સુરત પોલીસનો સંવેદનશીલ ચહેરો, ઝોન-1 ડીસીપી ભક્તિ ઠાકર માનવ મંદિર મંદ બુદ્ધિ આશ્રમ પહોંચી થયા ભાવુક
પોલીસનું નામ પડતા જ ભલભલા ગુનેગારોને પરસેવો છૂટી જાય છે, પોલીસ ગુનેગારો સામે કડક વલણ અપનાવે છે. પરંતુ આ જ પોલીસનો એક પ્રેમાળ અને લાગણીભર્યો ચહેરો પણ હોય છે તે બહુ ઓછા લોકો જાણે છે. સુરત ઝોન 1ના ડીસીપી ભક્તિ ઠાકર સુરત પોલીસ કમિશનર દ્વારા અપાયેલી સૂચના અનુસાર તેમના વિસ્તારના શેલ્ટર હોમ અને અલગ અલગ સંસ્થાઓની મુલાકાત લેતા રહે છે. મંદબુદ્ધી મહિલાઓએ ડીસીપી ભક્તિ ઠાકરને ગળે લગાવી લીધàª
પોલીસનું નામ પડતા જ ભલભલા ગુનેગારોને પરસેવો છૂટી જાય છે, પોલીસ ગુનેગારો સામે કડક વલણ અપનાવે છે. પરંતુ આ જ પોલીસનો એક પ્રેમાળ અને લાગણીભર્યો ચહેરો પણ હોય છે તે બહુ ઓછા લોકો જાણે છે. સુરત ઝોન 1ના ડીસીપી ભક્તિ ઠાકર સુરત પોલીસ કમિશનર દ્વારા અપાયેલી સૂચના અનુસાર તેમના વિસ્તારના શેલ્ટર હોમ અને અલગ અલગ સંસ્થાઓની મુલાકાત લેતા રહે છે.
મંદબુદ્ધી મહિલાઓએ ડીસીપી ભક્તિ ઠાકરને ગળે લગાવી લીધા
જે અંતર્ગત તેઓ સુરત કામરેજ રોડ પર આવેલા જીવન જ્યોત માનવ મંદિર મંદ બુદ્ધિ આશ્રમ ખાતે પહોંચ્યા હતા.આ આશ્રમ પરેશ ભાઈ જીવરાજભાઈ વિરાણી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.જેમાં ઘરવિહોણા , મંદ બુદ્ધિના , તરછોડાયેલા અને શારીરિક રીતે અસ્વસ્થ લોકોને આશરો આપવામાં આવે છે. ત્યારે અહીં પહોંચતા જ અને અહી આશરો અપાયેલા લોકોને જોતા જ તેમને મળતા તેમના સાથે સમય પ્રસાર કરતા તેઓ ભાવુક થઈ ગયા હતા.
મંદબુધ્ધિ મહિલાઓ ડીસીપી અને તેમની સાથે આશ્રમમાં આવેલા પીઆઈને જોતા જ તેમને ગળે વળગી પડ્યા હતા.તેમના પગે પડી આશીર્વાદ લેવા લાગ્યા હતા,લોકો પોલીસ પાસે જતા ડરે છે. તેવામાં આ લોકો પોલીસ કર્મીઓને પોતાનો પરિવાર માની તેમની પાસે દોડી આવ્યા હતા.
આશ્રમની મુલાકાત દરમ્યાન ડીસીપી ભક્તિ ઠાકર થયા ભાવુક
ડીસીપી ભક્તિ ઠાકર આશ્રમની મુલાકાત લીધા બાદ ભાવુક થઈ ઉઠ્યા હતા.તેમણે કહ્યુ કે તેઓ નસીબદાર છે કે તેમને આવા લોકોની સેવા કરવાનો તેમને મળવાનો અને તેમની સાથે સમય પસાર કરવાનો અવસર મળ્યો,તેમની હાલત સુધારવાના તેઓ દ્વારા પ્રયાસ કરાયા,અહીંના લોકોને ફક્ત પ્રેમ ,સમય ,અને હુંફની જરૂર છે. એવું ડીસીપી નું માનવું છે.કારણ કે આ દરેક વ્યક્તિઓ એવી પરિસ્થિતિમાંથી પસાર થયા છે કે જે સાંભળીને કોઈના પણ રુવાટા ઉભા થઈ જાય. અહી કોઈ અનાથ છે, તો કોઈ મંદબુદ્ધિના છે. તો કેટલીક મહિલાઓ સાથે ખરાબ કૃત્ય થયું છે તો કોઈને તરછોડી દેવામાં આવી છે અને તેને કારણે અહીં કેટલાક લોકોની માનસિક સ્થિતિ પણ અસ્થિર છે. કોઈ માતા પોતાના પુત્રને નથી ઓળખતી તો કોઈ વ્યક્તિને પોતાના ઘર પરિવાર વિશે કશુજ ખબર નથી. જેથી પોલીસ ની ફરજ નિભાવવા સાથે હવે તેઓ સમય મળે ત્યારે આ આશ્રમની મુલાકાત લે છે . અહીના લોકો માટે તેઓ તેમનાથી બનતા પ્રયાસ કરે છે.કપડાં ,ફ્ળ ફ્રૂટ લાવી તેમને જમાડે છે.
