ગૃહમંત્રી અમિત શાહના સંસદીય ક્ષેત્રમાં આવે છે સાણંદ વિધાનસભા બેઠક, આવો રહ્યો છે આ બેઠકનો ચૂંટણીલક્ષી ઇતિહાસ
અમદાવાદ જિલ્લાની સાણંદ બેઠક મહત્વપૂર્ણ ગણાતી બેઠકોમાંથી એક છે. આ બેઠક ગાંધીનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે જેના સાંસદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ છે. આ બેઠક પર છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી છે. છેલ્લી બે ચૂંટણીમાં એક વખત ભાજપ અને એક વખત કોંગ્રેસનો વિજય થયો છે. આ બેઠક 2008માં સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી. ગત ચૂંટણીમાં આ બેઠક ભાજપે જીત
Advertisement
અમદાવાદ જિલ્લાની સાણંદ બેઠક મહત્વપૂર્ણ ગણાતી બેઠકોમાંથી એક છે. આ બેઠક ગાંધીનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે જેના સાંસદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ છે. આ બેઠક પર છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં ભાજપ
અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી છે. છેલ્લી બે ચૂંટણીમાં એક વખત ભાજપ અને એક વખત કોંગ્રેસનો વિજય થયો છે. આ બેઠક 2008માં સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી.
ગત ચૂંટણીમાં આ બેઠક ભાજપે જીતી હતી
2017ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક ભાજપે જીતી હતી. ભાજપના ઉમેદવાર કનુભાઈ પટેલે કોંગ્રેસના પુષ્પાબેન ડાભીને 7000 મતોની સરસાઈથી હરાવ્યા હતા..આ ચૂંટણીમાં કુલ 14 ઉમેદવારો મેદાનમાં હતા જેમાંથી 11
ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી. 2012ની ચૂંટણીમાં આ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. ત્યારે કોંગ્રેસના કરમસીભાઈ પટેલ વિજય નોંધાવવામાં સફળ રહ્યા હતા. તેમણે ભાજપના કમાભાઈ રાઠોડને 4000થી વધુ મતોથી
હરાવ્યા હતા.
2012ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા
આ બેઠકનું રાજકીય મહત્વ એ વાત પરથી લગાવી શકાય છે કે કનુભાઈ પટેલના નોમિનેશનમાં ખુદ ગૃહમંત્રી અમિત શાહે હાજરી આપી હતી. 2022ની ચૂંટણી માટે ભાજપે તેના વર્તમાન ધારાસભ્ય કનુભાઈ કરમશીભાઈ
પટેલને જ ટિકિટ આપી છે, તો બીજી તરફ કોંગ્રેસે રમેશ કોળીને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટી તરફથી આ બેઠક પર કુલદિપસિંહ વાઘેલા મેદાનમાં છે. આ સીટ પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
પરિણામ 8 ડિસેમ્બરે આવશે.
2017માં અમદાવાદ જિલ્લામાં ભાજપે 15 બેઠકો જીતી હતી.
સાણંદ બેઠક અમદાવાદ જિલ્લામાં આવે છે. આ જિલ્લામાં કુલ 21 બેઠકો છે. 2017માં ભાજપે જિલ્લામાં 21માંથી 15 બેઠકો જીતી હતી. તો કોંગ્રેસ છ બેઠકો જીતવામાં સફળ રહી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