સ્ટાર્સે ગેંગરેપ કલ્ચરને પ્રોત્સાહન આપતી પરફ્યુમ એડ પર રોષ ઠાલવ્યો
ખબર નથી કે સર્જનાત્મક અને અનોખી જાહેરાતો બનાવવાની સ્પર્ધામાં એજન્સીઓ કઈ હદ સુધી પહોંચે છે. ક્યારેક તેમને સફળતા મળે છે તો ક્યારેક લોકોના રોષનો સામનો કરવો પડે છે. જો કે આ પરફ્યુમ એડે તો તમામ હદ વટાવી દીધી છે. લેયર શોટ પરફ્યુમની એટ પર ઘણી સેલિબ્રિટીઓ તેમજ સોશિયલ મીડિયા યુઝર્સ પૂછી રહ્યાં છે કે આવી જાહેરાતને કેવી રીતે મંજૂરી આપી શકાય અને જે લોકોએ તેને મંજૂરી આપી હતી તેમને તેમાં કંઈ ખà«
ખબર નથી કે સર્જનાત્મક અને અનોખી જાહેરાતો બનાવવાની સ્પર્ધામાં એજન્સીઓ કઈ હદ સુધી પહોંચે છે. ક્યારેક તેમને સફળતા મળે છે તો ક્યારેક લોકોના રોષનો સામનો કરવો પડે છે. જો કે આ પરફ્યુમ એડે તો તમામ હદ વટાવી દીધી છે. લેયર શોટ પરફ્યુમની એટ પર ઘણી સેલિબ્રિટીઓ તેમજ સોશિયલ મીડિયા યુઝર્સ પૂછી રહ્યાં છે કે આવી જાહેરાતને કેવી રીતે મંજૂરી આપી શકાય અને જે લોકોએ તેને મંજૂરી આપી હતી તેમને તેમાં કંઈ ખોટું નથી દેખાતું.
બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી પોતાની મજબૂત ઓળખ બનાવનાર પ્રિયંકા ચોપરા દરેક મુદ્દા પર મુક્તપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. હવે તેણે આ પરફ્યુમની જાહેરાતની ટીકા કરી છે. હાલમાં જ પ્રિયંકાએ પરફ્યુમની એડ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો અને તેની ખૂબ ટીકા કરી હતી. આટલું જ નહીં પ્રિયંકા સાથે અન્ય ઘણા ફિલ્મ સ્ટાર્સે પણ આ પરફ્યુમની એડની જોરદાર નિંદા કરી છે. પ્રિયંકા કહે છે કે ગેંગ રેપ કલ્ચરને પ્રોત્સાહન આપતી એઇડ્સ ખૂબ જ શરમજનક છે અને લોકો તેને કેવી રીતે બનાવે છે. આ પરફ્યુમની જાહેરાત ગેંગ રેપ કલ્ચરને પ્રોત્સાહન આપે છે
શું છે એડમાં જુઓ વિડિયો-
Advertisement
રિચા ચઢ્ઢાએ પણ ગુસ્સો ઠાલવ્યો
રિચા ચઢ્ઢાએ ટ્વીટ કરીને લખ્યું, 'આ જાહેરાત કોઇ આક્મિક બાબત નથી. એક એડ બનાવવા માટે તે અનેક સ્ટેજમાંથી પસાર થાય છે. સર્જનાત્મક, સ્ક્રિપ્ટ, એજન્સી, ક્લાયંટ, કાસ્ટિંગ અને બીજું ઘણું. શું દરેક વ્યક્તિ બળાત્કારને મજાક માને છે?'
પ્રિયંકા ચોપરાએ કહ્યું શરમજનક
પ્રિયંકા ચોપરાએ રિચાના જવાબને રીટ્વીટ કર્યો અને તેને શરમજનક અને ભયાનક ગણાવ્યો. પ્રિયંકા લખે છે, 'આ જાહેરાતને લીલી ઝંડી આપવા માટે ઘણા સ્તરોથી મંજૂરી લેવી પડી હશે. કેટલા લોકોએ વિચાર્યું કે તે ઠીક છે? હું ખૂબ જ ખુશ છું કે આ ધ્યાનમાં આવ્યું અને હવે મંત્રાલયે તેને હટાવી દીધું છે.
ફરહાન અખ્તરે પણ ચૂપ્પી તોડી
ફરહાન અખ્તરે ટ્વીટ કરીને લખ્યું કે, 'આ દુર્ગંધયુક્ત બોડી સ્પ્રે અને તેના વિશે વિચારીને 'ગેંગ રેપ' એડ બનાવવાની પરવાનગી અને મગજ કોણે ચલાવ્યું? ખરેખર શરમજનક.