Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જમીન ફળદ્રુપ બનાવવા માટે ગુજરાત સરકાર સાથે સદગુરુ જગ્ગી વાસુદેવે કર્યા ખાસ કરાર

સેવ સોઈલ એટલે કે માટી બચાવવાના અભિયાનને લઈને 27 દેશોમાંથી ભારતમાં વધી રહેલા સદગુરુ જગ્ગી વાસુદેવ જામનગરના રાજવીના મહેમાન બન્યા બાદ મોડી રાત્રે ખાસ અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમાં આઈપીએલ ફાઈનલ મેચ નિહાળવા પહોંચ્યા હતા. જામનગરના રાજવી જામ સાહેબ શત્રુશલ્યસિંહજીના પ્રતિનિધિ એકતાબા સોઢા સાથે ખાસ હવાઈ માર્ગે સૂર્યાસ્ત પછી જામનગરના રાજમહેલ એવા પ્રતાપ વિલાસ પેલેસ
જમીન ફળદ્રુપ બનાવવા માટે ગુજરાત સરકાર સાથે સદગુરુ જગ્ગી વાસુદેવે કર્યા ખાસ કરાર
સેવ સોઈલ એટલે કે માટી બચાવવાના અભિયાનને લઈને 27 દેશોમાંથી ભારતમાં વધી રહેલા સદગુરુ જગ્ગી વાસુદેવ જામનગરના રાજવીના મહેમાન બન્યા બાદ મોડી રાત્રે ખાસ અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમાં આઈપીએલ ફાઈનલ મેચ નિહાળવા પહોંચ્યા હતા. જામનગરના રાજવી જામ સાહેબ શત્રુશલ્યસિંહજીના પ્રતિનિધિ એકતાબા સોઢા સાથે ખાસ હવાઈ માર્ગે સૂર્યાસ્ત પછી જામનગરના રાજમહેલ એવા પ્રતાપ વિલાસ પેલેસ ખાતે પ્રબુદ્ધ નાગરિકો અને શ્રેષ્ઠીઓ સાથે માટી બચાવવા અને ફળદ્રુપતા લાવવા ચર્ચાઓ કર્યા બાદ સીધા જ ઈશા ફાઉન્ડેશન અને સેવ સોઈલ કેમ્પેઇન ચલાવતા સદગુરુ જગ્ગી વાસુદેવ અને રાજવી પરિવારના પ્રતિનિધિ એકતાબા સોઢા ખાસ હવાઈમાર્ગે અમદાવાદ ખાતે પહોંચ્યા હતા અને મોડી રાત્રે આઇપીએલના ચાલી રહેલા ફાઇનલ મેચમાં પહોંચ્યા હતા.
મહત્વનું છે કે, 27 દેશોના પ્રવાસ કરી ભારતમાં આવેલા સદગુરુ જગ્ગી વાસુદેવ આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી સહિતના મંત્રીમંડળ અને મહાનુભાવોને મળી ગુજરાતમાં પણ જમીન ફળદ્રુપ બનાવવા માટે ખાસ એમ.ઓ.યુ કરવામાં આવ્યા છે. રવિવારે આઈપીએલ મેચ દરમિયાન જ ગુજરાતમાં માટી બચાવો અભિયાન અંતર્ગત લોકોમાં જાગૃતતા લાવવા સદગુરૂના આ મિશનને પ્રોત્સાહન આપવા ચર્ચા વિચારણા થઇ હતી. જેને લઈને આજે ગાંધીનગર ખાતે એક મહત્વની સદગુરુ જગ્ગી વાસુદેવ અને મુખ્યમંત્રી સહિતના નેતાઓની ખાસ બેઠક પણ મળી હતી.
આધ્યાત્મ ગુરુ શ્રી જગ્ગી વાસુદેવ (સદગુરુ) તથા માન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં “Save Soil” અભિયાન સંદર્ભે ગુજરાત સરકારના ક્લાયમેટ ચેન્જ વિભાગ અને ‘ઈશા આઉટરીચ’ સંસ્થા વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે. સદગુરુ પ્રેરિત ઈશા આઉટરીચ સાથે ભાગીદારી કરાર કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સદગુરુ શ્રી જગ્ગી વાસુદેવની ઉપસ્થિતિમાં એમ.ઓ.યુ કરવામાં આવ્યા છે. જમીનની ગુણવત્તા સુધારવા અંગે પ્રયાસો અને જન ભાગીદારી વધારવા માટે ભાગીદારી કરાર કરવામાં આવ્યા છે. 
Advertisement
Tags :
Advertisement

.