Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Russia Train Accident : પેસેન્જર ટ્રેનના 9 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 70થી વધુ લોકો...

Russia Train Accident : રશિયાના કોમીમાં એક ભયાનક ટ્રેન અકસ્માત થયો છે. પેસેન્જર ટ્રેન (Passenger Train) ના 9 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે 70 થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત (Injured) થયા હોવાના અહેવાલ છે. રશિયાના સ્થાનિક મીડિયાના...
russia train accident   પેસેન્જર ટ્રેનના 9 ડબ્બા પાટા પરથી ઉતર્યા  70થી વધુ લોકો

Russia Train Accident : રશિયાના કોમીમાં એક ભયાનક ટ્રેન અકસ્માત થયો છે. પેસેન્જર ટ્રેન (Passenger Train) ના 9 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે 70 થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત (Injured) થયા હોવાના અહેવાલ છે. રશિયાના સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ 7 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. હાલ અકસ્માત (Accident) માં કોઈના મોતની પુષ્ટિ થઈ નથી.

Advertisement

ઇમરજન્સી સેવાઓને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી

મળી રહેલી માહિતી અનુસાર, પેસેન્જર ટ્રેન ઉત્તર-પૂર્વીય કોમીના વોરકુટાથી નોવોરોસિસ્કના બ્લેક સી બંદરે જઈ રહી હતી. બંને સ્થળો વચ્ચે પાંચ હજાર કિલોમીટરનું અંતર છે. દુર્ઘટનામાં સામેલ ટ્રેનનું નામ ટ્રેન 511 છે. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, બુધવારે સાંજે લગભગ 6:12 વાગ્યે (સ્થાનિક સમય) ઈન્ટા શહેર નજીક આ અકસ્માત થયો હતો. રશિયન રેલ્વેએ ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે ઇમરજન્સી સેવાઓને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. મુસાફરોની મદદ માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. પીડિતો વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આ રૂટ પર રેલ વ્યવહાર સ્થગિત કરી દેવામાં આવ્યો છે. તાજેતરનો ભારે વરસાદ ટ્રેનના પાટા પરથી ઉતરવાનું કારણ હોઈ શકે છે.

Advertisement

ટ્રેનમાં કુલ 14 કોચ અને 232 મુસાફરો

અહેવાલો અનુસાર, રેલ્વે ઓપરેટરે જણાવ્યું હતું કે ટ્રેન 511માં કુલ 14 કોચ હતા, જેમાં 232 મુસાફરો હતા. રશિયન રેલ્વે અનુસાર, પાટા પરથી ઉતરવાનું કારણ તાજેતરનો ભારે વરસાદ હોઈ શકે છે. રેલ્વેએ પાટા પરથી ઉતરી જવાની ઘટનાની તપાસ માટે ટાસ્ક ફોર્સની પણ રચના કરી છે. ઘટનાસ્થળે 2 રિકવરી ટ્રેનો મોકલવામાં આવી છે. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત સ્થાનિક સમય અનુસાર સાંજે લગભગ 6.12 કલાકે ઈન્ટા શહેર નજીક થયો હતો.

વાહન વ્યવહાર સ્થગિત કરાયો

ટેલિગ્રામ પર જારી કરાયેલા નિવેદન અનુસાર, ઈમરજન્સી સર્વિસના અધિકારીઓ અને રાહત ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. ઈજાગ્રસ્ત મુસાફરોને મદદ કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. સેક્શન પર વાહન વ્યવહાર સ્થગિત કરી દેવામાં આવ્યો છે. પીડિતો વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. ભૌગોલિક રીતે, ઉત્તર-પૂર્વીય કોમી આર્કટિક સર્કલથી ઉપર છે.

Advertisement

આ પણ વાંચો - 22 લોકોના મોત પછી કેન્યા સરકારને આવી અક્કલ, પરત ખેંચ્યો આ કાયદો

આ પણ વાંચો - Ukraine યુદ્ધ બાદ પ્રથમ વખત રશિયા જશે PM મોદી, રાષ્ટ્રપતિ પુતિન સાથે કરશે મુલાકાત

Tags :
Advertisement

.