Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિધાનસભાના સ્પીકર બનશે શંકર ચૌધરી, ઉપાધ્યક્ષ પદે જેઠાભાઇ ભરવાડના નામ પર મહોર

વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ નવી સરકારે હવે કામગીરી શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા વિધાનસભાના સ્પીકર પદે શંકર ચૌધરીના નામ પર મહોર મારવામાં આવી છે. તો વિધાનસભાના ઉપાધ્યક્ષ પદે ધારાસભ્ય જેઠા ભરવાડનું નામ નક્કી કરાયુ છે. શંકર ચૌધરી બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પરથી ચૂંટાયા છે, જ્યારે 15મી વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ પંચમહાલની શહેરા બેઠક પરથી ચૂંટાયા છે. વિધાનસભા અધ
વિધાનસભાના સ્પીકર બનશે શંકર ચૌધરી  ઉપાધ્યક્ષ પદે જેઠાભાઇ ભરવાડના નામ પર મહોર
Advertisement
વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ નવી સરકારે હવે કામગીરી શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા વિધાનસભાના સ્પીકર પદે શંકર ચૌધરીના નામ પર મહોર મારવામાં આવી છે. તો વિધાનસભાના ઉપાધ્યક્ષ પદે ધારાસભ્ય જેઠા ભરવાડનું નામ નક્કી કરાયુ છે. શંકર ચૌધરી બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પરથી ચૂંટાયા છે, જ્યારે 15મી વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ પંચમહાલની શહેરા બેઠક પરથી ચૂંટાયા છે. વિધાનસભા અધ્યક્ષની રેસમાં રમણ વોરા અને ગણપત વસાવાના નામ પણ શામેલ હતા. જો કે આખરે શંકર ચૌધરીનું નામ ફાઇનલ થયું. 
કોણ છે શંકર ચૌધરી ?
 
-  શંકર ચૌધરી તેમની પહેલી ચૂંટણી વર્ષ 1997માં રાધનપુરથી લડ્યા હતા.. 
-  માત્ર 27 વર્ષની વયે તેઓ શંકરસિંહ વાઘેલા સામે વિધાનસભાની પહેલી  ચૂંટણી લડ્યા 
-  તેઓ પ્રથમવાર ધારાસભ્ય 1998માં યોજાયેલી ચૂંટણીમાં રાધનપુર બેઠક પરથી ચૂંટાઇને બન્યા.
-  2014 માં રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા.
-  તે બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક અને બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ સંઘના અધ્યક્ષ છે
-  ગુજરાત રાજ્ય સહકારી બેંકના વાઇસ-ચેરમેન અને ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી તરીકે પણ સક્રિય છે. 
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાવમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે હારી ગયા હતા. વાવમાંથી હાર્યા બાદ ભાજપે 2022ની ચૂંટણીમાં થરાદની ટિકિટ આપી હતી અને શંકર ચૌધરીની જીત થઈ હતી.
Tags :
Advertisement

.

×