Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાબરમતી રિવરફ્રન્ટનો વોક-વે પાણીમાં ગરકાવ

રાજ્યમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં (Dharoi Dam) પાણીની ખૂબ જ આવક થઈ છે. જેથી ધરોઈ ડેમમાંથી 70 હજાર ક્યૂસેકથી વધુ પાણી  છોડવામાં આવતાં સાબરમતી નદીમાં (Sabarmati River) પાણીની આવક ખૂબ વધી હતી અને નદી બંને કાંઠે વહી હતી. સાબરમતી રિવરફ્રન્ટના (Sabarmati Riverfront) વોક વે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સાંજે રિવરફ્રન્ટના બંને છેડે આવેલા લોઅર પ્રોમીનાડ પાણીમાં ડૂબી ગયા હતા...જ્યાં સુધી àª
સાબરમતી રિવરફ્રન્ટનો વોક વે પાણીમાં ગરકાવ
રાજ્યમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં (Dharoi Dam) પાણીની ખૂબ જ આવક થઈ છે. જેથી ધરોઈ ડેમમાંથી 70 હજાર ક્યૂસેકથી વધુ પાણી  છોડવામાં આવતાં સાબરમતી નદીમાં (Sabarmati River) પાણીની આવક ખૂબ વધી હતી અને નદી બંને કાંઠે વહી હતી. સાબરમતી રિવરફ્રન્ટના (Sabarmati Riverfront) વોક વે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સાંજે રિવરફ્રન્ટના બંને છેડે આવેલા લોઅર પ્રોમીનાડ પાણીમાં ડૂબી ગયા હતા...
જ્યાં સુધી સાબરમતી નદીનું પાણી ઓછું નહીં થાય ત્યાં સુધી લોકોને આ વખતે વોક વે (Walk way) પર ન જવા સૂચના આપવામાં આવી છે. વાસણા બેરેજના 24 દરવાજા ખોલવામાં આવ્યા છે. તમામ  દરવાજા 3 ફુટ  ખોલી દેવામાં આવ્યા છે. જેથી સાબરમતી નદીમાં (Sabarmati River) આવનાર પાણી આગળ વહી જશે અને જળસપાટી જળવાઈ રહેશે. અમદાવાદ (Ahmedabad) જિલ્લાના નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે
ધરોઈ ડેમમાંથી (Dharoi Dam) મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતાં સાબરમતી નદીમાં જળસ્તર વધ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટના લોઅર પ્રોમીનાડ સુધી પાણી પહોંચી જતા  સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ વોકવે ને  બંધ કરવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ વોકવે (Riverfront Walk way) પર લોકો લોઅર પ્રોમીનાડ પર બેસી ફોટા પડાવતા અને નીચે ફરતા જોવા મળ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.