Rudra-The Edge of Darkness Review : અજયનો ઓ.ટી.ટી અવતાર, ઘીસીપીટી ક્રાઇમ સિરિઝ,
રુદ્ર-ધ એજ ઓફ ડાર્કનેસ રિવ્યુ: અજય દેવગનના ચાહકો માટે નબળી શરૂઆત પછી શ્રેણીનો આનંદ માણશે રુદ્ર: અજય દેવગન માટે ઓટી.ટી પ્રવેશ સાથે અંધકારનો યુગ રાહ જોઈ રહ્યો હતો. આ શ્રેણી સાથે આજય દેવગણ રુદ્ર વેબ સિરિઝ સાથે OTTની દુનિયામાં પ્રવેશ કર્યો છે. આખી સિરિઝ અજયની આસપાસ ફરે છે અને તેથી કદાચ ચાહકો નિરાશ નહીં થાય. આ સિરિઝમાં અજય દેવગણ મુંબઈ પોલીસના સ્પેશિયલ ક્રાઈમ યુનિટમાં ડીસીપી રુદ્ર પ્àª
રુદ્ર-ધ એજ ઓફ ડાર્કનેસ રિવ્યુ: અજય દેવગનના ચાહકો માટે નબળી શરૂઆત પછી શ્રેણીનો આનંદ માણશે રુદ્ર: અજય દેવગન માટે ઓટી.ટી પ્રવેશ સાથે અંધકારનો યુગ રાહ જોઈ રહ્યો હતો. આ શ્રેણી સાથે આજય દેવગણ રુદ્ર વેબ સિરિઝ સાથે OTTની દુનિયામાં પ્રવેશ કર્યો છે. આખી સિરિઝ અજયની આસપાસ ફરે છે અને તેથી કદાચ ચાહકો નિરાશ નહીં થાય. આ સિરિઝમાં અજય દેવગણ મુંબઈ પોલીસના સ્પેશિયલ ક્રાઈમ યુનિટમાં ડીસીપી રુદ્ર પ્રતાપ સિંહના રોલમાં નજરે પડે છે.
આખી સિરિઝ અજયની આસપાસ
સિરિઝના ઓપનીંગમાં રૂદ્રના છ મિનિટના પરિચયમાં, તમનો જોવાં મળશે કે આ સક્ષમ અધિકારી સિસ્ટમમાં બંધ બેસતો નથી તેથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પછી શરુ થાય છે તપાસનો સિલસિલો . એક કિસ્સમાં ડિપાર્ટમેન્ટને કોઇ ઉકેલ મળતો દેખાતો નછી ,પછી એવું કંઇક થાય છે કે ડિપાર્ટમેન્ટને રુદ્ર સિવાય બીજો કોઈ ઉકેલ મળતો નથી, તેથી રુદ્ર ફરી કમબેક કરે છે. સિરિઝમાં રુદ્રના બદલા સિવાય બીજી એક વાત છે તે છે તેનું બરબાદ થયેલું પારિવારિક જીવન. છેલ્લા અઢી વર્ષમાં, દરેક પોલીસ વેબ સિરીઝમાં આ બધું આપણે જોતાં જ આવ્યાં છીએ. પરંતુ અહી હિરોની લાઇફમાં ટ્વિસ્ટ છે. અહીં ઈમાનદાર હીરોની પત્નીનું કોઈ બીજા સાથે અફેર છે. લેખક-દિગ્દર્શક રૂદ્રમાં એક ડગલું આગળ વધી ગયા છે. અહીં રુદ્રની પત્ની (એશા દેઓલ) તેને છોડ્યા વિના કે તેને છૂટાછેડા આપ્યા વિના અન્ય-પુરુષ સાથે લિવ-ઇનમાં છે. બ્રિટિશ શ્રેણી લ્યુથરથી પ્રેરિત, આ છ-એપિસોડ ડિઝની-હોટસ્ટાર પર સ્ટ્રમીંગ કરાયા છે.સિરિઝની શરુઆત ખૂબ નબળી દેખાઇ રહ્યી છે..
