શરીરમાં અચાનક ઠંડી અથવા તાવ ચડવા પાછળનું કારણ.. કેવી રીતે મટાડશો?
મચ્છરોને કારણે ડેન્ગ્યૂ, મલેરિયા, ચિકનગુનિયાના કેસોમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. તેમજ ઘણી વખત ડબલ સિઝનને કારણે અનેક લોકો શરદી, તાવ જેવી સમસ્યાઓ સામાન્ય છે. આ સિઝનમાં લોકોને અચાનક જ તાવ આવવા લાગે છે જ્યારે અનેક વાર વ્યક્તિની હાલત ગંભીર થઇ જાય છે. તાવ આવવાને કારણે શરીરમાં અશક્તિ આવી જાય છે. તેમજ શરીરમાં અચાનક ઠંડી ચડવા લાગે છે, અને શરીર તપવા લાગે છે. આવો જાણીએ આવી પરિસ્થિતિ સર્જાય ત્àª
Advertisement
મચ્છરોને કારણે ડેન્ગ્યૂ, મલેરિયા, ચિકનગુનિયાના કેસોમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. તેમજ ઘણી વખત ડબલ સિઝનને કારણે અનેક લોકો શરદી, તાવ જેવી સમસ્યાઓ સામાન્ય છે. આ સિઝનમાં લોકોને અચાનક જ તાવ આવવા લાગે છે જ્યારે અનેક વાર વ્યક્તિની હાલત ગંભીર થઇ જાય છે. તાવ આવવાને કારણે શરીરમાં અશક્તિ આવી જાય છે. તેમજ શરીરમાં અચાનક ઠંડી ચડવા લાગે છે, અને શરીર તપવા લાગે છે. આવો જાણીએ આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે શું કરવું જોઈએ..
અચાનક તાવ આવે ત્યારે શું કરવું?
જ્યારે પણ અચાનક તાવ આવે શરીરને વધુ ઠંડી ચડી જાય, ત્યારે સૌથી પહેલાં પેરાસિટામોલ ટેબલેટ લઇ શકો છો. ઘણાં લોકો બ્રુફેન ગોળી લેતા હોય છે પરંતુ આ તમારી કિડની પર મોટી અસર કરે છે. આ માટે વધુ પ્રમાણમાં દવાઓ લેશો નહિં.
કોણે કેટલો ડૉઝ લેવો?
બાળકનું વજન 20 કિલો હોય તો 300 mgનો પેરાસિટામોલ ડોઝ
જેનું વજન 70 કિલો હોય તો 6 થી 8 કલાક વચ્ચેના ગાળામાં 500mg ટેબલેટ આપી શકાય.
જેનું વજન 70 કિલો હોય તો 6 થી 8 કલાક વચ્ચેના ગાળામાં 500mg ટેબલેટ આપી શકાય.
બ્લડ ટેસ્ટ કેટલા દિવસે કરાવશો?
ડોક્ટરના જણાવ્યા અનુસાર તમને 2-3 દિવસ કરતા વધારે તાવ આવે, તો તરત જ બ્લડ ટેસ્ટ કરાવી લેવો જોઇએ. આ સ્થિતિમાં મલેરિયા, ટાઇફોઇડ અને ડેન્ગ્યુ પણ શક્યતા રહી શકે છે. તેથી જો તમને પેરાસિટામોલથી સારું થઇ જાય છે તો તમારે બ્લડ ટેસ્ટ કરાવવાની જરૂર નથી રહેતી. જો કે ખાસ એ વાતનું ધ્યાન રાખો કે તાવ 102-103 ડિગ્રીથી વધારે આવે તો તમે તરત જ ફેમિલી ડોક્ટરને બતાવો.
તાવ આવે ત્યારે શું કરવું?
તાવ આવે ત્યારે પાણી પીવાનું વધુ રાખો.
તાવમાં વધુ પાણી પીવાનો શું ફાયદો?
પાણી પીવાથી ડિહાઇડ્રેશનની સમસ્યાથી બચી શકાય છે.
બાળકોને તાવ આવે ત્યારે તેમને પણ વધુ માત્રામાં પાણી અને લીંબુ શરબત પીવડાવો.