Share Marke:શેરબજાર રેડ ઝોનમાં બંધ, સેન્સેક્સ- નિફ્ટીમાં આટલા પોઈન્ટ તૂટયો
- શેરબજારમાં રેડ ઝોનમાં બંધ
- સેન્સેક્સ 0.27 ટકાના ઘટાડો
- નિફ્ટી પણ 0.34 ટકા ઘટાડો
Share Marke:ભારતીય શેરબજાર (Share Marke)સોમવારે રેડ ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ ઘટાડા સાથે ખુલ્યું હતું. આજે સેન્સેક્સ(sensex) 0.27 ટકાના ઘટાડા સાથે 77,371.93 પર બંધ રહ્યો હતો. નિફ્ટી (nifty)પણ 0.34 ટકા ઘટીને 23,453.80ના સ્તરે બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ, TCS અને વિપ્રો જેવા IT શેરોમાં તીવ્ર ઘટાડાથી, ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ઘટાડા સાથે બંધ થયું. જોકે IT સિવાયના મોટા ભાગના ક્ષેત્રોમાં વૃદ્ધિ જોવા મળી હતી, પરંતુ IT શેરોમાં વેચવાલીથી બજાર દબાણ હેઠળ આવ્યું હતું. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 241 પોઈન્ટના ઘટાડા સાથે 77,371 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 79 પોઈન્ટના ઘટાડા સાથે 23,465 પોઈન્ટ પર બંધ થયો હતો.
ટાટા સ્ટીલના શેરમાં જોરદાર ઉછાળો
સેન્સેક્સ કંપનીઓમાં સમાવિષ્ટ ટાટા સ્ટીલનો શેર આજે સૌથી વધુ 2.39 ટકાના વધારા સાથે બંધ થયો હતો. આ સિવાય હિન્દુસ્તાન યુનિલિવરના શેર 1.46 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.42 ટકા, નેસ્લે ઈન્ડિયા 1.37 ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા 1.21 ટકા, અદાણી પોર્ટ્સ 1.11 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 1.09 ટકાના વધારા સાથે બંધ થયા છે. આ સિવાય મારુતિ સુઝુકી, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, લાર્સન એન્ડ ટુબ્રો, આઈટીસી, બજાજ ફાઈનાન્સ અને પાવરગ્રીડના શેર પણ લીલા નિશાનમાં બંધ થયા હતા.
આ પણ વાંચો -કાગળ વિનાની Pension પ્રક્રિયા શરૂ! ડિજીટલ ઈન્ડિયા મિશનનું વધુ એક પગલું
TCSના શેર મોટા ઘટાડા સાથે બંધ થયા છે
TCSનો શેર આજે મહત્તમ 3.07 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ઈન્ફોસિસના શેર 2.62 ટકા, NTPC 1.44 ટકા, એચસીએલ ટેક 1.43 ટકા, એક્સિસ બેન્ક 1.36 ટકા, ટેક મહિન્દ્રા 1.32 ટકા, બજાજ ફિનસર્વ 1.27 ટકા, સન ફાર્મા 1.22 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 9 ટકા ઘટીને બંધ થયા છે. આ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાઈટન, ટાટા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેંક અને એશિયન પેઈન્ટ્સના શેર પણ ઘટાડા સાથે બંધ થયા હતા.
આ પણ વાંચો -હવાઈ મુસાફરીમાં ફરી જોવા મળ્યો ઉછાળો, એક જ દિવસમાં તોડ્યો રેકોર્ડ
ભારતીય શેરબજાર કેમ ઘટ્યું?
ભારતીય શેરબજારના ઘટાડામાં આઈટી શેરોએ મુખ્ય ભૂમિકા ભજવી છે. નિફ્ટીનો આઈટી ઈન્ડેક્સ એક સમયે 1200 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો અને આ ઈન્ડેક્સ 2.22 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં સમાવિષ્ટ તમામ 10 શેરો બંધ થયા છે, જેમાં ઈન્ફોસિસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, વિપ્રો અને એલટીઆઈમિન્ડટ્રી અને એચસીએલ ટેકનો સમાવેશ થાય છે. યુએસ ફેડરલ રિઝર્વના ચીફ જેરોમ પોવેલે કહ્યું છે કે સેન્ટ્રલ બેંકે વ્યાજ દર ઘટાડવામાં ઉતાવળ કરવાની જરૂર નથી. તેમના નિવેદનના કારણે અમેરિકન ટેક કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તેની અસર ભારતીય આઈટી શેર પર પણ પડી છે. હકીકતમાં ભારતીય આઈટી કંપનીઓની આવકનો મોટો હિસ્સો અમેરિકામાંથી આવે છે.