Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઓડિશા ટ્રેન અકસ્માત પ્રભાવિતો માટે Reliance Foundation આવ્યું મદદે, કરી આ જાહેરાત

ઓડિશામાં ગત 2 જુનના રોજ થયેલી ભયાનક ટ્રેન દુર્ઘટનાએ પુરા દેશને વ્યથિત કરી દીધો છે. આ દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. દુર્ઘટનાને લઈને ચારેય તરફથી મદદની સરવાણી શરૂ થઈ છે ત્યારે ઓડિશા ટ્રેન દુર્ઘટનાના અસરગ્રસ્તોની વહારે રિલાયન્સ જુથ...
ઓડિશા ટ્રેન અકસ્માત પ્રભાવિતો માટે reliance foundation આવ્યું મદદે  કરી આ જાહેરાત
Advertisement

ઓડિશામાં ગત 2 જુનના રોજ થયેલી ભયાનક ટ્રેન દુર્ઘટનાએ પુરા દેશને વ્યથિત કરી દીધો છે. આ દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. દુર્ઘટનાને લઈને ચારેય તરફથી મદદની સરવાણી શરૂ થઈ છે ત્યારે ઓડિશા ટ્રેન દુર્ઘટનાના અસરગ્રસ્તોની વહારે રિલાયન્સ જુથ આવ્યું છે. રિલાયન્સ જુથે 10 મુદ્દાના રાહત પગલાંની જાહેરાત કરી છે.

રિલાયન્સ ફાઉન્ડેશનના (RF) સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ બીજી જૂને ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રેન અકસ્માત બાદ એક નિવેદનમાં જણાવ્યું કે, ઓડિશામાં દુ:ખદ ટ્રેન દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનાર પરિવારો પ્રત્યે અપાર દુ:ખ અને આઘાતજનક સાથે રિલાયન્સ ફાઉન્ડેશન હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. અકસ્માત વિશે જાણ થતાંની સાથે જ અમારી વિશેષ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને તુરંત જ ઘટનાસ્થળ પર બચાવ કાર્યને સરળ બનાવવા માટે તૈનાત કરવામાં આવી હતી. અમારી ટીમ ઇજાગ્રસ્તોને ચોવીસ કલાક સહાય અને મદદ પૂરી પાડી રહી છે.અમે દુર્ઘટનાને કારણે થતી વેદનાને પૂર્વવત્ કરી શકવાના નથી, પરંતુ અમે શોકગ્રસ્ત પરિવારોને તેમના જીવનનું પુનર્નિર્માણ કરવામાં અને તેમને ભવિષ્ય માટે તૈયાર કરવામાં મદદ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. આ અમારા ગંભીરતાપૂર્ણ મિશન સાથે, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી પ્રભાવિત લોકોને અવિરત સહાય પહોંચાડવા માટે અમે 10 મુદ્દાના કાર્યક્રમની જાહેરાત કરી રહ્યા છીએ. બહોળા રિલાયન્સ પરિવાર સાથેનું અમારું ફાઉન્ડેશન આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત સમુદાયો સાથે સાથે મજબૂત સ્તંભ બનીને થઈને ઊભું છે.

Advertisement

Advertisement

નીચે દર્શાવેલા 10 મુદ્દાના રાહત પગલાં દુર્ઘટનાથી પ્રભાવિત લોકોને તાત્કાલિક અને લાંબા ગાળાના ધોરણે સહાય કરશે

  •  જિયો-બીપી નેટવર્ક દ્વારા આપત્તિનો સામનો કરતી એમ્બ્યુલન્સ માટે મફત ઇંધણ.
  •  રિલાયન્સ સ્ટોર્સ દ્વારા અસરગ્રસ્ત પરિવારોને આગામી છ મહિના માટે લોટ, ખાંડ, દાળ, ચોખા, મીઠું અને રસોઈ તેલ સહિત નિઃશુલ્ક રાશન પુરવઠાની જોગવાઈ.
  •  ઘાયલોને તેમની તાત્કાલિક સારવારની જરૂરિયાતોને ટેકો આપવા માટે મફત દવાઓ; અકસ્માતને કારણે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હોય તેવા લોકો માટે તબીબી સારવાર.
  •  ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્ય માટે કાઉન્સેલિંગ સેવાઓ.
  •  જિયો અને રિલાયન્સ રિટેલ દ્વારા મૃતકના પરિવારના એક સભ્યને જરૂરિયાત મુજબ રોજગારની તકો પૂરી પાડવી
  • વિકલાંગ લોકોને સહાયની જોગવાઈ, જેમાં વ્હીલચેર, કૃત્રિમ અંગોનો સમાવેશ થાય છે.
  • નવી રોજગારીનું સર્જન કરવા માટે અસરગ્રસ્ત લોકો માટે વિશેષજ્ઞ કૌશલ્ય તાલીમ.
  • મહિલાઓ માટે માઇક્રોફાઇનાન્સ અને પ્રશિક્ષણની તકો કે જેમણે પરિવારનો એકમાત્ર આર્થિક આધારસ્તંભ સભ્ય ગુમાવ્યો હોય
  •  અકસ્માતથી અસરગ્રસ્ત ગ્રામીણ પરિવારોને આજીવિકા માટે વૈકલ્પિક સહાય માટે ગાય, ભેંસ, બકરી, મરઘા જેવા પશુધન પૂરા પાડવામાં આવશે
  • શોકગ્રસ્તના પરિવારના સભ્યને તેમની આજીવિકાનું પુનઃનિર્માણ કરવા સક્ષમ બનાવવા માટે એક વર્ષ માટે મફત મોબાઇલ કનેક્ટિવિટી.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સાથે નજીકથી સંકલન કર્યું હતું

