Russia Presidential Elections: રશિયાની ચૂંટણીમાં ભારત પણ સહભાગી બન્યું, કેરળમાં રશિયનો માટે કરાઈ વ્યવસ્થા
Russia Presidential Elections: ભારતમાં તો અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, તેની સાથે સાથે ભારતના મિત્ર દેશ રશિયામાં પણ અત્યારે ચૂંટણીઓ ચાલી રહીં છે. રશિયાના રાષ્ટ્રપતિ ફરી એકવાર ચૂંટણીમાં પોતાનું નશીબ અજમાવી રહ્યાં છે. રશિયા બઉ મોટો દેશ છે માટે અહીં 11 સમય ઝોન રાખવામાં આવ્યાં છે. જ્યા ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે પોલિંગ બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. આવા માહોલ વચ્ચે પણ રશિયામાં ચૂંટણીઓ યોજાઈ છે. પરંતુ મહત્વની વાત અહીં એ છે કે, રશિયાની ચૂંટણીની અસર ભારતના કેરળ રાજ્યમાં પણ જોવા મળી છે. અહીં એક મતદાન મથક પણ ખોલવામાં આવ્યું હતું.
ભારતમાં 60 રશિયનો માટે ગોઠવાઈ ચૂંટણી વ્યવસ્થા
તમને જણાવી દઈએ કે, રશિયામાં દેશની આઠમી રાષ્ટ્રપતિની ચૂંટણીના એક દિવસ પહેલા, લગભગ 60 રશિયનોએ કેરળની રાજધાનીમાં ખાસ ગોઠવાયેલા બૂથ પર તેમના મતદાન અધિકારનો ઉપયોગ કર્યો. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે ભારત સરકારે રશિયન હાઉસ અને દેશભરના અન્ય રાજદ્વારી મિશનમાં મતદાન મથકો સ્થાપ્યા. કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં, પરંપરાગત કાગળના મતપત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં પૂર્ણ થયેલ મતપત્રો ચેન્નાઈથી રાજદ્વારી માધ્યમો દ્વારા મોસ્કો પાછા મોકલવામાં આવ્યા હતા. રશિયાના માનદ કોન્સ્યુલ અને તિરુવનંતપુરમમાં રશિયન હાઉસના ડિરેક્ટર, રતેશ નાયરે કેરળમાં રશિયન નાગરિકોનો મતદાન પ્રક્રિયામાં સહકાર આપવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની 86 ટકા સાથે આગળ
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણી એવા સમયે યોજાઈ છે જ્યારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની 86 ટકા જીત પાક્કી છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ જેવા સંઘર્ષના માહોલ વચ્ચે પણ વ્લાદિમીર પુતિને પોતાનું પ્રભુત્વ જાળવી રાખી છે. રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 71 ટકાની બહુમતિ અનિવાર્ય છે, જો કે, વ્લાદિમીર પુતિન અત્યારે 86 ટકા સાથે આગળ છે અને તે તેમની જીત માટે કાફી છે.