Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મોરબીની સિવિલ હોસ્પિટલમાં આખી રાત એમ્બ્યુલન્સોની સાયરન અને સ્વજનોનું આક્રંદ સંભળાયુ

મોરબી દુર્ઘટના (Morbi Tragedy)ના કારણે ચારે બાજુ અરેરાટી ફેલાઇ ગઇ છે. મચ્છુ નદી પર નવો બનાવાયેલો ઝુલતો બ્રિજ ઓવર ક્રાઉડેડના કારણે રવિવારે સાંજે અચાનક તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. અત્યાર સુધી 132 લોકોના મોત થયા છે. નદીમાં પુલના કાટમાળને ફંફોસાયો આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું છે. રાત્રે 10 કલાકથી આ લખાય છે ત્યારે સવારે આઠ વાગ્યા સુધી અવિરતપણે રેસ્કયુ ઓપરેશન ચાલી રહ્યું છે.  નેવી, એરફ
મોરબીની સિવિલ હોસ્પિટલમાં આખી રાત એમ્બ્યુલન્સોની સાયરન અને સ્વજનોનું આક્રંદ સંભળાયુ
Advertisement
મોરબી દુર્ઘટના (Morbi Tragedy)ના કારણે ચારે બાજુ અરેરાટી ફેલાઇ ગઇ છે. મચ્છુ નદી પર નવો બનાવાયેલો ઝુલતો બ્રિજ ઓવર ક્રાઉડેડના કારણે રવિવારે સાંજે અચાનક તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. અત્યાર સુધી 132 લોકોના મોત થયા છે. 
નદીમાં પુલના કાટમાળને ફંફોસાયો 
આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું છે. રાત્રે 10 કલાકથી આ લખાય છે ત્યારે સવારે આઠ વાગ્યા સુધી અવિરતપણે રેસ્કયુ ઓપરેશન ચાલી રહ્યું છે.  નેવી, એરફોર્સ, આર્મી અને ફાયર બ્રિગેડ, એનડીઆરએફ તથા એસડીઆરએફ અને સ્થાનિક લોકોની મદદથી  રેસ્ક્યુ ઓપરેશન કરાઇ રહ્યું છે.  નદીમાં ધરાશાયી થયેલા ઝુલતા પુલના કાટમાળને ફંફોસાઇ રહ્યો છે. રેસ્ક્યુ ઓપરેશન કરી રહેલા જવાનો નદીમાં સતત લાપતા લોકોને શોધી રહ્યા છે. 
બંધ તોડી પાડવા બ્લાસ્ટ કરાયો
મચ્છુ નદીના પાણીમાં 20 ઉપરાંત રેસ્ક્યુ બોટ દ્વારા અવિરત રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. નદીમાંથી પાણી ઓછું કરવા  નદીના વહેણના 100 મિટરના અંતરે આવેલો બંધ તોડી પાડવા બલાસ્ટ કરાયો છે અને  હાલ બુલડોઝરની મદદથી બંધ તોડી પાડવામાં આવી રહ્યો છે. બંધ તૂટતા પાણીનો પ્રવાહ ઓછો થઈ જતા લાપતાઓ ઉપર આવી શકે તે માટે કાર્યવાહી કરાઇ રહી છે અને લાપતાઓની શોધખોળ થઈ રહી છે. 
આખી રાત લોકોએ પોતાના સ્વજનોની શોધખોળ કરી
જે લોકો હજું પણ લાપતા છે તેમના સ્વજનો નદી કિનારે અને હોસ્પિટલોમાં ભારે હૈયે શોધખોળ કરી રહ્યા છે. તંત્ર પણ લાપતા લાકોની શોધખોળ કરી રહ્યું છે. આખી રાત મોરબીની સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની સાયરનો સાંભળવા મળી હતી. 
હોસ્પિટલમાં સાયરન અને લોકોનું આક્રંદ સંભળાયું
 વહેલી સવાર સુધી મોરબી સિવિલ હોસ્પિટલમાં 132 મૃતદેહ લવાયા હતા અને તે પૈકી 130 મૃતદેહ પરિજનોનો સોપાયા છે. કોલકતા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાણખોખરી ગામના હતભાગીની ડેડ બોડી હજુ હોસ્પિટલમાં છે. હોસ્પિટલમાં સ્વજનોની ડેડબોડી જોઇને તેમના સ્વજનોએ આક્રંદ મચાવી દીધું હતું અને હોસ્પિટલમાં કરુણાસભર દ્રશ્યો સર્જાયા હતા. આખી રાત એમ્બ્યુલન્સો મૃતદેહો લઈને  આવતી રહી હતી. 
Tags :
Advertisement

.

×