અન્ય લોકોને પણ આશ્રમની મુલાકાત લેવા અને બનતી મદદ કરવા અપીલ
ડીસીપી ભક્તિ ઠાકરે એવી ઈચ્છા પણ વ્યક્ત કરી છે કે અન્ય લોકો પણ આશ્રમ આવી તેમની સાથે સમય કાઢે બે વાર તેઓ આશ્રમની મુલાકાત લઈ ચૂક્યા છે.પરંતુ તેમની ઈચ્છા છે કે હજુ આવનારા દિવસોમાં તેઓ અહી આવે અને આશ્રમના લોકો માટે કપડાં ,રમકડા ,વાસણો, સહિતની વસ્તુઓની ભેટ આપી મદદરૂપ થાય,આ સાથેજ તેઓએ શેહેરીજનોને પણ સંદેશો આપતા કહ્યું હતું કે દરેક વ્યક્તિએ એક વાર આશ્રમની મુલાકાત લેવી જોઈએ અને પોતાનાથી બનતી મદદ આ મંદ બુદ્ધિ નિરાધાર લોકો ને કરવી જોઈએ.તેમના માટે આગળ આવવું જોઈએ.
આશ્રમની જાળવણી કરનાર પરેશ વિરાણીએ પોલીસની કામગીરી બિરદાવી
આશ્રમની જાળવણી કરતા પરેશ વિરાણીએ પોલીસની કામગીરી બિરદાવી હતી, પોલીસ દ્વારા ઘણી વાર મંદબુધ્ધિના લોકોને રસ્તા પરથી આશ્રમમાં લાવવામાં આવતા હોય છે . ઘર વિહોણા લોકોની સુરક્ષા તેમની જાણવણી આશ્રમમાં કરવામાં આવે છે.આશ્રમમાં તેમની સાર સંભાળ રાખવામાં આવે છે તેમની દવા થી લઇ તેમના ખોરાક સુધી ઉઠવા થી લઇ સુવા સુધીની તમામ કાળજી આશ્રમ દ્વારા રાખવામાં આવે છે.
પોલીસ કમિશનરે પણ આશ્રમની વિઝીટ કરી
સુરત ડીસીપીની આ લાગણી જોઇ ખુદ સુરત પોલીસ કમિશનરે પણ આશ્રમની વિઝીટ કરી હતી, અને અહીંના લોકોને મળ્યા હતા, સાથે જ તેમના મુખ પર સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો હતો,સાથે જ વરાછાના પીઆઈ ડીસીપી સહિતના અધિકારીઓ આશ્રમમાં જઈ જમણવારનું આયોજન કરતા રહે છે.
આશ્રમમાં આરતી કર્યા બાદ તમામ લોકોને ભોજન પીરસવામાં આવે છે તે દરમ્યાન એક મહિલા કે જે પોતાના હાથે જમી શકતી ન હતી જે બાળક પેરાલિસિસનો શિકાર હતો એવાને જોઈ ડીસીપી ભક્તિ ઠાકર તરત આ મહિલા પાસે દોડી ગયા હતા અને તેની સાથે બેસી પોતાના હાથેથી તેમને ભોજન કરાવ્યું હતું.તો નાના બાળકને પોતાના હાથે ખવડાવી તેનું પેટ ભર્યું હતું,બસ તેમની આ ક્ષણો કેમેરામાં કેદ થઈ ગઈ, જેને જોઈ તમામ લોકો પણ મહિલા પોલીસ અધિકારીના આ માનવતાભર્યા કાર્યને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement