Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઈંગ્લેન્ડ વિરુદ્ધ અડધી સદી ફટકારતા રિઝવાને T20Iમાં તોડ્યો કોહલીનો વિરાટ રેકોર્ડ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન (Mohammmad Rizwan) એ ગઈકાલે રાત્રે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ T20 ઈન્ટરનેશનલમાં શાનદાર ઈનિંગ રમી હતી. રિઝવાને અડધી સદી (Half Century) ફટકારી હતી, પરંતુ તેની ટીમ જીતી શકી નહોતી. જોકે, આ મેચમાં રિઝવાને વિરાટ કોહલીનો એક ખાસ રેકોર્ડ તોડ્યો હતો. 52મી ઇનિંગમાં 2000 રનનો આંકડો પારમોહમ્મદ રિઝવાને મંગળવારે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 ઈન્ટરનેશનલમાં એક ખાસ સિ
ઈંગ્લેન્ડ વિરુદ્ધ અડધી સદી ફટકારતા રિઝવાને t20iમાં તોડ્યો કોહલીનો વિરાટ રેકોર્ડ
Advertisement
પાકિસ્તાન ક્રિકેટ ટીમના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન (Mohammmad Rizwan) એ ગઈકાલે રાત્રે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ T20 ઈન્ટરનેશનલમાં શાનદાર ઈનિંગ રમી હતી. રિઝવાને અડધી સદી (Half Century) ફટકારી હતી, પરંતુ તેની ટીમ જીતી શકી નહોતી. જોકે, આ મેચમાં રિઝવાને વિરાટ કોહલીનો એક ખાસ રેકોર્ડ તોડ્યો હતો. 
52મી ઇનિંગમાં 2000 રનનો આંકડો પાર
મોહમ્મદ રિઝવાને મંગળવારે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 ઈન્ટરનેશનલમાં એક ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી. રિઝવાન T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 2000 રન બનાવનાર બેટ્સમેનોમાં સંયુક્ત રીતે ટોચ પર પહોંચી ગયો છે. જમણા હાથના બેટ્સમેને તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 52મી ઇનિંગમાં આ આંકડો પાર કર્યો છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે પણ 52મી ઇનિંગમાં 2000 રનનો આંકડો પાર કર્યો હતો. 

રિઝવાન 2000 કે તેથી વધુ રન બનાવનાર પાકિસ્તાનનો ચોથો બેટ્સમેન 
વળી, રિઝવાને પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. કોહલીએ તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 56મી ઇનિંગમાં 2000 રનનો આંકડો પાર કર્યો હતો. મોહમ્મદ રિઝવાન T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2000 કે તેથી વધુ રન બનાવનાર પાકિસ્તાનનો ચોથો બેટ્સમેન બન્યો છે. તેના પહેલા માત્ર મોહમ્મદ હફીઝ, બાબર આઝમ અને શોએબ મલિક જ આ કારનામો કરી શક્યા છે. 
Advertisement

અડધી સદીની ઇનિંગ પાકિસ્તાનને જીત અપાવી શકી નહી
જોકે, મોહમ્મદ રિઝવાનની અડધી સદીની ઇનિંગ પાકિસ્તાનને જીત અપાવી શકી ન હતી. ઈંગ્લેન્ડે પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં પાકિસ્તાનને 4 બોલ બાકી રહેતા 6 વિકેટે હરાવ્યું. કરાચીમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 58 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે 19.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો. આ જીત સાથે ઈંગ્લેન્ડે સાત T20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી મેચ ગુરુવારે રમાશે.
Advertisement

ટીમમાં મળેલી તકને બંને હાથે પકડી લીધી
મહત્વનું છે કે, જ્યારે સરફરાઝ અહેમદ કેપ્ટન હતો ત્યારે મોહમ્મદ રિઝવાનને પાકિસ્તાનના પ્લેઇંગ 11મા તકો મળી ન હોતી. પરંતુ એકવાર સરફરાઝે રાષ્ટ્રીય ટીમમાં પોતાનું સ્થાન ગુમાવ્યું, રિઝવાને તકને બંને હાથે પકડી લીધી. બાબર આઝમ સાથે મળીને મોહમ્મદ રિઝવાને પાકિસ્તાનની બેટિંગને મજબૂત બનાવી હતી. રિઝવાન અને બાબર ખાસ કરીને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એકસાથે ઓપનિંગ કરીને વિપક્ષી બોલરોને હેરાન કરી દેતા હોય છે.
2021 પછી T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન
મોહમ્મદ રિઝવાન લગભગ બે વર્ષથી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. રિઝવાને 01 જાન્યુઆરી, 2021 થી અત્યાર સુધી 37 મેચોમાં 68 ની સરેરાશ સાથે 1,698 રન બનાવ્યા છે. આ દરમિયાન રિઝવાને 16 અડધી સદીની સાથે એક સદી પણ ફટકારી છે. બાબર (1,104) આ સમયગાળામાં રિઝવાન પછી બીજા નંબર પર છે.
Tags :
Advertisement

.

×