Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શેરશાહ બની સર્વશ્રેષ્ઠ ફિલ્મ, સુભાષ ઘાઈ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત

ફિલ્મ જગતના સૌથી લોકપ્રિય એવોર્ડ 67માં ફિલ્મફેર એવોર્ડ (67th Filmfare Award)ની મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે શોને રણવીર સિંહ અને અર્જુન કપૂરે હોસ્ટ કર્યો હતો. રેડ કાર્પેટ પર કિયારા અડવાણી, કાર્તિક આર્યન, વિકી કૌશલ અને દિયા મિર્ઝાનો સુંદર અવતાર જોવા મળ્યો હતો. આ વખતે 'શેરશાહ'ને સર્વશ્રેષ્ઠ ફિલ્મ (લોકપ્રિય) અને દિગ્દર્શક વિષ્ણુ વર્ધનને સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ મળ્યો છે. બીજી તર
શેરશાહ બની સર્વશ્રેષ્ઠ ફિલ્મ  સુભાષ ઘાઈ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત
ફિલ્મ જગતના સૌથી લોકપ્રિય એવોર્ડ 67માં ફિલ્મફેર એવોર્ડ (67th Filmfare Award)ની મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે શોને રણવીર સિંહ અને અર્જુન કપૂરે હોસ્ટ કર્યો હતો. રેડ કાર્પેટ પર કિયારા અડવાણી, કાર્તિક આર્યન, વિકી કૌશલ અને દિયા મિર્ઝાનો સુંદર અવતાર જોવા મળ્યો હતો. આ વખતે 'શેરશાહ'ને સર્વશ્રેષ્ઠ ફિલ્મ (લોકપ્રિય) અને દિગ્દર્શક વિષ્ણુ વર્ધનને સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ મળ્યો છે. બીજી તરફ સુભાષ ઘાઈને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 
Advertisement

વિકી કૌશલની ફિલ્મ 'સરદાર ઉધમ સિંહ'એ મંગળવારના એવોર્ડ ફંક્શનમાં ખૂબ ધૂમ મચાવી હતી. આ ફિલ્મને 5 જેટલા એવોર્ડ મળ્યા છે. વિકી કૌશલના ચાહકોને આશા છે કે આ ફિલ્મને હજુ ઘણા એવોર્ડ મળશે. રણવીર સિંહને ફિલ્મ '83' માટે મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા (પુરુષ) માટેનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે, જ્યારે કૃતિ સેનનને ફિલ્મ 'મિમી' માટે મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી (સ્ત્રી) માટેનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. વિકી કૌશલને ફિલ્મ 'સરદાર ઉધમ' માટે સર્વશ્રેષ્ઠ અભિનેતા (ક્રિટીક્સ)નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે જ્યારે વિદ્યા બાલનને ફિલ્મ 'લાયન' માટે શ્રેષ્ઠ અભિનેત્રી (ક્રિટીક્સ)નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. 

બોલિવૂડના દિગ્ગજ નિર્દેશક અને નિર્માતા સુભાષ ઘાઈને 67માં ફિલ્મફેર એવોર્ડ્સમાં લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સુભાષ ઘાઈ 'કર્જ', 'પરદેસ', 'વિશ્વનાથ', 'સૌદાગર', 'ખલનાયક' અને ઘણી વધુ જેવી તેમની આઇકોનિક ફિલ્મો માટે જાણીતા છે. દિગ્દર્શકને ભારતીય સિનેમામાં વર્ષોથી તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા છે. તેમની ગણના હિન્દી સિનેમાના શ્રેષ્ઠ દિગ્દર્શકોમાં થાય છે. સુભાષ ઘાઈની ફિલ્મોનું એક્સ-ફેક્ટર તેમનું સંગીત રહ્યું છે. ઘાઈ 1967 થી ફિલ્મ ઉદ્યોગનો અભિન્ન ભાગ છે.
Advertisement

67મા ફિલ્મફેર એવોર્ડના વિજેતાઓ-
બેસ્ટ કોરિયોગ્રાફી: વિજય સિંહ (ચકા ચક, અતરંગી રે)
બેસ્ટ એક્શન: શેરશાહ
બેસ્ટ પોશાક: સરદાર ઉધમ
બેસ્ટ VFX: સરદાર ઉધમ
બેકગ્રાઉન્ડ સ્કોર: સરદાર ઉધમ
બેસ્ટ એડિટિંગ: શેર શાહ
બેસ્ટ સાઉન્ડ ડિઝાઇનઃ સરદાર ઉધમ
અચીવમેન્ટ એવોર્ડ: સુભાષ ઘાઈને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો
સર્વશ્રેષ્ઠ ગીતઃ કૌસર મુનીર ફિલ્મ '83ના 'લહરા દો' ગીત માટે
બેસ્ટ પ્લેબેક સિંગરઃ બી પ્રાકને શેરશાહના મન ભરાયા ગીત માટે 
બેસ્ટ ડેબ્યુઃ શર્વરી વાઘ તેની ફિલ્મ 'બંટી ઔર બબલી 2' માટે
બેસ્ટ ડેબ્યુ મેલ: '99 સોંગ્સ' માટે એહાન ભટ
બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટરઃ સીમા પાહવા 'રામપ્રસાદ કી તેહરવી' માટે
બેસ્ટ સ્ક્રીનપ્લેઃ શુભેન્દુ ભટ્ટાચાર્ય અને રિતેશ શાહ 'સરદાર ઉધમ' માટે
બેસ્ટ સ્ટોરીઃ અભિષેક કપૂર, સુપ્રતિક સેન અને તુષાર પરાંજપેને 'ચંદીગઢ કરે આશિકી' માટે 
બેસ્ટ ડાયલોગઃ દિબાકર બેનર્જી અને વરુણ ગ્રોવરને સંદીપ ઔર પિંકી ફરાર માટે 
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર ફિમેલઃ 'મિમી' માટે સાઈ તામ્હંકર
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર મેલઃ પંકજ ત્રિપાઠી
બેસ્ટ ફિલ્મ (ક્રિટીક્સ): સરદાર ઉધમ માટે શૂજિત સરકાર
બેસ્ટ ફિલ્મઃ શેરશાહ
માનસી મહેતાને 'બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન' કેટેગરીમાં આ ફિલ્મ માટે પ્રથમ એવોર્ડ મળ્યો હતો. વીરા કપૂરને 'બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન' કેટેગરીમાં ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ફિલ્મની સિનેમેટોગ્રાફી ઉત્તમ હતી, તેથી અવિ મુખોપાધ્યાયને "શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી" શ્રેણી માટે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો શાંતનુ મોઇત્રાને 'બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર' કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમજ મેઈન રોડ પોસ્ટ VFX સ્ટુડિયોને 'બેસ્ટ VFX' માટે આ એવોર્ડ મળ્યો હતો.
Tags :
Advertisement

.