Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાળપણમાં નજીકના સગા દ્વારા જાતીય શોષણનો ભોગ બની, વન નાઈટ સ્ટેન્ડ પછી પ્રેગ્નન્ટ થવા સુધી

કુબ્રા સૈતે પોતાના અંગત જીવનમાં ઘણું સહન કર્યું છે પરંતુ ક્યારેય હાર માની નથી અને પોતાના દમ પર ઇન્ડસ્ટ્રીમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે. આજે આ અભિનેત્રીના જન્મદિવસના ખાસ અવસર પર કુબ્રા સૈતની અંગત જીંદગીના ખુલાસાઓ જણાવીએ.  27 જુલાઈએ અભિનેત્રી કુબ્બ્રા સૈતે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. કુબ્રાએ તેના પાવર પેક્ડ પરફોર્મન્સથી દર્શકોના દિલ જીતી લીધા છે. 'સેક્રેડ ગેમ્સ' પછી રાતોરાàª
બાળપણમાં નજીકના સગા દ્વારા જાતીય શોષણનો ભોગ બની  વન નાઈટ સ્ટેન્ડ પછી પ્રેગ્નન્ટ થવા સુધી
કુબ્રા સૈતે પોતાના અંગત જીવનમાં ઘણું સહન કર્યું છે પરંતુ ક્યારેય હાર માની નથી અને પોતાના દમ પર ઇન્ડસ્ટ્રીમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે. આજે આ અભિનેત્રીના જન્મદિવસના ખાસ અવસર પર કુબ્રા સૈતની અંગત જીંદગીના ખુલાસાઓ જણાવીએ.  27 જુલાઈએ અભિનેત્રી કુબ્બ્રા સૈતે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. કુબ્રાએ તેના પાવર પેક્ડ પરફોર્મન્સથી દર્શકોના દિલ જીતી લીધા છે. 'સેક્રેડ ગેમ્સ' પછી રાતોરાત ફેમસ થઈ ગયેલી એક્ટ્રેસ કુબ્રા સૈત ભૂતકાળમાં તેની પ્રોફેશનલ લાઈફ કરતાં પણ વધુ તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહી છે. 

કુબ્રાએ 13 વર્ષની ઉંમરથી શો હોસ્ટ કરવાનું શરૂ કર્યું
કુબ્રા સૈતે પોતાના અંગત જીવનમાં ઘણું સહન કર્યું છે પરંતુ ક્યારેય હાર માની નથી અને પોતાના દમ પર ઇન્ડસ્ટ્રીમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે. જન્મદિવસના ખાસ અવસર પર, અમે તમને કુબ્રા સૈતના એવા ખુલાસા જણાવીએ, જેને જાણીને લોકો દંગ રહી ગયા. કુબ્રા સૈતનો જન્મ 27 જુલાઈ 1983ના રોજ બેંગ્લોરમાં થયો હતો. 2005માં, કુબ્રા સૈત દુબઈમાં શિફ્ટ થઈ અને માઈક્રોસોફ્ટ સાથે એકાઉન્ટ્સ મેનેજર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. વિકિપીડિયા અનુસાર, કુબ્રાએ 13 વર્ષની ઉંમરથી શો હોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. 2013 માં, તેને ભારતના શ્રેષ્ઠ મહિલા એમસી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી. 2009માં, ક્રુબાએ મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ સૌંદર્ય સ્પર્ધામાં મિસ પર્સનાલિટીનો ખિતાબ જીત્યો. કુબ્બ્રા સૈતનો નાનો ભાઈ ડેનિશ સૈત રેડિયો જોકી અને ટીવી હોસ્ટ છે.
કાકાએ ગંદું કૃત્ય કર્યું
કુબ્રા સૈતે પોતે જ આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેના કાકાએ તેનું યૌન શોષણ કર્યું હતું. કુબ્રા સૈતે જણાવ્યું હતું કે તે બેંગ્લોરમાં તેના પરિવાર સાથે એક રેસ્ટોરન્ટમાં ગઈ હતી, જ્યાં તેના પરિવારની એક  વ્યક્તિ સાથે મિત્રતા થઈ ગઈ હતી. ધીમે-ધીમે તે વ્યક્તિ કુબ્રાના પરિવારની ખૂબ નજીક આવી ગયો અને દરેક સુખ-દુઃખની માહિતી રાખવા લાગ્યો. કુબ્રાએ જણાવ્યું હતું કે વ્યક્તિએ તેના પરિવારની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. સાથે જ તેણે કુબ્રાની છેડતી પણ કરી હતી. કુબ્રાએ જણાવ્યું હતું કે તે આ વ્યક્તિને અંકલ કહેતી હતી, જેણે લગભગ અઢી વર્ષ સુધી તેનું શોષણ કર્યું હતું. 
વન નાઇટ સ્ટેન્ડ પછી ગર્ભવતી થઈ
કુબ્રાએ થોડા સમય પહેલા તેના પુસ્તક 'ઓપન બુકઃ નોટ ક્વિટ અ મેમોયર' માટે ચર્ચામાં હતી. પછી કુબ્રાએ ખુલાસો કર્યો કે તે વન નાઈટ સ્ટેન્ડ પછી પ્રેગનેટ થઈ ગઈ હતી અને પછી તેણે ગર્ભપાત કરાવ્યો હતો. કુબ્રાએ ખુલાસો કર્યો હતો કે વર્ષ 2013માં તે એક મિત્ર સાથે આંદામાન વેકેશન પર ગઈ હતી. જ્યાં ડ્રિંક પીધા બાદ તેણીએ તે જ મિત્ર સાથે ઈન્ટિમેટ થઈ હતી અને બાદમાં કુબ્રાનો પ્રેગ્નન્સી રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 30 વર્ષની ઉંમરે કુબ્રા આ જવાબદારી લેવા તૈયાર ન હતી. તેથી, તેણીએ તેણે એબોએશન કરાવ્યું હતું.


કુબ્રાની ફિલ્મી કરિયર 
કુબ્રા સૈતે સલમાન ખાનની રેડીમાં એક નાનકડા રોલથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી, તે જોડી બ્રેકર્સ, આઈ લવ એનવાય, સુલતાન, ગલી બોય, જવાની જાનેમન જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. કુબ્રાએ કેટલીક વેબ સિરીઝમાં પણ કામ કર્યું હતું. જોકે, તેને તેની અસલી ઓળખ 2018માં Netflixની વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સથી મળી હતી. કુબ્રાએ એપલ ટીવીના શો ફાઉન્ડેશનમાં પણ જોવા મળી હતી
 
Advertisement
Tags :
Advertisement

.