સુરતમાં શરુ થયા પ્રજ્ઞાચક્ષુ માટે સ્પોકન ઇંગ્લીશના વર્ચ્યુઅલ ક્લાસ
ગઈકાલે એક પ્રેરણામય “ઝુમ” મીટીંગમાં ભાગીદાર થવાનો અવસર મળ્યો. સુરતના અંધજન શિક્ષણ મંડળની છત્રછાયામાં બેએક વર્ષથી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને તેમના પાઠ્યપુસ્તકો સહીત અન્ય વાંચવા જેવા પુસ્તકો અને સામગ્રી શ્રાવ્ય સ્વરૂપે ઓનલાઈન બધાને પહોચતી કરવાના ઉદ્દેશ્ય સાથે એક નવતર પ્રયાસ શરૂ થયો. એ પ્રયાસનું નામ રખાયું “સેતુ લાઈબ્રેરી”. આ લાઈબ્રેરી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ અને છપાયેà
ગઈકાલે એક પ્રેરણામય “ઝુમ” મીટીંગમાં ભાગીદાર થવાનો અવસર મળ્યો. સુરતના અંધજન શિક્ષણ મંડળની છત્રછાયામાં બેએક વર્ષથી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને તેમના પાઠ્યપુસ્તકો સહીત અન્ય વાંચવા જેવા પુસ્તકો અને સામગ્રી શ્રાવ્ય સ્વરૂપે ઓનલાઈન બધાને પહોચતી કરવાના ઉદ્દેશ્ય સાથે એક નવતર પ્રયાસ શરૂ થયો. એ પ્રયાસનું નામ રખાયું “સેતુ લાઈબ્રેરી”. આ લાઈબ્રેરી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ અને છપાયેલા પુસ્તકોને શ્રાવ્ય સ્વરૂપ વચ્ચે એક સેતુ બનવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલો એક નવતર પ્રયાસ હતો.
આ આખા પ્રયાસને સુરતમાંથી ઉત્તમ વાચકો પણ મળી રહ્યા અને એ રીતે ૨૧મી સદીને અનુરૂપ ડિજીટલ ટેકનોલોજીના માધ્યમથી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સુધી આ ઉત્તમ વાંચન સામગ્રી પહોચાડવાનો “સેતુ”નો પ્રયાસ ગુજરાત અને ગુજરાત બહાર પણ ખુબ જ સફળ, લોકપ્રિય અને ઉપયોગી બન્યો.
ગઈકાલથી સેતુ લાઈબ્રેરીએ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી ભાઈ બહેનો માટે આજના સમયની માંગ પ્રમાણે “સ્પોકન ઈંગ્લીશ”ના વર્ચ્યુઅલ વર્ગ શરૂ કરીને સેતુ લાઈબ્રેરીને એક વર્ચ્યુઅલ પાઠશાળાનો દરજ્જો આપવા જે અનોખો પ્રયોગ હાથ ધર્યો છે, તે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી ભાઈ બહેનો માટે ખુબ જ ઉપયોગી થશે એ તો ખરું જ પણ આ આખી કથામાંથી પ્રેરણા લેવા જેવી જો કોઈ વાત હોય તો તે એ છે કે સેતુ લાઈબ્રેરીનો વિચાર, તેની સ્થાપના માટે સહુને જોડવાનો પુરુષાર્થ તથા તેના વિકાસ પાછળની એક આગવી દીર્ઘદ્રષ્ટિ સાથે જે વ્યક્તિએ નેતૃત્વ લીધું છે તેનું નામ છે હેમંત પંચાલ.
ભાઈ હેમંત પંચાલ સુરતની પ્રાથમિક શાળામાં સંગીત શિક્ષક તરીકે કામ કરે છે. તેમના પત્ની બહેન ફાલ્ગુની પણ શિક્ષિકા છે. આમ જોવા જઈએ તો આ દંપતી બધી રીતે સુખી, સંતુષ્ટ અને સંપન્ન છે પણ આપણા સમાજ માટે કઈક કરવું જોઈએ એવા એક માત્ર ઉદ્દેશથી આ પ્રજ્ઞાચક્ષુ દંપતી સતત પોતાના વિદ્યાર્થીઓ માટે કંઈક ને કંઈક નવું કરતાં રહે છે.
હેમંત પંચાલના નેતૃત્વમાં સ્પોકન ઈંગ્લીશના શરૂ થયેલા આ વર્ચ્યુઅલ વર્ગની સંકલ્પના આપણા સૌ માટે પ્રેરણાનું કારણ બને છે.
Advertisement