Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શેરબજારની તેજીથી વિશ્વના ટોપ-500 અમીરોની સંપત્તિમાં વધારો, અદાણીને મોટું નુકસાન

શેરબજારોમાં જોરદાર તેજીના કારણે આ વર્ષના પ્રથમ છ મહિનામાં (જાન્યુઆરી-જૂન) વિશ્વના ટોપ-500 ધનિકોની સંપત્તિમાં $852 બિલિયનનો વધારો થયો છે. 2020 માં કોરોના પછી કોઈપણ અડધા વર્ષમાં આ સૌથી વધુ વધારો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, આ અબજોપતિઓની સંપત્તિમાં દરરોજ સરેરાશ...
શેરબજારની તેજીથી વિશ્વના ટોપ 500 અમીરોની સંપત્તિમાં વધારો  અદાણીને મોટું નુકસાન
Advertisement

શેરબજારોમાં જોરદાર તેજીના કારણે આ વર્ષના પ્રથમ છ મહિનામાં (જાન્યુઆરી-જૂન) વિશ્વના ટોપ-500 ધનિકોની સંપત્તિમાં $852 બિલિયનનો વધારો થયો છે. 2020 માં કોરોના પછી કોઈપણ અડધા વર્ષમાં આ સૌથી વધુ વધારો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, આ અબજોપતિઓની સંપત્તિમાં દરરોજ સરેરાશ 14 મિલિયન ડોલરનો વધારો થયો છે.

ટેસ્લાના માલિક ઈલોન મસ્ક અને મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં સૌથી વધુ વધારો થયો છે. મસ્કની સંપત્તિમાં $96.6 બિલિયન અને ઝકરબર્ગની સંપત્તિમાં $58.9 બિલિયનનો વધારો થયો છે. માહિતી અનુસાર, પ્રથમ છ મહિનામાં યુએસ સ્ટોક માર્કેટ S&P-500 એ 16 ટકા અને Nasdaq-100 માં 39 ટકાનો વધારો નોંધાવ્યો છે.

Advertisement

અદાણીને સૌથી વધુ $60.2 બિલિયનનું નુકસાન થયું હતું

Advertisement

બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીને આ સમયગાળા દરમિયાન $60.2 બિલિયનનું નુકસાન થયું છે. આ સાથે, એક દિવસમાં સૌથી વધુ 20.8 અબજ ડોલરના નુકસાનનો રેકોર્ડ પણ અદાણીના નામે છે, જે હિંડનબર્ગ રિપોર્ટ પછી 27 જાન્યુઆરીએ થયો હતો. અદાણી ગ્રુપના ચેરમેન હાલમાં 60 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં 21મા ક્રમે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી $92 બિલિયન સાથે 13મા ક્રમે છે.

આ પણ વાંચો : તહેવાર શરૂ થયા પૂર્વે તેલના ભાવમાં વધારો, જાણો ડબ્બે કેટલો ભાવ વધારો થયો

Tags :
Advertisement

.

×