Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તથ્ય અને તેના પિતાને સાથે રાખીને અકસ્માતની ઘટનાનું રિકન્સ્ટ્રકશન,પિતા-પુત્રએ હાથ જોડી માંગી માફી

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.. રિકનસ્ટ્ર્કશનને લઇને આરોપી તથ્ય અને તેના પિતાને ઘટનાસ્થળ પર લઇ જવામાં આવ્યા હતા.. ઘટના કેટલા વાગ્યે ઘટી.. કારની સ્પીડ કેટલી હતી.. ઘટનાસ્થળ પર કેટલા લોકો હતા. ટોળુ કઇ જગ્યાએ હતું...
તથ્ય અને તેના પિતાને સાથે રાખીને અકસ્માતની ઘટનાનું રિકન્સ્ટ્રકશન પિતા પુત્રએ હાથ જોડી માંગી માફી

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.. રિકનસ્ટ્ર્કશનને લઇને આરોપી તથ્ય અને તેના પિતાને ઘટનાસ્થળ પર લઇ જવામાં આવ્યા હતા.. ઘટના કેટલા વાગ્યે ઘટી.. કારની સ્પીડ કેટલી હતી.. ઘટનાસ્થળ પર કેટલા લોકો હતા. ટોળુ કઇ જગ્યાએ હતું અને થાર ગાડી કઇ જગ્યાએ હતી ..વગેરે તમામ બાબતોને રિકન્સ્ટ્રક્શનમાં આવરી લેવાઇ હતી.

Advertisement

Advertisement

દરમ્યાન પિતા-પુત્રએ મીડિયાના કેમેરા સામે મૃતકોના પરિવારજનોની માફી માંગી હતી.સાથે જ બન્નેએ કેમેરા સામે ઉઠક-બેઠક કરી હતી. મહત્વપૂર્ણ વાત એ હતી કે એકાદ કલાક પહેલાજ તથ્યએ કહ્યું હતું કે થાય એ કરી લો. રિકન્સ્ટ્રકશનની ઘટના બાદ પોલીસે મીડિયા સામે નિવેદન આપ્યું હતું. જેમાં ટ્રાફિક પોલીસના ડીસીપી નીતા દેસાઇએ કહ્યું કે ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન તપાસનો એક ભાગ છે. ઘટનાનું આરોપીને સાથે રાખીને ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન કરાયું. ઘટનામાં 9ના મોત થયાં છે તે બાબતમાં મેચ્યોરિટિનો અભાવ જોવા મળ્યો પોલીસ જે કાર્યવાહી કરવાની છે તે કરશે. આ કેસમાં જરા પણ છુટ મળે તેવું નહી કરીએ

Advertisement

એફએસએલ અધિકારીની વિઝિટ થઈ તેનો રિપોર્ટ બે-ત્રણ દિવસમાં આવશે તેના આધારે ચાર્જશીટમાં ગુનાની ગંભીરતા લેશું. આ કેસની ગંભીરતાને લઈ નાનામાં નાની બાબત ચકાસીને કેસની તપાસ કરીશુ.

આ પણ વાંચોઃhttps://www.gujaratfirst.com/read/gujarat-read/important-decisions-taken-in-the-high-level-meeting-held-at-gandhinagar-regarding-the-iskcon-bridge-accident-case/

Tags :
Advertisement

.