Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્લિપ-ડિસ્ક: કલ્પનાતીત પીડા અને અસહ્ય વેદનાનો માર!

મૉડેલિંગ, થિયેટર અને એન્જિનિયરિંગની લ્હાયમાં વીસ દિવસ પૂરા થતાં જ હું વડોદરા ભાગ્યો. મારા મમ્મી-પપ્પા પણ થોડા દિવસ મારી સાથે રહેવા માટે આવ્યા, જેથી હું ઘરના શુદ્ધ રોટલાં-પાણી જમી શકું.ડૉક્ટરે સાફ શબ્દોમાં ચેતવણી આપી હતી કે કમળો થયા બાદના ત્રણેક મહિના સુધી ઝાઝો શારીરિક પરિશ્રમ ન કરતાં, નહીંતર કમળાને કારણે નબળી પડી ગયેલી કરોડરજ્જુ પર બહુ ખરાબ અસર થશે!થયું પણ એવું જ!પગની નસ ખેંચાવાà
સ્લિપ ડિસ્ક  કલ્પનાતીત પીડા અને અસહ્ય વેદનાનો માર
મૉડેલિંગ, થિયેટર અને એન્જિનિયરિંગની લ્હાયમાં વીસ દિવસ પૂરા થતાં જ હું વડોદરા ભાગ્યો. મારા મમ્મી-પપ્પા પણ થોડા દિવસ મારી સાથે રહેવા માટે આવ્યા, જેથી હું ઘરના શુદ્ધ રોટલાં-પાણી જમી શકું.
ડૉક્ટરે સાફ શબ્દોમાં ચેતવણી આપી હતી કે કમળો થયા બાદના ત્રણેક મહિના સુધી ઝાઝો શારીરિક પરિશ્રમ ન કરતાં, નહીંતર કમળાને કારણે નબળી પડી ગયેલી કરોડરજ્જુ પર બહુ ખરાબ અસર થશે!
થયું પણ એવું જ!
પગની નસ ખેંચાવાની શરૂ થઈ. ચાલતો હોઉં અને અચાનક નસ ખેંચાઈ જવાને કારણે બેસી જવું પડે! કમળાની પૉસ્ટ-ઈફેક્ટ ગણીને મેં લગભગ એકાદ મહિનો તેની અવગણના કરી. ઔપચારિક રીતે, ડૉક્ટર પાસે જઈને તપાસ કરાવી. ‘વિટામીન બી-૧૨’ ના છ ઈંજેક્શન અને દવાની ટીકડીઓ લીધી, છતાં ફરક ન પડ્યો.
મોડી રાતે અને વહેલી સવારે કમરના ભાગે સબાકા આવવાની શરૂઆત થઈ. કરોડરજ્જુ પર અચાનક વીજળીનો તીખો પ્રહાર થયો હોય એવા તીક્ષ્ણ ઝાટકા લાગવા માંડ્યા! આવું આખા દિવસમાં ગમે ત્યારે થાય. ચાલતી વખતે, બેસતી વખતે, કામ કરતી વેળા અને સૂવાના સમયે પણ કમરમાં વીજળીના ઝાટકા લાગે!
બે મહિના સુધી અવગણના કરી, ને એમાં દર્દ વધતું ગયું. વળી, સવારે આઠ વાગ્યે બહાર નીકળ્યો હોઉં ને રાતે બાર-એક વાગ્યે પરત ફરું એટલે ઊંઘ પૂરી થાય નહીં. શરીરને જોઈતો આરામ મળે નહીં. તબિયત લથડતી ગઈ. શિયાળો આવતાં જ આ સમસ્યા અતિશય વકરી!
જાન્યુઆરી (૨૦૧૬)માં એક દિવસ એવો આવ્યો, જ્યારે મેં મારી મમ્મીને ફૉન કરીને કહ્યું કે ‘હું પલંગ પરથી ઊભો થઈ શકતો નથી. મને લાગે છે કે હું બચી નહીં શકું! આજે મારે છેલ્લી રાત છે!’
અમારા પાડોશી અનિલ અંકલ તથા જયશ્રી આન્ટી મને એમની કારમાં છેક પંડ્યા-બ્રિજ સુધી મૂકી ગયા. મિત્ર નિર્ભયે પોતાના ખભાના ટેકે મને બસમાં ચડવામાં મદદ કરી. ‘મહાસાગર ટ્રાવેલ્સ’ના સ્લીપિંગ-કૉચમાં હું રાતે ૧૨ વાગ્યે રાજકોટ આવવા નીકળ્યો.
ઘરે આવીને એક્સ-રે અને એમ.આર.આઈ. રિપૉર્ટ્સ કરાવ્યા, ત્યારે ખબર પડી કે કમરના પાંચમા મણકાની ગાદી (સ્લિપ-ડિસ્ક) ખસી ગઈ છે. સ્વસ્થ માણસની ગાદીનું કદ મોટાભાગે ૧૬-૧૮ MM નું હોય, જ્યારે મારા કેસમાં એનું કદ ફક્ત ૪.૧ MM થઈ ગયું હતું! ઘણા નિષ્ણાંત ડૉક્ટર્સને રિપૉર્ટ્સ દેખાડ્યા બાદ જાણ થઈ કે ઑપરેશન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ડૉક્ટર્સનું મંતવ્ય હતું કે જો તાત્કાલિક સર્જરી ન થઈ તો, ડાબા પગની નસમાં ખૂંચી રહેલી ગાદીને કારણે કદાચ પેરેલિસીસનો ભોગ બનવું પડે!
હું અંદરથી સાવ ભાંગી પડ્યો. આત્મવિશ્વાસ, કારકિર્દી, જીવન, સુખ, સ્વાસ્થ્ય જેવા શબ્દો મને નિરર્થક લાગવા માંડ્યા. આમ છતાં, ઈશ્વર પરત્વેના મારા સમર્પણભાવમાં કોઈ ઓટ ન આવી.
શરીરને ભોગવવી પડતી પીડાને કર્મચક્રનો ભાગ માની, મેં મારા ભાગ્યને સ્વીકારી લીધું. ‘મારી સાથે જ આવું કેમ?’ એવો વિચાર પણ ક્યારેય ન આવ્યો, કારણકે હું પહેલેથી બહુ દ્રઢપણે એવું માનું છું કે ઈશ્વરની ભક્તિ થઈ શકે, પરંતુ સોદો કે વેપાર નહીં! વળતર મેળવવાની આશાએ કરવામાં આવેલું શરતી સમર્પણ ક્યારેય ઈશ્વરની સમીપ નથી લઈ જતું.   
ધીરે ધીરે પરસ્વાધીનતા વધતી ગઈ. હલન-ચલન ઘટતું ગયું. ડાબા-જમણાં પડખે સૂવાનું પણ બંધ થયું. પાંચ-છ રાતો મેં ચત્તાપાટ સૂઈને છત સામે તાકતા વીતાવી. પીઠ જરાક પણ હલે તો આખા શરીરમાં હજાર વૉલ્ટનો ઝાટકો લાગ્યો હોય, એટલું ભયાનક દર્દ અનુભવાય. ડાબા પગની નસને કોઈક બંને હાથથી સામસામે પકડીને જોરથી ખેંચતું હોય, એવી અનુભૂતિ થાય!
ઑપરેશનનો દિવસ આવ્યો. ડૉક્ટર્સનું કહેવું હતું કે ઑપરેશન-ટેબલ ઉપર જો જરૂર પડશે તો આર્ટિફિશિયલ-ડિસ્ક બેસાડીશું, પરંતુ એનો સૌથી મોટો ગેરફાયદો એ હતો કે શરીરનું હલનચલન મર્યાદિત થઈ જાય! અમુક પરેજી અને સાવચેતીઓ આખું જીવન રાખવી પડે.
(ક્રમશઃ)
bhattparakh@yahoo.com
Advertisement
Tags :
Advertisement

.