Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શેરબજાર તેજી સાથે બંધ, સેન્સેક્સ 257 પોઈન્ટના વધારા સાથે 59031 પોઈન્ટ પર બંધ

સવારે લાલ નિશાન સાથે ખુલ્યા બાદ આજે આખો દિવસ બજારમાં ઉતાર ચડાવ જોવા મળ્યો. કડાકા સાથે ખુલ્યા બાદ બજારમાં સારી રિકવરી જોવા મળી જે લગભગ આખો દિવસ રહી. છેલ્લે બજાર બંધ થયા ત્યારે લીલા નિશાન સાથે સેન્સેક્સ-નિફ્ટી બંધ થયા. નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 86.80 પોઈન્ટના વધારા સાથે 17577.50ના સ્તરે બંધ થયો જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 257.43 પોઈન્ટના વધારા સાથે 59031.30ના સ
શેરબજાર તેજી સાથે બંધ  સેન્સેક્સ 257 પોઈન્ટના વધારા સાથે 59031 પોઈન્ટ પર બંધ
સવારે લાલ નિશાન સાથે ખુલ્યા બાદ આજે આખો દિવસ બજારમાં ઉતાર ચડાવ જોવા મળ્યો. કડાકા સાથે ખુલ્યા બાદ બજારમાં સારી રિકવરી જોવા મળી જે લગભગ આખો દિવસ રહી. છેલ્લે બજાર બંધ થયા ત્યારે લીલા નિશાન સાથે સેન્સેક્સ-નિફ્ટી બંધ થયા. નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 86.80 પોઈન્ટના વધારા સાથે 17577.50ના સ્તરે બંધ થયો જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 257.43 પોઈન્ટના વધારા સાથે 59031.30ના સ્તરે બંધ થયો. 
નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં M&M, આઈશર મોટર્સ, બજાજ ફિનસર્વ, ટાઈટન કંપની, ટાટા સ્ટિલના શેર જોવા મળ્યા જ્યારે સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં M&M, બજાજ ફિનસર્વ, ટાઈટન કંપની, ટાટા સ્ટિલ, એસબીઆઈના શેર રહ્યા. ત્યારે ફ્ટીમાં ટોપ લૂઝર્સમાં ટીસીએસ, ઈન્ફોસિસ, Divis Labs, એચયુએલ, એચસીએલ ટેકના શેર જોવા મળ્યા જ્યારે સેન્સેક્સમાં ટોપ લૂઝર્સમાં ટીસીએસ, ઈન્ફોસિસ, એચયુએલ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકના શેરમાં કડાકો જોવા મળ્યો. 
ત્યારે ગઈ કાલે મસમોટા કડાકા સાથે બંધ થયેલું બજાર આજે પણ લાલ નિશાન સાથે જ ખુલ્યા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 361.86 પોઈન્ટના ઘટાડા સાથે 58412.01પોઈન્ટના સ્તરે ખુલ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 114.70 અંકના ઘટાડા સાથે 17376 ના સ્તરે ખુલ્યો. અમેરિકી બજારમાં સતત દબાણના પગલે અને વેચવાલીની અસર આજે સવારે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. ભારતીય શેર બજાર આજે સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં લાલ નિશાન સાથે ખુલ્યા. પ્રી ઓપન સેશન દરમિયાન જ સેન્સેક્સના 30માંથી 29 શેર લાલ નિશાન સાથે કારોબર કરતા જોવા મળ્યા. સૌથી વધુ કડાકો ઈન્ફોસિસના શેરમાં જોવા મળ્યો. 
Advertisement
Tags :
Advertisement

.