Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પંજાબ સામે કેન વિલિયમસનની ટીમ હારી છતાં SRH કેપ્ટન છે ખુશ, કારણ જાણી તમે પણ કહેશો અભિનંદન

ન્યૂઝીલેન્ડ કેપ્ટન કેન વિલિયમસન બીજી વખત પિતા બન્યા છે. રવિવાર 22 મેના રોજ વિલિયમસને સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને આ વિશે જાણકારી આપી હતી. તેમની પત્ની સારા રહીમે એક છોકરાને જન્મ આપ્યો છે.સનરાઈઝર્સ હૈદારબાદ ટીમના કેપ્ટન કેન વિલિયમસન બીજી વખત પિતા બન્યા છે. વિલિયમસને પત્ની અને પુત્રનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને ચાહકોને આ ખુશખબર આપી હતી. આ સારા સમાચાર શેર કર્યા પછી, વિલિયમસન
પંજાબ સામે કેન વિલિયમસનની ટીમ હારી છતાં srh કેપ્ટન છે ખુશ  કારણ જાણી તમે પણ કહેશો અભિનંદન
Advertisement
ન્યૂઝીલેન્ડ કેપ્ટન કેન વિલિયમસન બીજી વખત પિતા બન્યા છે. રવિવાર 22 મેના રોજ વિલિયમસને સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને આ વિશે જાણકારી આપી હતી. તેમની પત્ની સારા રહીમે એક છોકરાને જન્મ આપ્યો છે.
સનરાઈઝર્સ હૈદારબાદ ટીમના કેપ્ટન કેન વિલિયમસન બીજી વખત પિતા બન્યા છે. વિલિયમસને પત્ની અને પુત્રનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને ચાહકોને આ ખુશખબર આપી હતી. આ સારા સમાચાર શેર કર્યા પછી, વિલિયમસનને વિશ્વભરમાંથી અભિનંદન મળવા લાગ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના, અફઘાનિસ્તાનના સ્ટાર બોલર રાશિદ ખાન, કેરેબિયન ખેલાડી જેસન હોલ્ડર, ઓસ્ટ્રેલિયન સ્ટાર ડેવિડ વોર્નર, પૂર્વ કિવી કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમ સહિત ઘણા દિગ્ગજોએ વિલિયમસનને અભિનંદન પાઠવ્યા હતા.
વિલિયમસન તેની ટીમ હૈદરાબાદ છોડીને IPL 2022ની છેલ્લી લીગ મેચ પહેલા ઘરે પરત ફર્યો હતો. તે તેના પરિવાર સાથે સમય પસાર કરવા માંગતો હતો. વિલિયમસનની આગેવાની હેઠળની ટીમ લીગમાં ખાસ કંઈ કરી શકી ન હતી. છેલ્લી લીગ મેચમાં પણ તે પંજાબ કિંગ્સ સામે 5 વિકેટે હારી ગઇ હતી. આ હાર બાદ હૈદરાબાદે પોઈન્ટ ટેબલમાં 8માં સ્થાને રહીને આઈપીએલ 2022ને અલવિદા કહી દીધું. વળી, પંજાબ કિંગ્સે છઠ્ઠા સ્થાને રહીને લીગમાંથી વિજયી વિદાય લીધી.
IPLની આ સિઝનમાં વિલિયમસનનું બેટ કોઇ ખાસ કમાલ કરી શક્યું નથી. તેણે 13 મેચમાં 19.64ની એવરેજથી માત્ર 216 રન બનાવ્યા. તેણે પૂરી લીગમાં માત્ર એક જ અડધી સદી ફટકારી છે. વિલિયમસન માત્ર બેટથી જ ફ્લોપ નથી રહ્યો, પરંતુ કેપ્ટનશિપની બાબતમાં પણ ફ્લોપ રહ્યો હતો. હૈદરાબાદે સતત બે મેચ હારીને ટૂર્નામેન્ટની શરૂઆત કરી હતી. જોકે, આ પછી ટીમે જોરદાર વાપસી કરી અને સતત 5 મેચ જીતી હતી. હૈદરાબાદ ટોપ 4માં જશે તેવું લાગી રહ્યું હતું, પરંતુ તે પછી ટીમ ફરી એક વખત તેની લયથી ભટકી ગઈ અને સતત 7 મેચ હારી ગઈ.
Tags :
Advertisement

Related News

featured-img
સ્પોર્ટ્સ

IPL 2024 Final : હૈદરાબાદ માત્ર 113 રનમાં ઓલઆઉટ, કોલકાતાને ટ્રોફી જીતવા 114 રનનો ટાર્ગેટ

featured-img
સ્પોર્ટ્સ

SRH vs RR : રાજસ્થાનને હરાવીને હૈદરાબાદ ફાઇનલમાં પહોંચ્યું, કોલકાતા સામે થશે ટક્કર

featured-img
સ્પોર્ટ્સ

RCB vs RR: બેંગલુરૂનું ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર, રાજસ્થાનની 4 વિકેટે જીત

featured-img
સ્પોર્ટ્સ

KKR vs SRH:કોલકાતાએ હૈદરાબાદને 8 વિકેટે હરાવી ફાઇનલમાં કરી એન્ટ્રી

featured-img
સ્પોર્ટ્સ

RCB vs RR: Eliminatorમાં કિંગ કોહલી રચશે ઈતિહાસ! IPLમાં કોઈ બેટ્સમેન આવું કરી શક્યો નથી

featured-img
IPL

IPL 2024 KKRvs SRH Qualifier 1: જાણો કઇ ટીમની થઇ શકે છે જીત, આ 5 ખેલાડીઓ પર રહેશે સૌની નજર

×

Live Tv

Trending News

.

×