Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Shahjahan Sheikh And CBI: કોલકત્તા હાઈકોર્ટ હુકમના 26 કલાક બાદ CBI ના હાથમાં શાહજહાં શૈખ

Shahjahan Sheikh And CBI: કોલકાતા હાઈકોર્ટ (High Court) ના આદેશના 26 કલાક બાદ બંગાળ પોલીસે શેખ શાહજહાં (Shahjahan Sheikh) ને CBI ને સોંપી દીધો. તપાસ એજન્સીની એક ટીમ બપોરે 3.45 કલાકે પોલીસ હેડક્વાર્ટર પહોંચી હતી. સાંજે 6:30 વાગ્યા પછી CBI...
shahjahan sheikh and cbi  કોલકત્તા હાઈકોર્ટ હુકમના 26 કલાક બાદ cbi ના હાથમાં શાહજહાં શૈખ

Shahjahan Sheikh And CBI: કોલકાતા હાઈકોર્ટ (High Court) ના આદેશના 26 કલાક બાદ બંગાળ પોલીસે શેખ શાહજહાં (Shahjahan Sheikh) ને CBI ને સોંપી દીધો. તપાસ એજન્સીની એક ટીમ બપોરે 3.45 કલાકે પોલીસ હેડક્વાર્ટર પહોંચી હતી. સાંજે 6:30 વાગ્યા પછી CBI ને શાહજહાં (Shahjahan Sheikh) ની કસ્ટડી મળી હતી.

Advertisement

  • સંદેશખાલી કેસનો મુખ્ય આરોપી CBI ને હાથમાં આવ્યો
  • અગાઉ CBI દ્વારા 2 આરોપીઓની ધરપકડ કરાયેલી
  • જોકે ED એ 5 જાન્યુ. શાહજહાંના ઘરે દરોડા પાડવા ગયેલી

જોકે કોલકાતા હાઈકોર્ટ (High Court) ના આદેશ બાદ પણ CBI ને 5 માર્ચે શાહજહાં શેખ (Shahjahan Sheikh) ની કસ્ટડી મળી ન હતી. CIA એ 2 કલાકની રાહ જોયા બાદ બંગાળ પોલીસ હેડક્વાર્ટરથી ખાલી હાથે પરત ફરી હતી. ત્યારે હાઈકોર્ટે રાજ્ય સરકારને સાંજે 4.30 વાગ્યા સુધીમાં શેખને CBI ને સોંપવાનો આદેશ આપ્યો હતો.

Advertisement

11 વાગ્યે સુનાવણી હાથ ધરવામાં આવી

શાહજહાંને CBI ને સોંપવાના હાઈકોર્ટ (High Court) ના નિર્ણય સામે રાજ્ય સરકારે 5 માર્ચની સાંજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેના પર આજરોજ સવારે 11 વાગ્યે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. Supreme Court તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.

મહિલાઓ પર સામૂહિક બળાત્કાર કરવાનો આરોપ

Advertisement

સંદેશખાલીમાં શાહજહાં શેખ (Shahjahan Sheikh) અને તેના બે સહયોગીઓ શિબુ હાઝરા અને ઉત્તમ સરદાર પર લાંબા સમયથી મહિલાઓ પર સામૂહિક બળાત્કાર કરવાનો આરોપ છે. પોલીસે આ મામલામાં શિબુ હઝરા અને ઉત્તમ સરદાર સહિત 18 લોકોની ધરપકડ કરી છે.

શાહજહાં શેખ (Shahjahan Sheikh) TMC ના જિલ્લા સ્તરના નેતા છે. પશ્ચિમ બંગાળમાં રાશન કૌભાંડમાં ED એ 5 જાન્યુઆરીએ તેમના ઘરે દરોડા પાડ્યા હતા. ત્યારબાદ તેમના 200 થી વધુ સમર્થકોએ ટીમ પર હુમલો કર્યો. અધિકારીઓએ પોતાનો જીવ બચાવવા ભાગવું પડ્યું હતું. ત્યારથી શાહજહાં ફરાર હતો.

આ પણ વાંચો: EC: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી માટે જાહેર કરી એડવાઈઝરી

Tags :
Advertisement

.