એમાં કોઈ શંકા નથી કે અજય દેવગન રુદ્રઃ ધ એજ ઓફ ડાર્કનેસનું સેન્ટર છે. આમ છતાં અજયનું મહત્વ વધારવા માટે અહીં ગુનાહિત પાત્રો બનાવવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ ખાતામાં અજયથી આગળ કોઈ નથી. તેથી જ તે દરેક એપિસોડમાં વારંવાર હીરો અથવા સુપરહીરો તરીકે બહાર આવે છે. પોતાની આંગળીઓમાં પેનને ટ્વિસ્ટ સ્ટાઇલ ચોક્કસ ગમશે.એકંદરે, આ એક એવી વેબ સિરીઝ છે, જે અજયના ચાહકો માટે જ બની હોય ફેન્સને આ ચોક્કસ પસંદ પડશે. સિરિઝની વાર્તા અને પાત્રોને પુરતો ન્યાય નથી અપાયો. અહીં હીરો હોવા છતાં અજયના જીવનની તસવીર કંટાળાજનક, નીરસ અને ઘસાઈ ગયેલી રીલ જ લાગે છે. OTT પર દર્શકોની અપેક્ષા મુજબ અજય કંઈ અલગ કરી રહ્યો હોય તેવું લાગતું નથી. તે પોતાની ફિલ્મી ઈમેજ સાથે જ ઓ.ટી.ટીના પડદે અવતાર લે છે.
અતુલ કુલકર્ણી, આશુતોષ રાણા અને સત્યદીપ મિશ્રા જેવા કલાકારોને અજયની સામે સેકન્ડ ક્લાસ એક્ટર તરીકે જ અહીં બતાવવામાં આવે છે, ડાયલોગ ડિલિવરીમાં પોતાની માતા હેમા માલિનીને યાદ કરાવતી એશા દેઓલે કમબેક કરવા માટે આ વેબ સિરીઝ કેમ પસંદ કરી હશે તેવું પણ લાગશે.. રાશીનું પાત્ર ચોક્કસપણે થોડી અસર છોડે છે, પરંતુ બીજા એપિસોડમાં જ વારતા નીરસ બનતી લાગે છે . આ સિરીઝનું શૂટિંગ પાછળ ખૂબ ખર્ચ થયો હોય તેવું વાગે છે. સેટમાં ભવ્યતા છે. કેમેરા વર્ક સરહનીય છે. પરંતુ સ્ટોરી લાઇન ખૂબ નબળી દેખાય છે. સિરિઝના લોહીલુહાણ ઘણાં દર્શ્યો બતાવવામાં આવ્યાં છે. અહી મહિલાઓનું અપહરણ કરીને તેમનું લોહી પીવે છે, તેમના લોહીથી કેનવાસ પર ચિત્ર બનાવે છે.
રુદ્રની ટેગ લાઇનમાં જે અંધકાર બતાવાયો છે તે છેલ્લાં બે એપિસોડમાં બહાર આવે છે. રુદ્ર એ જ અંધકારમાં જઈને ગુનેગારને પકડે છે, પરંતુ ફિલ્મી શૈલીમાં વાર્તાને ટ્વિસ્ટ દર્શકોને આશ્ચર્યચકિત કરે છે. પરંતુ સિરિઝમાં ઘણાં આઘાતજનક દ્રશ્યો એટલા લાંબા દ્રશાવવામાં આવ્યા છે કે દર્શકોના આશ્ચર્યનો અંત આવી જાય છે.મિસ્ટ્રી-થ્રિલર મશ્રિત વાર્તા વધુ ખેંચાતી હોય તેવું લાગે છે. સિરિઝમાં માં મનોરંજનનો ગ્રાફ જળવાતો નથી. તે ઝડપથી ઉપર અને નીચે થતો જોવાં મળશે.
Advertisement