Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તલવારો સાથે જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરતા યુવકોને રોકતા નિવૃત પોલીસકર્મીને મળી મારી નાખવાની ધમકી

અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં ફરી કેટલાક અસામાજિક તત્વોએ માથું ઊંચક્યું છે. કાયદો કે પોલીસનો ડર જ ન  હોય તેમ જાહેરમાં તલવાર દ્વારા કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી અને એટલું જ નહીં આસપાસમાં રહેતા નિવૃત પોલીસકર્મીએ રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓને જાતિ વિષયક શબ્દો બોલી તલવારથી ગાડીઓનાં કાચ તોડીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ મામલે અમરાઈવાડી પોલીસ મથકમાં ફàª
તલવારો સાથે જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરતા યુવકોને રોકતા નિવૃત પોલીસકર્મીને મળી મારી નાખવાની ધમકી
અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં ફરી કેટલાક અસામાજિક તત્વોએ માથું ઊંચક્યું છે. કાયદો કે પોલીસનો ડર જ ન  હોય તેમ જાહેરમાં તલવાર દ્વારા કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી અને એટલું જ નહીં આસપાસમાં રહેતા નિવૃત પોલીસકર્મીએ રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓને જાતિ વિષયક શબ્દો બોલી તલવારથી ગાડીઓનાં કાચ તોડીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. આ મામલે અમરાઈવાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.
અમરાઈવાડી પોલીસે રાજેશ રાજપૂત અને કિશન રાજપૂત નામનાં પિતા પુત્રની આ ગુનામાં ધરપકડ કરી છે. કાયદાનું ભાન ભુલેલા આરોપી કિશન રાજપૂતનો જન્મ દિવસ હોવાથી અમરાઈવાડી પારસનગર એપાર્ટમેન્ટ સામે જાહેર રોડ પર મિત્રો સાથે ભેગા થઈને જન્મ દિવસની પાર્ટી કરી હતી. હાથમાં તલવારો અને છરી સાથે અનેક યુવકોએ ઉજવણી કરી ફટાકડા ફોડ્યા હતા. જે સમયે પાસમાં જ રહેતા નિવૃત ASI જગજીવનભાઈ પરમારે આ પ્રકારે જન્મદિવસની ઉજવણી ન કરવાનુ જણાવતા કિશન રાજપૂત સહિતનાં તેનાં મિત્રોએ તલવાર અને ચપ્પુ દ્વારા ફરિયાદીની ગાડીના કાચ તોડી નાખ્યા હતા.
જે યુવકોને સમજાવવા જતા તેઓએ ભેગા મળીને ફરિયાદીને જાતિ વિષયક શબ્દો બોલી ગાળાગાળી કરી હતી. કિશન રાજપૂતનાં પિતા પણ ત્યાં આવી પહોંચતા તેઓએ પણ દિકરાનું ઉપરાણું લઈને ફરિયાદીને હથિયારો બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે અમરાઈવાડી  પોલીસ સ્ટેશનમાં પિતા પુત્ર સહિત 6 લોકો સામે વિરુદ્ધ જ્ઞાતિ વિષયક અપશબ્દો બોલી માર મારવાની ધમકી આપવા મામલે ગુનો ફરિયાદ નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે. 
મહત્વનું છે કે આરોપીઓ નાની વયનાં હોવાથી તેઓને કાયદાનો પાઠ ભણાવવા માટે પોલીસે આ જન્મદિવસની પાર્ટીમાં જે પણ યુવકો સામેલ હતા તે તમામની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. જોકે આ ધટનાથી પૂર્વ વિસ્તાર ફરી એક વાર કલંકીત થયો છે.
Advertisement
Tags :
Advertisement

.