અકસ્માત થયો ત્યારથી બાલાસોરમાં હાજર રિલાયન્સ ફાઉન્ડેશનની નિષ્ણાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે ઈમરજન્સી સેક્શન, કલેક્ટર કચેરી, બાલાસોર અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સાથે નજીકથી સંકલન કર્યું હતું. મુસાફરોને ઝડપથી કોચ ખાલી કરાવવામાં અને ઈજાગ્રસ્તોને ઈમરજન્સી વાહનોમાં લઈ જવામાં મદદ કરવી, અકસ્માતના સ્થળે તરત જ માસ્ક, ગ્લોવ્સ, ઓઆરએસ, બેડશીટ, લાઇટિંગ અને અન્ય જરૂરીયાતો રેસ્ક્યૂ માટે ઉપલબ્ધ કરાવવા, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્વયંસેવકોએ કોચમાં ફસાયેલા મુસાફરોના બચાવ કાર્યમાં સામેલ થઈને ગેસ કટર સહિતની સામગ્રી ઉપલબ્ધ કરાવી હતી; બચાવ કાર્ય માટે નજીકના સમુદાયોના અન્ય સ્વયંસેવકોને પણ એકત્રિત કર્યા હતા.

અસરગ્રસ્તોના પરિવારોને ભોજન પૂરું પાડવામાં આવ્યું

બચાવકાર્ય વિનાવિક્ષેપ ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા, રિલાયન્સ ફાઉન્ડેશને આ વિસ્તારના યુવા સ્વયંસેવકોની સાથે રહીને તેમની સાથે નેટવર્ક સ્થાપ્યું છે જેથી આશરે 1,200 લોકો માટે ઝડપથી ભોજન તૈયાર કરી શકાય. ભોજનની જેને સૌથી વધુ જરુર છે તેવા રાહતકાર્યમાં જોડાયેલા કર્મીઓ, તેમજ અકસ્માતના સ્થળે પહોંચનારા અસરગ્રસ્તોના પરિવારોને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો પણ પહોંચાડવાનું સુનિશ્ચિત કરાયું હતું.

યુવાઓને તાલિમબદ્ધ કરીને વિવિધ સમુદાયો સાથે કામ કરી રહ્યું છે

એક દાયકા કરતા વધુ સમયથી, રિલાયન્સ ફાઉન્ડેશનની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે ગમેતેવી હોનારતના સંજોગોમાં, પછી તે કુદરતી હોય કે બીજી કોઈ, તેને પહોંચી વળવા માટે સામુદાયિક સશક્તિકરણ તેમજ સુસજ્જ બનાવવા પ્રત્યે કામગીરી અદા કરી છે. રિલાયન્સ ફાઉન્ડેશન હોનારતને પહોંચી વળવા માટે યુવાઓને તાલિમબદ્ધ કરીને વિવિધ સમુદાયો સાથે કામ કરી રહ્યું છે, જેના થકી હોનારત પહેલાં, દરમિયાન અને પછીના સમયગાળામાં મહત્ત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં પરામર્શકો સમુદાયોને માર્ગદર્શન પૂરું પાડે તે માટે કાર્યરત બને છે.

લાયન્સ ફાઉન્ડેશને 2.10 કરોડથી વધુ લોકોને સહાયતા પહોંચાડી 

છેલ્લા ઘણા વર્ષોથી, રિલાયન્સ ફાઉન્ડેશને પૂર, વાવાઝોડાં, ભૂકંપની હોનારતો બાદ, દુષ્કાળ દરમિયાન તેમજ કોવિડ-19 મહામારીના સમયગાળા દરમિયાન સઘન રીતે વિવિધ સમુદાયોને સહાયતા પૂરી પાડી છે. આ માટે તેણે જાન-માલના પુનઃનિર્માણને સક્ષમ બનાવવા તેમજ રાહત પૂરી પાડવાનો ઉદ્દેશ ધરાવતી અનેકવિધ પહેલો આદરી છે અને 48થી વધુ હોનારતોની ઘટનાઓમાં 2.10 કરોડથી વધુ લોકોને સહાયતા પહોંચાડી છે. રિલાયન્સ ફાઉન્ડેશન જરૂરિયાતના દરેક સમયે રાષ્ટ્રની સાથે અડીખમ ઊભું રહ્યું છે, અને હવે, આ ગમખ્વાર દુર્ઘટનાથી અસરગ્રસ્ત પરિવારોને પોતાના તરફથી સહાયતા પૂરી પાડવા માટે વચનબદ્ધ છે.

પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો પહોંચાડવાનું પણ સુનિશ્ચિત કરાયું હતું.
બચાવકાર્ય વિનાવિક્ષેપ ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા, રિલાયન્સ ફાઉન્ડેશને આ વિસ્તારના યુવા સ્વયંસેવકોની ઓળખ કરીને તેમની સાથે નેટવર્ક સ્થાપ્યું છે જેથી આશરે 1,200 લોકો માટે ઝડપથી ભોજન તૈયાર કરી શકાય. ભોજનની જેને સૌથી વધુ જરુર છે તેવા રાહતકાર્યમાં જોડાયેલા કર્મીઓ, તેમજ અકસ્માતના સ્થળે પહોંચનારા અસરગ્રસ્તોના પરિવારોને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો પહોંચાડવાનું પણ સુનિશ્ચિત કરાયું હતું.

સામુદાયિક સશક્તિકરણ તેમજ સુસજ્જ બનાવવા અંગેની કામગીરી કરી

એક દાયકા કરતા વધુ સમયથી, રિલાયન્સ ફાઉન્ડેશનની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે કુદરતી કે અન્ય કોઇપણ પ્રકારની હોનારતના સંજોગોને પહોંચી વળવા માટે સામુદાયિક સશક્તિકરણ તેમજ સુસજ્જ બનાવવા અંગેની કામગીરી કરી છે. રિલાયન્સ ફાઉન્ડેશન હોનારતને પહોંચી વળવા માટે યુવાઓને તાલિમબદ્ધ કરીને વિવિધ સમુદાયો સાથે કામ કરી રહ્યું છે, જેના થકી હોનારત પહેલાં, દરમિયાન અને પછીના સમયગાળામાં મહત્ત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં પરામર્શકો સમુદાયોને માર્ગદર્શન પૂરું પાડે તે માટે કાર્યરત બને છે.

દુર્ઘટનાથી અસરગ્રસ્ત પરિવારોને પોતાના તરફથી સહાયતા પૂરી પાડવા માટે વચનબદ્ધ છે.

છેલ્લા ઘણાં વર્ષોથી, રિલાયન્સ ફાઉન્ડેશને પૂર, વાવાઝોડાં, ભૂકંપની હોનારતો બાદ, દુષ્કાળ દરમિયાન તેમજ કોવિડ-19 મહામારીના સમયગાળા દરમિયાન સઘન રીતે વિવિધ સમુદાયોને સહાયતા પૂરી પાડી છે. આ માટે તેણે જાન-માલના પુનઃનિર્માણને સક્ષમ બનાવવા તેમજ રાહત પૂરી પાડવાનો ઉદ્દેશ ધરાવતી અનેકવિધ પહેલો આદરી છે અને 48થી વધુ હોનારતોની ઘટનાઓમાં 2.10 કરોડથી વધુ લોકોને સહાયતા પહોંચાડી છે. રિલાયન્સ ફાઉન્ડેશન જરૂરિયાતના દરેક સમયે રાષ્ટ્રની સાથે અડીખમ ઊભું રહ્યું છે, અને હવે, આ ગમખ્વાર દુર્ઘટનાથી અસરગ્રસ્ત પરિવારોને પોતાના તરફથી સહાયતા પૂરી પાડવા માટે વચનબદ્ધ છે.

Tags :
Advertisement

Related News

featured-img
સ્પોર્ટ્સ

Champions Trophy 2025 : ટુર્નામેન્ટ પહેલા PCB અને BCCI વચ્ચે શરૂ થયો જર્સી વિવાદ

featured-img
ગુજરાત

Chhotaudepur: રેતી તેમજ ડોલો માઇટ પાઉડરની આડમાં થતી હતી દારૂની હેરાફેરી, બાતમીના આધારે પોલીસે કર્યો પર્દાફાશ

featured-img
રાષ્ટ્રીય

દિલ્હીમાં BJP બનાવશે સરકાર તો જરૂરિયાતમંદોને મળશે KG થી PG સુધી મફત ભણતરનો લાભ : અનુરાગ ઠાકુર

featured-img
ગુજરાત

Devbhumi Dwarka: દાદા'ની બુલડોઝર કાર્યવાહીનું ઐતિહાસિક રિઝલ્ટ, દેવભૂમી દ્વારકાના સાત ટાપુઓ થયા સંપૂર્ણ દબાણ મુક્ત

featured-img
Top News

Mahakumbh 2025 : વાયરલ ગર્લ મોનાલિસાને મળી ફિલ્મની ઓફર!

featured-img
આંતરરાષ્ટ્રીય

Donald Trump એ અમેરિકામાં સુવર્ણ યુગની જાહેરાત કરી, લીધા મહત્વના આ 10 નિર્ણયો

×

Live Tv

Trending News

.

×