Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઇરાકમાં શિયા ધર્મગુરૂએ રાજકારણમાંથી નિવૃતિની જાહેરાત કરતા બબાલ, ફાયરિંગમાં 8 લોકોના મોત

ઈરાકમાં અરાજકતાની સ્થિતિ જોવા મળી રહી છે. સોમવારે, શક્તિશાળી શિયા મુસ્લિમ મૌલવી મુક્તદા અલ-સદરે રાજકારણ છોડવાની જાહેરાત કરી, જેના પછી સ્થિતિ વધુ ખરાબ થઈ. બગદાદમાં મૌલવીના સમર્થકો અને ઈરાન દ્વારા સમર્થિત લોકો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા. ટોળાએ રાષ્ટ્રપતિ ભવન અને સરકારી ઈમારતોમાં તોડફોડ કરી છે. યુએસ એમ્બેસીના કર્મચારીઓને હેલિકોપ્ટર દ્વારા ગ્રીન ઝોનમાંથà
ઇરાકમાં શિયા ધર્મગુરૂએ રાજકારણમાંથી નિવૃતિની જાહેરાત કરતા બબાલ  ફાયરિંગમાં 8 લોકોના મોત

ઈરાકમાં અરાજકતાની સ્થિતિ જોવા મળી રહી છે. સોમવારે, શક્તિશાળી શિયા મુસ્લિમ મૌલવી મુક્તદા અલ-સદરે રાજકારણ છોડવાની જાહેરાત કરી, જેના પછી સ્થિતિ વધુ ખરાબ થઈ. બગદાદમાં મૌલવીના સમર્થકો અને ઈરાન દ્વારા સમર્થિત લોકો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા. ટોળાએ રાષ્ટ્રપતિ ભવન અને સરકારી ઈમારતોમાં તોડફોડ કરી છે. યુએસ એમ્બેસીના કર્મચારીઓને હેલિકોપ્ટર દ્વારા ગ્રીન ઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળો ટીયર ગેસના સેલ છોડ્યા  હતા . તે દરમિયાન ભીડ પ્રમુખો પણ પૂલમાં સ્વિમિંગ કરી રહ્યા છે. મૌલવીના સમર્થકોની  પેલેસના સ્વિમિંગ પૂલમાં મજા માણી રહ્યા હતા

Advertisement

ઈરાકમાં છેલ્લા 10 મહિનાથી કોઈ કાયમી વડાપ્રધાન નથી. કેબિનેટ નથી અને સરકાર નથી. જેના કારણે રાજકીય અરાજકતાનો માહોલ સર્જાયો છે. એટલે કે શ્રીલંકામાં રાજકીય સંકટ પછી ટોળાએ સંસદને બંધક બનાવી લીધી હતી. હવે ઈરાકમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે.

Advertisement

મૌલવીના રાજકારણ છોડવાના નિર્ણયથી તેમના સમર્થકોમાં આક્રોશ ફેલાયો હતો અને તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ લોકોની તેહરાન સમર્થિત લોકો સાથે અથડામણ થઈ હતી. બગદાદમાં ગ્રીન ઝોનની બહાર તેઓએ એકબીજા પર પથ્થરમારો કર્યો. તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં મંત્રાલયો અને દૂતાવાસોમાં રહેતા લોકોના ઘર છે.

Advertisement

મીડિયા અહેવાલો અનુસાર, મધ્ય બગદાદમાં ગોળીબારનો અવાજ સંભળાયો. હવાઈ ​​ગોળીબારના કારણે ગભરાટ ફેલાયો હતો. પોલીસ અને ડોક્ટરો તરફથી કહેવામાં આવ્યું છે કે અથડામણમાં 8 લોકોના મોત થયા છે અને 19 લોકો ઘાયલ થયા છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે શિયા મૌલવીએ રાજકારણ છોડ્યા પછી પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી અને તેમની જાહેરાતના થોડા કલાકો પછી અથડામણ વધુ તીવ્ર બની હતી. હકીકતમાં, શિયા મૌલવીના સમર્થકો ગ્રીન ઝોનમાં સ્થિત સંસદમાં એક અઠવાડિયાથી ધરણા કરી રહ્યા હતા. તેમના નેતાના રાજકારણ છોડવાની જાહેરાતની જાણ થતાં જ તેઓ ગુસ્સે થઈ ગયા હતા.

Tags :
Advertisement

.