એક વિદ્યાર્થી નેતાની વોટસએપ ચેટ વાયરલ થઇ છે જેમાં આ વિદ્યાર્થી નેતાએ એક યુવતીને કહ્યું છે કે મારે તને કિસ કરી તારું ફિગર જોવું છે....
વડોદરા સ્થિત એમ એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવો એ ફક્ત ગુજરાત જ નહિ સમગ્ર દેશના વિદ્યાર્થીઓનું સપનું હોય છે અને આ યુનિવર્સિટી માં પ્રવેશ મેળવવા સેકડો વિદ્યાર્થીઓ ભારે જેહમત ઉઠાવતા હોય છે તેવામાં એડમિશન કરાવી આપવાના બહાને એક વિદ્યાર્થીની સાથે બીભત્સ માંગણી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવતા વિદ્યાર્થી આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે...
એમ એસ યુનિવર્સિટી ના કહેવાતા વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલ હાલ ભારે ચર્ચામાં છે. પંકજ પર આરોપ છે કે તેણે એડમિશન અપાવવાના બહાને વિદ્યાર્થીની પાસે બીભત્સ માંગણી કરી હતી.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં હાલ એક વોટ્સેપ ચેટ ને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે.આ ચેટ અંગે વાત કરવામાં આવે તો પોતાની જાતને વિદ્યાર્થી આગેવાન અને નેતા ગણાવતા એવા પંકજ જયસ્વાલ અને એક વિદ્યાર્થીની ની વોટ્સેપ ચેટ વાયરલ થઈ છે જેમાં એક વિદ્યાર્થીની એમ એસ યુનિવર્સિટી માં એડમિશન મેળવવા પંકજ જયસ્વાલને આજીજી કરી રહી છે. તક નો લાભ ઉઠાવી કહેવાતા વિદ્યાર્થી નેતા પંકજ દ્વારા આ વિધાર્થીની પાસે એડમિશન ના બદલામાં અભદ્ર માંગણી કરવામાં આવી રહી છે અને ચેટ અનુસાર પંકજ વિદ્યાર્થીનીને પોતાની બે ઈચ્છા પૂર્ણ કરવા કહી રહ્યો છે જેમાં એક ઈચ્છા વિદ્યાર્થીની ને કિસ કરવાની તો બીજી ઇચ્છા વિદ્યાર્થીની નું ફિગર જોવાની વ્યક્ત કરવામાં આવી છે.બાદમાં ડઘાઈ ગયેલી વિદ્યાર્થીની દ્વારા કોઈ ઉત્તર ન અપાતા પંકજ માફી માંગતો હોય તેવા કેટલાક ચેટ સામે આવ્યા છે.
પંકજ ના અભદ્ર વોટ્સેપ ચેટ વાઇરલ થતા ની સાથે જ યુનિવર્સિટીનું રાજકારણ ગરમાયું છે. ABVP વિદ્યાર્થી સંગઠન દ્વારા પંકજના અભદ્ર વોટ્સેપ ચેટ મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને ત્યાર બાદ પંકજને યુનિવર્સિટીમાંથી બરતરફ કરવાની માંગ સાથે હેડ ઓફિસ ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું.
ABVP મેદાને ઉતાર્યા ની સાથેજ સવારથી ભૂગર્ભ માં ઉતરેલો પંકજ અચાનક સક્રિય થયો અને વિવાદ થયાના કલાકો બાદ અચાનક પત્રકાર પરિષદ યોજીને શાહુકારની જેમ પોતાનો લુલો બચાવ કરવા માંડ્યો હતો. પંકજે જણાવ્યું હતું કે આગામી 2022ની યુનિવર્સિટીની ચુંટણીને ધ્યાનમાં રાખીને તેને કેટલાક સંગઠનો દ્વારા તેને બદનામ કરવામાં આવી રહ્યો છે.વાયરલ થયેલી ચેટ માં જે વિદ્યાર્થીનીનો ઉલ્લેખ છે તે તેની વર્ષો જૂની મિત્ર છે.જો તેને વિદ્યાર્થીની પાસે અભદ્ર માંગણી કરી તો વિદ્યાર્થીની એ પોલીસ ફરિયાદ કેમ ના કરી તેવો સવાલ પંકજે ઉઠાવ્યો હતો.
દરેક યુવતીને પોતાની આબરૂ વહાલી હોય તો સ્વાભાવિક છે કે પોતાની જાતને વગદાર નેતા ગણાવતા પંકજ સામે કોઈ પણ વિદ્યાર્થી ફરિયાદ કરતા પહેલા પોતાના ભવિષ્યની ચિંતા કરે અને ડરના કારણે ફરિયાદ ન પણ નોંધાવે ત્યારે અહી સવાલ એ ઊભો થાય કે જો પંકજને બદનામ કરવા બનાવટી વોટ્સેપ ચેટ વાઇરલ કરવામાં આવી છે તો ઘટના ના આટલા કલાકો સુધી પંકજને કેમ પોલીસ ફરિયાદ નોંધવાનું ભાન ન પડ્યું ? આખરે મોડેમોડે જાગેલો પંકજ કેમ સુફિયાણી વાતો કરી રહ્યો છે ??
જોકે સમગ્ર મામલે હાલ બે વિદ્યાર્થી સંગઠનો સામસામે આવી ગયા છે. એક વિદ્યાર્થી સંગઠન પંકજની ભૂલ સ્વીકારવા તૈયાર નથી તો બીજું વિદ્યાર્થી સંગઠન ટૂંક સમયમાં ભોગ બનનાર પીડિતાને મીડિયા સમક્ષ હાજર કરવાનો દાવો કરી રહ્યું છે.ત્યારે શું પોતાની જાતને નિર્દોષ ગણાવતો પંકજ પોલીસ ફરિયાદ નોંધાવે છે કે ભોગ બનનાર પીડિતા ? એ તો આવનારો સમય જ બતાવશે. સમગ્ર મામલે આવનાર સમયમાં યુનિવર્સિટીનો માહોલ ગરમાય તો નવાઈ નહિ.....
Advertisement