Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચંદનની હેરાફેરી અમદાવાદમાં ઝડપાઈ, DRI એ કરોડો રૂપિયાનું લાલ ચંદન કબ્જે કર્યું

થોડા સમય પહેલા જ રીલીઝ થયેલી સાઉથની ફિલ્મ પુષ્પામાં લાલ ચંદનની હેરાફેરી દર્શાવવામાં આવી હતી, તેવામાં અમદાવાદ શહેરમાં સાબરમતી ICD માંથી DRI એ કરોડો રૂપિયાનું રક્ત ચંદન ઝડપી પાડ્યું છે.સાબરમતી ICD માંથી શાહજ્હામાં મોકલવામાં આવી રહેલા કંટેનરમાંથી આ લાલ ચંદન ઝડપાયું છે. DRI વિભાગ દ્વારા સતત એરપોર્ટ અને અન્ય જગ્યાઓ પર ભારતમાં આવતા અને ભારતમાંથી લઈ જવાતા સામાનનું ચેકિંગ કરવાની કામગીરી કર
ચંદનની હેરાફેરી અમદાવાદમાં ઝડપાઈ  dri એ કરોડો રૂપિયાનું લાલ ચંદન કબ્જે કર્યું
થોડા સમય પહેલા જ રીલીઝ થયેલી સાઉથની ફિલ્મ પુષ્પામાં લાલ ચંદનની હેરાફેરી દર્શાવવામાં આવી હતી, તેવામાં અમદાવાદ શહેરમાં સાબરમતી ICD માંથી DRI એ કરોડો રૂપિયાનું રક્ત ચંદન ઝડપી પાડ્યું છે.સાબરમતી ICD માંથી શાહજ્હામાં મોકલવામાં આવી રહેલા કંટેનરમાંથી આ લાલ ચંદન ઝડપાયું છે. DRI વિભાગ દ્વારા સતત એરપોર્ટ અને અન્ય જગ્યાઓ પર ભારતમાં આવતા અને ભારતમાંથી લઈ જવાતા સામાનનું ચેકિંગ કરવાની કામગીરી કરવામાં આવે છે. તેવામાં DRI DIRECTORATE OF REVENUE INTELIGENCE દ્વારા 11.70 કરોડ રૂપિયાની કિંમતનાં આ લાલ ચંદનને ઝડપી મોટી સફળતા હાંસલ કરી છે.

 સાઉદી અરેબિયામાં શાહજ્હાંમાં મોકલવાનું હતું રક્ત ચંદન
14.63 મેટ્રિક ટન  વજનનાં લાલ ચંદનનાં 840 લાકડાના લોગ જપ્ત કરવામાં આવ્યા છે. દાણચોરી મામલે DRI એ શંકાસ્પદ લાગતા કન્ટેનરને 'કન્ટેનર સ્કેનિંગ ડિવાઇસ' દ્વારા સ્કેન કરતા મામલો સામે આવ્યો હતો.આ રક્ત ચંદન શારજાહ મારફતે UAE મોકલવાના હોવાનો થયો ખુલાસો થતા જ DRI એ કંટેનર મોકલનાર અને રીસિવ કરનાર અંગે તપાસ તેજ કરી છે. તેવામાં આ રક્ત ચંદન ક્યાંથી આવ્યું હતુ તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.જે તપાસ બાદ આ મામલે મહત્વનાં ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.સાથે જ આ અગાઉ આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી કેટલી વાર લાલ ચંદનની હેરાફેરી કરવામાં આવી તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે.
આંધ્રપ્રદેશ રક્ત ચંદનનું કેપીટલ
આંધ્રપ્રદેશ અને આસપાસનાં જંગલોમાંથી લાલ ચંદનની તસ્કરી કરવામાં આવતી હોય છે..આ ચંદનની માંગ એશિયા અને ચાઈના સહિતના અનેક દેશોમાં સૌથી વધુ હોય છે..આ રક્ત ચંદનનો ઉપયોગ કોસ્મેટીક, દવાઓ, અને ફર્નિચર બનાવવામાં કરવામાં આવે છે. ફોરેન ટ્રેડ પોલીસી અંતર્ગત આ લાલ ચંદનના એક્સપોર્ટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
2 વર્ષમાં 150 કરોડનું રક્ત ચંદન ઝડપાયું
છેલ્લાં 2 વર્ષમાં DRI દ્વારા 150 કરોડથી વધુની કિંમતનાં રક્ત ચંદનને ઝડપી મોટા રેકેટનો પર્દાફાસ કર્યો છે..જેમાં 12.20 મેટ્રીક ટન વજનના ચંદનનાં લાકડાને ક્રિષ્નાપટ્ટનમથી મલેશિયામાં મોકલવામાં આવે તે પહેલા પકડી પાડવામાં આવ્યું હતું, ડિસેમ્બર 2021માં DRI એ મુંદ્રા પોર્ટ પરથી 11.7 મેટ્રીક ટન રક્ત ચંદન ઝડપી પાડ્યું હતું.તેવી જ રીતે અનેક જગ્યાઓ પરથી ચંદનની હેરાફેરી ઝડપી લેવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.