કાઇપો છે...ની બુમો વચ્ચે દબાઇ ગઇ પક્ષીઓના દર્દની ચિચયારીઓ, એકલા ભરૂચમાં 18 પક્ષીઓના મોત, 45 ઘાયલ
ભરૂચ જિલ્લામાં ભારે ઉત્સાહ સાથે ઉત્તરાયણનો પર્વ મનાવાયા બાદ હવે પતંગ રસીયાઓ વાસી ઉત્તરાયણનો પર્વ મનાવવામાં વ્યસ્ત છે. .જો કે પતંગ રસીયાઓની મજા અનેક પક્ષીઓ માટે સજારૂપ બની ગઇ. કેટલાય પક્ષીઓ ઇજાગ્રસ્ત થવા સાથે મોતને પણ ભેટયા. ભરૂચ જિલ્લામાં ૬૩ પક્ષીઓ પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયા છે જ્યારે ૧૮ના મોત થયા છે અને તેમાંય ૯ તો વિદેશી પક્ષીઓ હોવાના અહેવાલો મળી રહ્યા છેભરૂચ જિલ્લામાં ઉતà
Advertisement

ભરૂચ જિલ્લામાં ભારે ઉત્સાહ સાથે ઉત્તરાયણનો પર્વ મનાવાયા બાદ હવે પતંગ રસીયાઓ વાસી ઉત્તરાયણનો પર્વ મનાવવામાં વ્યસ્ત છે. .જો કે પતંગ રસીયાઓની મજા અનેક પક્ષીઓ માટે સજારૂપ બની ગઇ. કેટલાય પક્ષીઓ ઇજાગ્રસ્ત થવા સાથે મોતને પણ ભેટયા. ભરૂચ જિલ્લામાં ૬૩ પક્ષીઓ પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયા છે જ્યારે ૧૮ના મોત થયા છે અને તેમાંય ૯ તો વિદેશી પક્ષીઓ હોવાના અહેવાલો મળી રહ્યા છે

ભરૂચ જિલ્લામાં ઉતરાયણ પર્વની વહેલી સવારથી જ ભરૂચના આકાશો રંગબેરંગી પતંગોથી ઉભરાયા હતા અને સવારના સમયે અને સંધ્યાકારના સમયે કેટલાય પક્ષીઓ પોતાના બચ્ચાઓ માટે ખોરાકની શોધમાં નીકળ્યા હતા અને ઉડતા પતંગોના ધારદાર માંજાથી કાંતો ઘાયલ થયા હતા.કાં મોતને ભેટ્યા હતા

એક આંકડા પ્રમાણે જિલ્લામાં ૧૮ પક્ષીઓના મોત થયા હતા જ્યારે ૪૫ પક્ષીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા અને તેમાંય નવ વિદેશી પક્ષીઓના મોત થયા હતા જ્યારે ૧૪ વિદેશી પક્ષીઓ ઘવાયા છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વિદેશી પક્ષીઓના મોત થતા તેની દફનવિધિ પણ કરવામાં આવી હતી પતંગ રસીકો પતંગ ચગાવવાની મજામાં કેટલાય પક્ષીઓએ પાંખ ગુમાવી ગળું કપાયું અને કેટલાય પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા તંત્રએ પણ સવાર અને સાંજના સમય પક્ષીઓની ઉડા-ઉડના સમયે પતંગ ન ચગાવવા અપીલ કરી છતાં પણ પતંગ રસીકોએ પતંગ ચગાવી અને પક્ષીઓ મોતને પણ ભેટયા અને કેટલાય પક્ષીઓ ઇજાગ્રસ્ત પણ થયા હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement